Table of Content : 41 કિલો ચાંદી લૂટનારો 17 વર્ષથી વોન્ટેડ(wanted) આરોપી(Accused) ઝડપાયો
અમદાવાદ શહેર ક્રાઈમબ્રાંચે વર્ષ 2005માં 41 કિલો ચાંદી લૂંટનાર 17 વર્ષથી ભાગતા ફરતા(wanted) આરોપીને માહિતીને આધારે ઝડપી લીધો છે.
વર્ષ 2005માં થઈ હતી લૂંટ
અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુણવંતભાઈ ચીમનલાલ દેવે વર્ષ 2005માં પોતાની મોટરસાયકલ પર 41 કિલો ચાંદીની પાયલ લઈને પસાર થઇ રહ્યા હતા ત્યારે મોટર બાઇક પર આવેલા બે શખ્સોએ એમની મોટર સાયકલને ટક્કર મારી નીચે પાડી દીધા હતા અને આંખમાં મરચાની ભૂકી નાખી 41 કિલો ચાંદીની પાયલ ભરેલા બે થેલાની લૂંટ ચલાવી ભાગી ગયા હતા.
ક્રાઈમબ્રાંચની ટીમે આરોપીઓને ઝડપી લેવા કમર કસી
આ ગુના સંદર્ભે ભાગતા ફરતા(wanted) આરોપીઓને શોધી કાઢવા અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચે કમર કસી હતી. ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.બી. બારડની ટીમે આ આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
ટેકનીકલ સર્વેલન્સ અને માહિતીને આધારે આરોપી ઝડપાયો
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ..એચ. શિણોલ, ટેકનિકલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી. પટેલ એને તેમની ટીમે ઝીણવટભરી તપાસ અને ટેકનીકલ સર્વેલન્સ બાદ આરોપીના સગડ શોધી કાઢી ચાંદલોડીયા, અમદાવાદ ખાતે રહેતા ભાગેડુ(wanted) આરોપી ગોમ્સ અનિલભાઈ ડિસોજાને ઝડપી લીધો હતો.
પિતાની હેરનગતીથી ભાડે રહેવો ગયો
પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે તેનો જન્મ અમદાવાદના રામોલ ખાતેના વિસ્તારમાં થયો હતો અને તેણે છ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. માતાના મૃત્યુ બાદ પિતાની હેરાનગતિ ને લઈને આરોપી તથા તેના ભાઈ બહેનો અમરાઈવાડી ખાતે ભાડેથી રહેવા જતા રહ્યા હતા.
મિત્રો સાથે મળી લૂંટ કરી
દરમિયાન આરોપી અમરાઈવાડી ખાતે રહેતા વિજય ઉર્ફે કાલુ ઠક્કર સાથે સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી પોતે, વિજય અને અન્ય મિત્રો સાથે મળી નવરંગપુરા ખાતે ગુણવંતભાઈની મોટરસાઇકલની ટક્કરમાં ની લૂંટ કરી હતી. આ કેસની તપાસમાં પોલીસ પોતાના ઘર સુધી પહોંચી હોવાની જાણકારી મળતાં ભાગેડુ(wanted) આરોપી મુંબઈ ભાગી ગયો હતો અને મુંબઈમાં બે દિવસ રોડ પર વિતાવ્યા બાદ ગોવા જતો રહ્યો હતો. ગોવામાં આરોપી માછલી પકડવાનું કામ શરૂ કરી ત્યાં જ રહેવા લાગ્યો હતો.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
કોરોનાના કેસો વધતા ભાઈ-બહેનના ઘરે રોકાઈ જતા ઝડપાયો
બાદમાં ભાગેડુ(wanted) આરોપી ગોમ્સ વર્ષ ૨૦૧૯માં સોશિયલ મીડિયા થકી હાલ ચાંદલોડીયા ખાતે રહેતા પોતાની બહેન અને ભાઈ સાથે સંપર્કમાં આવ્યો હતો. સંપર્કમાં આવ્યા બાદ તે પ્રસંગોપાત અમદાવાદ આવવા-જવા લાગ્યો હતો. આ જ ક્રમમાં ગોવાથી અમદાવાદ આવેલા આરોપી ગોમ્સ કોરોનાના કેસો વધતાં અમદાવાદ ખાતે રોકાઈ ગયો હતો. દરમિયાન ક્રાઈમબ્રાંચે માહિતીને આધારે તેને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ જુઓ
મણિનગરની હોટલમાં કર્યુ રાત્રી રોકાણ : પછી કરી..? (Theft at the hotel)