32 C
Ahmedabad
September 17, 2024
NEWSPANE24
Crime Ahmedabad News

Compressor theft : સેટેલાઈટમાં AC ના કોમ્પ્રેસરની ચોરી કરતા 2 શખ્સો ઝડપાયા

Compressor theft
SHARE STORY

Compressor theft : સેટેલાઈટ પોલીસે AC ના કોમ્પ્રેસરની ચોરી કરતા 2 શખ્સોને સીસીટીવી ફુટેજના આધારે ઝડપી લીધા છે.

સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં 25 ફેબ્રૃઆરીના રોજ નહેરુનગર ચાર રસ્તા, તુષાર ઝેરોક્ષની બાજુમાં ગાંધી પાર્ક સોસાયટી ખાતે આવેલ ડાયાબીટીસ કેર એન્ડ હોર્મોન ક્લીનીકની બહાર રાખેલા એ.સી.ના કોમ્પ્રેસરની ચોરી થવા અંગે ફરીયાદ નોંધાઈ હતી.

Compressor theft : સીસીટીવી ફુટેજમાં શંકાસ્પદ રીક્ષા

Compressor theft

પોલીસે ઘટનાસ્થળની આસપાસ આવેલા સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી. સીસીટીવીમાં ઘટનાસ્થળની આસપાસ ચોરી થયાના સમયગાળા દરમ્યાન એક રીક્ષા શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી.

Compressor theft : હ્યુમન ઈન્ટેલીજન્સની મદદ

રીક્ષા અંગે વધુ તપાસ હાથ ધરી પોલીસે બાતમીદારોને સક્રિય કરતા હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી તપાસ આગળ ધપાવી હતી. જેમાં પોલીસને માહિતી મળી હતી કે એ.સી.ના કોમ્પ્રેસરના અલગ અળગ સ્પેરપાર્ટ વેચવા કેટલાક શખ્સો રીક્ષામાં ફરી રહ્યા છે.

Compressor theft : આરોપીઓ ઝડપાયા

Compressor theft

બાતમીદારો દ્વારા મળેલ માહિતીને આધારે પોલીસે જુહાપુરા ખાતે રહેતા આદિલ મન્સુરઅલી દરબાર(23) અને બહેરામપુરા ખાતે રહેતા અયુબખાન મકબુલખાન પઠાણ(32)ને ઝડપી લીધા હતા.

રીક્ષા સહિતનો મુદ્દામાલ કબજે

Compressor theft

પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના એ.સી.ના કોમ્પ્રેસર, પાના પક્કડ, ડિસમીસ અને ઓટોરીક્ષા મળી કુલ રુ. 18,290નો મુદ્દામાલ કબજે કર્યો છે.

તાજા સમાચાર

ADVERTISEMENT

આરોપીઓની મોડ્સ ઓપરેન્ડિ

આરોપીઓ રાત્રીના સમયગાળા દરમ્યાન શહેરના જુદા-જુતા વિસ્તારોમાં જઈ દુકાન-ઓફિસની બહાર લગાવેલા એ.સી.ના કોમ્પ્રેસરની ચોરી કરી તેના સ્પેરપાર્ટ અલગ-અલગ કરી વેચી દેતા હતા.

આ પણ જુઓ

Teasing : યુવતીઓની છેડતી કરી ધમકી આપતા શખ્સને પાસા


SHARE STORY

Related posts

Railway Police : મોરૈયા-મટોડા સ્ટેશન વચ્ચે પાટાની એન્કર ક્લિપ કાઢી નાંખનાર શખ્સો ઝડપાયા

SAHAJANAND

ગુજરાતમાં આજે Corona ના 9,177 નવા કેસ : 7 ના મોત

SAHAJANAND

ગુજરાતમાં આજે Corona ના 23,150 નવા કેસ : 15 ના મોત

SAHAJANAND

Food Poisoning in Mahesana : મહેસાણામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખના ઘરે લગ્ન પ્રસંગમાં ફુડ પોઈઝનીગ : 1હજારથી વધુ લોકો સારવાર હેઠળ

Newspane24.com

Leave a Comment