CORONAએ આજે દોટ મુકતા રાજ્યમાં 9.941 નવા કેસ સામે આવ્યા છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 33%નો વધારો થતા કાલના 7,476ની સરખામણીમાં આજે 9,941 કેસ નવા આવ્યા છે. આ સાથે રાજ્યામાં હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 43,726 છે, જેમાં વેન્ટિલેટર પર 51 જ્યારે સ્ટેબલ અવસ્થામાં 43,675 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 8,31,855 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,137 લોકોને કોરોના ભરખી ગયો છે. કોરોનાથી સાજા થવાનો દર હાલ 93.92% છે.
આજે કુલ 3,02,033 લોકોનું Vaccination
રાજ્યમાં આજે કુલ 3,02,033 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,41,33,701 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.
રાજ્યમાં OMICRONનાં કુલ 264 કેસ
આજે રાજ્યમાં CORONAના ઓમિક્રોન(OMICRON) વેરિઅન્ટનો આજે એકપણ કેસ નોંધાયો નથી. હાલ રાજ્યમાં ઓમિક્રોનનાં કુલ 264 કેસ છે, જ્યારે 238 ઓમિક્રોનના દર્દીઓ સાજા થઈ સ્વગૃહે પરત ફર્યા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં એમિક્રોનના દર્દીઓની સૌથી વધુ સંખ્યા 110 છે.