Table of Content : નારણપુરામાં સિનિયર સિટીઝનને લૂંટનારા(Robbery) બે કિશોર સહિત ત્રણ ઝડપાયા
ઉત્તરાયણના દિવસે નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિનિયર સિટીઝનને લૂંટી (Robbery) લેનાર બે કિશોર સહિત ત્રણ શખ્સોને અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચે માહિતીના આધારે ઝડપી લીધા છે.
ક્રાઈમબ્રાંચે સોલા બ્રિજ પાસેથી લૂંટ(Robbery)ના આરોપીઓને ઝડપી લીધા
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે 14 જાન્યુઆરી 2022 ના રોજ નારણપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી લૂંટ(Robbery)માં સામેલ આરોપીઓ કાળા કલરનું એકટીવા લઇ સોલા બ્રિજ તરફથી આવી પ્રભાત ચોક થઈ વાડજ તરફ જવાના છે. જેના આધારે પોલીસે અહીં જાળ બિછાવી વિજય સુરજભાઈ ઠાકોર(19) અને અન્ય બે કિશોરોને ઝડપી લીધા હતા.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
સિનિયર સીટીઝનને સ્ટીલના કટરથી ઈજા પહોંચાડી લૂંટ(Robbery) કરી
આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું હતું કે 14 જાન્યુઆરી 2022 ની બપોરે આશરે સાડા ચારેક વાગે આરોપીઓ એક્ટીવા પર ફરી રહ્યા હતા ત્યારે એક સિનિયર સિટીઝન પાસે રૂપિયા જોઈ લેતા સીનીયર સીટીઝનની પાછળ જઈ તેમની આગળ એકટીવા ઊભું કરી ઝપાઝપી કરી સ્ટેનલેસ સ્ટીલના કટરથી ઇજા પહોંચાડી રૂ. 7,100 લૂંટી(Robbery) ભાગી ગયા હતા.
આરોપીઓ પાસેથી પોલીસે રૂ. 25,500નો મુદ્દામાલ કબજે કર્યો
આરોપીઓ પાસેથી પોલીસે એક્ટિવા, મોબાઈલ ફોન, સ્ટેઈનલેસ સ્ટીલનું કરટ મળી કુલ રૂ. 25,500નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ જુઓ
41 કિલો ચાંદી લૂટનારો 17 વર્ષથી વોન્ટેડ(wanted) આરોપી(Accused) ઝડપાયો