Crime Branch : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે વસ્ત્રાપુરમાં 24 લાખના દાગીનાની ચોરી કરનાર ઘરઘાટીને 10 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે.
Crime Branch : ઘરઘાટી 24 લાખના સોનાના દાગીના લઈ ભાગી ગયો
ગઈ 2 માર્ચ 2022ના રોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીના ઘરે ઘરઘાટી તરીકે કામ કરતો ભુરા વેલા નામનો શખ્સ સોનાના અલગ અલગ પ્રકારના રુ. 24 લાખની કિંમતના દાગીનાની ચોરી કરી ભાગી ગયો હતો.
આ ગુના સંદર્ભે ક્રાઈમ બ્રાંચના અધિક પોલીસ કમિશ્નર પ્રેમવીર સિંહ અને નાયબ પોલીસ કમિશ્નર ચૈતન્ય આર. માંડલીકે આરોપીઓને પકડી લઈ કાર્યવાહી કરવા સુચના આપી હતી.
Crime Branch : ક્રાઈમ બ્રન્ચ એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સ્કોર્ડ તપાસ હાથ ધરી
આ સુચનાના અનુસંધાને એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સ્કોર્ડના પો.ઈન્સ. એચ.એમ. વ્યાસના માર્ગદર્શ હેઠળ પોલીસની અલગ અલગ ટીમો ગુનેગારને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.
Crime Branch : પોલીસને મળી માહિતી
દરમ્યાન એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સ્કોર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે વસ્ત્રાપુરમાં થયેલી ચોરીના ગુનાનો આરોપી ભુરા વેલા હાલ અમદાવાદમાં પાલડી ખાતે આવેલ કોઠાવાલા ફ્લેટ પાસે જાહેરમાં ઉભો છે.
Crime Branch : આરોપીને પાલડી કોઠાવાલા ફ્લેટ પાસેથી ઝડપી લેવાયો
મિહતીને આધારે પોલીસે ત્વરિત એક્શનમાં આવી પાલડી કોઠાવાલા ફ્લેટ પાસેથી મૂળ ઉદેપુર રાજસ્થાનના આરોપી ભુરીલાલ ઉર્ફે ભુરાલાલ વેલાજી મીણા(25)ને ઝડપી લીધો હતો.
આરોપી પાસેથી કુલ રુ. 10,39,000નો મુદ્દામાલ કબજે
- રુ. 1,05,000 ની કિંમતનું ૧૬.૫૨૦ ગ્રામ સોનાનું બ્રેસલેટ
- રુ.1,25,000 ની કિંમતનું ૧૫ ગ્રામ સોનાનું ડોકીયુ
- રુ. 1,02,000 ની કિંમતનું ૧૫.૪૫૦ ગ્રામ સોનાનું ડોકિયુ
- રુ. 75,000 ની કિંમતની ૪.૮૫૦ ગ્રામ સોનાની કાનની બુટ્ટી
- રુ. 1,06,000 ની કિંમતની ૭.૬૪૦ ગ્રામ સોનાની બુટ્ટી
- રુ. 64,000 ની કિંમતની ૪.૮૦૦ ગ્રામ સોનાની બુટ્ટી
- રુ. 1,30,000 ની કિંમતની ૬.૧૦૦ ગ્રામ સોનાની બુટ્ટી
- રુ. 90,000 ની કિંમતની ૯.૮૮૦ ગ્રામ સોનાની બુટ્ટી
- રુ. 60,000 ની કિંમતનું ૧૮.૪૫૦ ગ્રામ સોનાનું મંગળસુત્ર
- રુ. 1,30,000 ની કિંમતની ૨૭.૨૭૦ ગ્રામ સોનાની ચેઈન
- રુ. 52,000 ની કિંમતની ૧૩ ગ્રામ સોનાની વીંટી
આ પણ જુઓ
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
આ પણ જુઓ
Peak of positivity : પોલીસકર્મીની સાકરાત્મકતા શિખર પર