Highlights
ઉત્તરાખંડમાં કોંગ્રેસને ફટકો : મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સરિતા આર્ય(Sarita Arya) સહિત ઉપાધ્યક્ષ રેખા બોરા ગુપ્તા અને વદના ગુપ્તા પણ ભાજપમાં જોડાતા આગામી ચૂંટણીમાં કોંગ્રેસને ફટકો પડવાની સંભાવના છે.
દેશમાં આગામી ચૂંટણીને લઈને રાજકીય ઉઠાપટક
દેશમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભારે ઉઠાપટક વચ્ચે એકથી બીજા પક્ષમાં કૂદકા મારવાનો ખેલ ચરમ પર છે. કેટલીક દોરા વગરની રાજકીય પતંગો ગાંડી થઈને જ્યાં ત્યાં ફંટાઈ રહી છે. તમામ પક્ષના નેતાઓ પોતાના અંગત સૂત્રોની માહિતી અનુસાર પરિસ્થિતિનું આકલન કરી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા પક્ષાંતર કરી રહ્યા છે. સ્વામિ પ્રસાદ મૌર્યના સમાજવાદી પાર્ટીમાં શામેલ થવાથી શરુ થયેલી મોટી રાજકીય હલચલ હવે ગતિ પકડી રહી છે. હાલના પોતના પક્ષમાં ટિકિટ ન મળવા અથવા ન મળવાની શક્યતાઓ અનુભવી રહેલા નેતાઓ અન્ય પક્ષોમાં પોતાનું સ્થાન શોધવાની કે ગોઠવવાની વેતરણોમાં પડી ગયા છે. એવામાં કોંગ્રેસમાંથી અધ્યક્ષ કક્ષાની મહિલાઓનું પલાયન પ્રિયંકા ગાંધીના ‘લડકી હું લડ સકતી હું’ સુત્ર પર પ્રશ્નાર્થ ચિન્હ લાગવી રહ્યુ છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકે દેહરાદુન ખાતે પાર્ટીની સદસ્યતા લેવડાવી
નૈનીતાલ ના પૂર્વ ધારાસભ્ય અને મહિલા કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ સરિતા આર્ય(Sarita Arya) બીજેપીમાં જોડાઈ જતાં કોંગ્રેસને મોટો ફટકો પડયો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ મદન કૌશિકે તેમને દેહરાદુન ખાતે પાર્ટીની સદસ્યતા લેવડાવી હતી, જ્યાં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ ઉપસ્થિત રહ્યા હતા. સરિતા આર્ય(Sarita Arya) ની સાથે કોંગ્રેસ.મહિલા ઉપાધ્યક્ષ રેખા બોરા ગુપ્તા અને વંદના ગુપ્તા પણ ભાજપમાં શામેલ થઈ જતા કોંગ્રેસને આગામી ઇલેક્શનમાં નુકસાન થવાની શક્યતા છે.
સરિતા આર્ય(Sarita Arya)ના બગાવતી તેવર બાદ કોંગ્રેસની મનાવવાની કોશિષ નિષ્ફળ
બગાવતી તેવર બાદ કોંગ્રેસ પાર્ટીએ સરિતા આર્યને(SaritaArya) છ વર્ષ માટે પાર્ટીમાંથી નિષ્કાસિત કર્યા છે. આ પહેલા સરિતા આર્યાના બગાવતી સૂરોથી કોંગ્રેસ મુખ્યાલયનો માહોલ ગરમાયેલો રહ્યો હતો. શુક્રવારે મોડી રાત્રે સરિતા આર્યની ભાજપના નેતાઓ સાથે મુલાકાત ના સમાચાર બહાર આવ્યા બાદ કોંગ્રેસના નેતાઓ તેમને મનાવવાની વેતરણમાં લાગી ગયા હતા. સબ સલામતનો સંદેશ આપવા કોંગ્રેસના નેતાઓ સરિતા આર્યને મનાવવા કોંગ્રેસ ભવન લઈ આવ્યા હતા.. જોકે કોંગ્રેસ ભવન પર પણ તેમના બગાવતી તેવર ચાલુ રહ્યા હતા. તેમણે કોંગ્રેસ પાર્ટી કાર્યાલયમાં જણાવ્યું હતું કે હજી હું કોંગ્રેસમાં છું, ભવિષ્યની ખબર નથી પરંતુ લોકતંત્ર છે દરેક વ્યક્તિ પોતાના માટે વિચારવા સ્વતંત્ર છે, ભાજપ ટિકિટ આપશે તો હું ત્યાંથી પણ ચૂંટણી લડી લઈશ. જોકે મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતા આખરે કોંગ્રેસે સરિતા આર્યને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.
સરિતા આર્યનો પ્રિયંકાગાંધી પર કટાક્ષ
ભાજપમાં જોડાવાની શક્યતાઓ અંગે પૂછતા તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધીના યુપી સમીકરણ ‘લડકી હું લડ શકતી હું’નો ઉલ્લેખ કરી કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ‘ઉત્તરાખંડમાં 40 નહીં તો ઓછા માં ઓછી 20 ટકા મહિલાઓને ટિકિટ મળે, મહિલા કોંગ્રેસની પ્રદેશ અધ્યક્ષ હોવાને લઈને તમામ મહિલાઓના હક અંગે અવાજ ઉઠાવવાની મારી જવાબદારી છે, જોકે મહિલાઓ એમ પણ પૂછી રહી છે કે તમારી જ ટિકિટ નક્કી નથી તો અમારો અવાજ કઈ રીતે ઉઠાવશો.. ?’
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
કોંગ્રેસમાં મહિલાઓની અવગણના : સરિચા આર્ય
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં અમને અવગણવામાં આવી રહ્યા છે, અહીંયા મહિલાઓની વાત સાંભળવામાં નથી આવતી. એવામાં અમારા હિતો માટે અમારે વિચારવું પડશે. પાર્ટીમાં ઘણી મહિલા કાર્યકર્તાઓ 20 થી 30 વર્ષથી જોડાયેલી છે, અને તેઓ મને ફરિયાદ કરી રહી છે કે જો તમે અમને અહીંયાથી ટિકિટ ના અપાવી શકો તો અમારી પાસે બીજા વિકલ્પ પણ છે. આ સાથે તેમણે ભાજપના નેતાઓ સાથેની મુલાકાતને લઈને ફેલાઈ રહેલા સમાચારોને રદિયો આપતાં જણાવ્યું હતું કે મેં મારી વાત મૂકી દીધી છે. આ સાથે તેમણે પોતાને કોંગ્રેસના સાચા સિપાહી દર્શાવતાં જણાવ્યું હતું કે જો મને અવગણવામાં આવશે તો હું મારા વિશે વિચારવા સ્વતંત્ર છું.
બીજેપીમાં જોડાયા બાદ સરિતા આર્યનું નિવેદન
બીજેપી માં જોડાયા બાદ સરિતા આર્યે(Sarita Arya) જણાવ્યું હતું કે જ્યાં સન્માન મળશે હું ત્યાં રહીશ અને હવે ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા માટે કાર્ય કરીશ. કોંગ્રેસે મહિલા શક્તિ અને મહિલા વર્ગની ઉપેક્ષા કરતા હું ભારતીય જનતા પાર્ટીમાં શામેલ થઇ રહી છું. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીની ઉત્તરાખંડની કેબિનેટમાંથી મંત્રી હરકસિંહ રાવતને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે અને તેમણે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે.