Table of Content : બનાસકાંઠા જિલ્લામાં પરાગભાઈ ચૌધરીએ દૂધ ઉત્પાદનમાં પ્રથમ(first in milk production) સ્થાન મેળવ્યુ
ગુજરાતના યુવાને સમગ્ર વિશ્વમાં પોતાના કૌશલ્યોથી ગુજરાતનુ નામ રોશન કર્યુ છે. ગુજરાત આજે વેપાર સહિત અનેક ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યુ છે. ગુજરાતનો યુવા, વૃદ્ધ કે કિશોર કોઈ પણ વયનો નાગરિક સતત નવતર પ્રયોગો દ્વારા સમાજમાં કંઈક શ્રેષ્ઠ આપવાની, કંઈક કરી છુટવાની ભાવના સાથે જોશભેર વિશ્વના વિકાસ સાથે કદમ તાલ મિલાવી રહ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પરાગભાઈ ચૌધરીએ દૂધ ઉત્પાદનમાં પ્રથમ(first in milk production) સ્થાન મેળવી ગૌરવપાત્ર સિદ્ધી હાંસલ કરી છે.
સિદ્ધિને બિરદાવવા બનાસ ડેરી તરફથી રૂ. 30 હજારની પુરસ્કાર રાશિ
બનાસકાંઠા જિલ્લાના લાખાણી કોટડા ગામ ખાતે રહેતા પશુપાલક પરાગભાઈ વેલાભાઇ ચૌધરીએ દૂધ ઉત્પાદનમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન(first in milk production) પ્રાપ્ત કર્યું છે. તેમની આ સિદ્ધિને બિરદાવવા બનાસ ડેરી તરફથી રૂ. 30 હજારની પુરસ્કાર રાશિ આપવામાં આવી છે.
મુરા પ્રજાતીની ભેંસે એક દિવસમાં 20.750 લીટર દુધ આપ્યુ
જિલ્લા સ્તરે યોજાયેલી દૂધ ઉત્પાદન સ્પર્ધામાં પશુપાલક પરાગભાઈ હરિયાણાથી લાવેલ મુરા પ્રજાતીની ભેંસ સાથે ઉતર્યા હતા. સ્પર્ધા દરમિયાન પરાગભાઈની મુરા પ્રજાતીની ભેંસે ત્રણ વર્ષની ઉંમરે પહેલાના વેતરમાં એક દિવસમાં 20.750 લીટર દુધ આપી જિલ્લા સ્તરે સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક(first in milk production) હાંસલ કરી બનાસકાંઠા જિલ્લાના અને બનાસ ડેરીના ગૌરવમાં વૃદ્ધી કરી છે. તેમની આ સિદ્ધીને બિરદાવતા બનસડેરી દ્વારા રુ. 30 હજારની પ્રોત્સાહન રાશિ આપવા સાથે બનાસ ડેરીના જિલ્લા કક્ષાના અધિકારીઓએ પરાગભાઈના ફાર્મની રુબરુ મુલાકાત પણ લીધી હતી. અધિકારીઓ સમક્ષ દૂધ મિલ્કિંગ કરવાતા તેમની ભેંસે એક ટાઈમાં 10.640 લીટર દૂધ આપ્યુ હતુ.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
પરાગભાઈએ બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી સહિત રાજ્ય સરકારનો આભાર માન્યો
પરાગભાઈએ પોતાની આ સિદ્ધીને બિરદાવી પ્રોત્સાહન રાશિ આપવા બદલ બનાસડેરીના અધિકારીઓ, કર્મચારીઓ અને ચેરમેન શંકરભાઈ ચૌધરી સહિત રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
આ પણ જુઓ
પોંજી સ્કિમ(Ponzi Scheme)માં 2.92 કરોડનું ફુલેકુ ફેરવનારા બંટી-બબલી ઝડપાયા