Omicron : સાઉથ આફ્રિકામાં ફેલાઈ રહેલુ કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન માનવજાતિ માટે કેટલું ઘાતક..? ઓમિક્રોનના લક્ષણો વિશે જાણો.
Omicron : હાલ સમગ્ર વિશ્વમાં દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કોરોના વેરિઅન્ટનું નવું સ્વરૂપ ચિંતાનો વિષય બની ગયું છે. કોરોનાના આ નવા વેરિઅન્ટને ઓમિક્રોન નામ આપવામાં આવ્યું છે. WHOએ તેને ‘વેરિઅન્ટ્સ ઓફ કન્સર્ન’ શ્રેણીમાં મૂક્યું છે. જેનો અર્થ એ થયો કે આ નવા પ્રકારના કોરોના વાયરસ વેરિઅન્ટને લઈને WHO દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને આગામી દિવસોમાં તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. કેટલાક તજજ્ઞો દ્વારા એવું કહેવાઈ રહ્યું છે કે તે ડેલ્ટા વેરિઅન્ટ કરતા પણ વધુ ખતરનાક હોઈ શકે છે કોરોનાનો આ Omicron વેરિઅન્ટ.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ઓમિક્રોન(Omicron) વેરિઅન્ટ ડેલ્ટા કરતા વધુ ખતરનાક હોઈ શકે છે અને શક્ય છે કે રસીની અસરકારકતા પણ તેના પર ઓછી હોય. જોકે, વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ વેરિઅન્ટ અંગે હજુ વધુ સંશોધનની જરૂર છે. વધારે સંસોધનની મદદથી જાણી શકાશે કે ઓમિક્રોન વેરિઅન્ટ લોકોને કેવી રીતે સંક્રમિત કરી શકે છે અને તેના પર રસીની અસરકારકતા કેવી રહેશે.
સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષ્ય Omicron વેરિઅન્ટ
Omicron : કોરોનાનું આ નવું સ્વરૂપ દક્ષિણ આફ્રિકામાં 24 નવેમ્બરે જોવા મળ્યું હતું. WHOએ શુક્રવારે જણાવ્યુ છે કે દક્ષિણ આફ્રિકાના ઘણા વિસ્તારોમાં ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે અને તે ચિંતાનો વિષય છે કે કોરોનાના આ પ્રકારમાં ઝડપથી પરિવર્તન થઈ રહ્યું છે.
Omicron : WHOએ જણાવ્યુ છે કે નવા વેરિઅન્ટની અસરને સમજવામાં થોડા સપ્તાહ લાગશે. હાલમાં વિશ્વભરના વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે.
ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી પરિવર્તિત થાય છે
Omicron : વૈજ્ઞાનિકોએ જણાવ્યુ છે કે ઓમિક્રોન વેરિઅન્ટમાં ઝડપથી પરિવર્તન થાય છે. દક્ષિણ આફ્રિકાના લગભગ તમામ પ્રાંતોમાં આવા કેસોની સંખ્યા વધી રહી છે. અગાઉ ‘ડેલ્ટા’ વેરિઅન્ટે વિશ્વમાં તબાહી મચાવી હતી. આ વેરિઅન્ટના સ્પાઇક પ્રોટીનમાં લગભગ 15 મ્યુટેશન જોવા મળ્યા હતા. બીજી તરફ, ‘ઓમિક્રોન’ ના સ્પાઇક પ્રોટીનમાં 30થી વધારે મ્યુટેશન મળી આવ્યા છે જે તેને વધુ ચેપી અને ઘાતક બનાવે છે.
Omicron : વૈજ્ઞાનિકોનું કહેવું છે કરોનાનું આ વેરિઅન્ટ ડેલ્ટા કરતા વધુ ખતરનાક હોઈ શકે છે અને શક્ય છે કે તેના પર રસીની પણ ઓછી અસરકારકતા હોય. જોકે, વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આમાં હજી વધારે સંશોધનની જરૂર છે. સંશોધનની મદદથી જાણી શકાશે કે કોરોના વેરિઅન્ટનો આ પ્રકાર લોકોને કેવી રીતે સંક્રમિત કરી શકે છે.
કોરોનાના સંક્રમણથી પોતે અને પોતાના પરિવારને બચાવવા માસ્કનો ઉપયોગ અચુક કરવો જોઈએ તેની સાથે હાથની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખી અને સામાજિક અંતરનું ચુસ્ત પાલન કરવુ જોઈએ.
Omicron : દક્ષિણ આફ્રિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કોમ્યુનિકેબલ ડિસીઝ (NICD) દ્વારા જણાવવામાં આવ્યુ છે કે “હાલમાં ઓમિક્રોન વેરિઅન્ટના સંક્રમણને લઈને કોઈ અસામાન્ય લક્ષણો જોવા મળ્યા નથી.”
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
Omicron : હાલ ભારતમાં, કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ દેશમાં કોરોનાના ત્રીજા મોજાની સંભાવનાને સંપૂર્ણ નકારી શકાય તેમ નથી. કેરલ અને મહારાષ્ટ્ર જેવા કેટલાક વિસ્તારોમાં કોરોનાના કેસમાં ક્યારેક વધારો જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં દરેક નાગરિક સાવચેતી રાખે તે અત્યંત આવશ્યક છે.
આ પણ જુઓ
VVIP security lapses : રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક