Highlight
ગાંધીનગરમાં ગામોની કિશાન સક્તિ(Farmer Power) અને ગ્રામિણ ખેડુતો સાથે પ્રાકૃતિક ખેતી(Natural farming) વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પરિસંવાદના અધ્યક્ષ સ્થાનેથી કેનદ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ હતુ કે, સમગ્ર વિશ્વને પ્રાકૃતિક ખેતી(Natural farming) તરફ વાળવાની દિશાના બ્રાન્ડ એમ્બેસેડર નરેન્દ્ર મોદી(Narendra Modi) બનેશે.
વિશ્વ આખાને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાની દિશાના બ્રાન્ડ એમ્બેસેડર પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી બનશે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
પરિસંવાદમાં ૧૦૦૦ કિસાનો સહભાગી થયા
આ સેમિનારમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કૃષિ મંત્રી રાઘવજી પટેલ, રાજ્યમંત્રી મુકેશ પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્યસચિવ પંકજ કુમાર, કૃષિ અગ્રસચિવ મનીષ ભારદ્વાજ, પશુપાલન સચિવ નલિન ઉપાધ્યાય સહિત ઉચ્ચ અધિકારીઓ અને ધારાસભ્યો,અગ્રણીઓ, પૂર્વમંત્રીઓ તાલુકા-જિલ્લા મથકેથી વર્ચ્ચુઅલી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગાંધીનગર તથા અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોના 1000થી વધુ ખેડુતો, કૃષિકારો અને પ્રાકૃતિક ખેતીના સમર્થક અગ્રણીઓ ઉત્સાહ સાથે સહભાગી થયા.
અમિત શાહ
- ગુજરાતના ગાંધીનગર સંસદીય મતક્ષેત્રના તાલુકાના ગામોમાં ગામદીઠ ૧૫ ખેડૂતોને વર્ષ 2022 સુધીમાં પ્રાકૃતિક કૃષિ(Natural farming) માટે પ્રેરિત કરવાનો નિર્ધાર
- વર્ષ 2025 સુધીમાં સમગ્ર મતક્ષેત્રના 50 ટકા કિસાનોને નેચરલ ફાર્મિંગ કરતા બનાવવાની નેમ
- ગુજરાત પ્રાકૃતિક કૃષિ(Natural farming) દ્વારા દેશની કૃષિ ક્રાંતિનું નેતૃત્વ કરશે
- દેશમાં કૃષિ સમૃદ્ધિ, સ્વાસ્થ્યપ્રદ જીવન, પર્યાવરણ પ્રિય સમાજ નિર્માણમાં પ્રાકૃતિક ખેતી ઉદીપક બનવા સક્ષમ
આ પ્રસંગે ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યુ હતુ કે, ખેતીને રસાયણમુકત બનાવી ભુમિની ફળદ્રુપતા વધારવા સાથે પ્રાકૃતિક કૃષિથી ખેતી સમૃદ્ધિની સાચી દિશામાં સમગ્ર વિશ્વને વાળવાના બ્રાન્ડ એમ્બેસેડર પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી બનવાના છે. આ સંદહ્ભે તેમમે વધુમાં જણાવ્યુ હતુ કે, દેશમાં દશકાઓથી રાસાયણિક ખાતરોના ઉપયોગ દ્વારા ખેતી થતી રહી છે. આ પ્રકારની પ્રણાલિના જે પરિણામો સામે આવ્યા છે, તેનાથી સ્વાસ્થ્યયુક્ત જીવન સામે ઘોર સંકટ પેદા થયું છે. હવે આ સંકટના તારણોના પર્યાયરુપે પ્રાકૃતિક ખેતી(Natural Farming) સક્ષમ વિકલ્પરૂપે સક્ષમ રીતે ઉભરી આવી છે.
એમિત શાહે જણાવ્યુ હતુ કે, પ્રાકૃતિક કૃષિ (Natural farming) તરફનો આ બદલાવ સમયના ચક્રને સાચી અને યોગ્ય દિશા આપનારૂં છે. જમીનનું સ્વાસ્થ્ય બગડતું રોકવા સાથે ભૂગર્ભ જળને ઝેરીલું બનતું અટકાવવા રાસાયણિક(Chemical યુક્ત) ખાતરોના ઉપયોગથી મુક્ત Natural Farming આધારિત ખેતી તરફ હવે સૌ મીટ માંડી રહ્યા છે. અમિતભાઈ શાહે સ્પષ્ટ કર્યુ હતુ કે, પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રની આ સમસ્યાને પારખીને તેનો વિકલ્પ શોધી કાઢ્યો છે. દેશના ૮ કરોડથી વધુ કિસાનો માટે પ્રાકૃતિક ખેતી ફાયદાકારક છે તે પ્રતિપાદિત કરતા સરવે પણ કરાવ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યુ કે, ગુજરાતે પ્રાકૃતિક કૃષિ(Natural Farming) ક્ષેત્રે અગ્રસર રહેવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત રાજ્યમાં બે લાખથી વધુ કૃષકોને આ માર્ગે વાળ્યા છે.
આ પ્રસંગે ગૃહમંત્રીએ પ્રાકૃતિક ખેતી (Natural Farming)ને વધુ પ્રોત્સાહન આપવાના હેતુથી વર્ષ ર૦ર૫ સુધી ગુજરાતના ગાંધીનગર સંસદીય મતક્ષેત્રના 50% ખેડૂતોને નેચરલ ફાર્મિંગ (Natural Farming) તરફ પ્રેરિત કરવાની નેમ વ્યકત કરી હતી. કૃષકોની આવક 2022 સુધી બમણી કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ધારમાં સૂર પુરાવતાં અમિત શાહે વર્ષ 2022 સુધી રાજ્યના પાટનગર એવા ગાંધીનગર મત વિસ્તારના તાલુકાઓ સાથેના તમામ ગામોમાં પ્રત્યેક ગામદીઠ ૧૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા કરવાનો લક્ષ્ય આપ્યો છે.
ગૃહમંત્રી અમિત શાહે આપણી આવનારી પેઢીને સુરક્ષિત, સ્વસ્થ અને તંદુરસ્ત રાખવી હોય તો પ્રાકૃતિક ખેતી (Natural Farming)ને વધારે પ્રાધાન્ય આપી ખેતી ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે પ્રેરણાદાયક આહવાન કર્યું હતું. ગૃહમંત્રીએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનો સીધા જ માર્કેટમાં પહોંચે અને ઉપભોકતાઓને શુદ્ધ સાત્વિક ખેતપેદાશો ઘરઆંગણે મળી રહે તે માટે FPO અને ઇ-વ્હીકલનો પહેલરૂપ પ્રયોગ ગુચરાત રાજ્યમાં કર્યો છે તેની પ્રશંસા કરી હતી.
Natural Farming થી દેશનો કિસાન આત્મનિર્ભર-ખુશહાલ અને ઉન્નત બનશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે અમદાવાદ અને ગાંધીનગરના પ્રગતિશીલ કૃષકોને માર્ગદર્શન આપતા કહયુ હતુ કે રાસાયણિક ખેતીના કારણે ભુમિની ફળદ્રુપતા ઘટી રહી છે અને જેના કારણે કૃષિ ઉત્પાદનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પર્યાવરણ, જળ અને જમીન પ્રદૂષિત થતાં દેશના નાગરિકો અસાધ્ય બીમારીનો ભોગ બની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આવા સમયે આપણે રાસાયણિક કૃષિના આ પ્રકારના દુષ્પરિણામોને નિવારવા પ્રકૃતિ તરફ પાછા વળવા સાથે પ્રાકૃતિક ખેતી(Natural Farming) અપનાવવી પડશે.
રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું કે તા. 16 ડિસેમ્બર 2021ના દિવસે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત કરવામાં આવેલ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે સમગ્ર દેશના ૮ કરોડ ખેડૂતોને આહ્વાન કર્યું હતું કે આત્મનિર્ભર(Self-reliant) ખેતી-આત્મનિર્ભર (Self-reliant) ખેડૂત થકી જ આત્મનિર્ભર (Self-reliant) ભારતવર્ષના સંકલ્પને પૂર્ણ કરી શકાશે અને ભારતના કૃષકને સમૃદ્ધ બનાવવાનું આ સપનું પ્રાકૃતિક ખેતી(Natural Farming) થકી જ સાકાર થશે.
હાલના સમયમાં પ્રાકૃતિક ખેતી(Natural Farming) ની જરૂરિયાત પર ધ્યાન કેન્દિરત કરા રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યુ હતુ કે 60ના દાયકામાં રાસાયણિક ખેતી આવશ્યકતા હતી, પરંતુ આજે તેના દુષ્પરિણામો-ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓના નિવારણ માટે પ્રાકૃતિક ખેતી(Natural Farming) જ એકમાત્ર ઉકેલ છે. તેનાથી 50 ટકા જેટલા પાણીનો બચાવ તો થાય છે જ, સાથોસાથ ખેતીની પડતર પણ લગભગ શૂન્યની નજીક થઈ જાય છે.
આ અંગે વિસ્તાર પૂર્વક જણાવતા રાજ્યપાલશ્રીએ કહ્યુ હતુ કે ગાય પર આધારિત પ્રાકૃતિક ખેતી(Natural Farming) એ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી ખેતીની પદ્ધતિ છે. જેનાથી અનેક ખેડૂતોને ધણો ફાયદો થયો છે અને સાથે સાથે ખેતીની ઉપજ પણ વધી છે. હિમાચલ પ્રદેશનું ઉદાહરણ ટાંકત તેણને જણાવ્યુ હતુ કે હિમાચલ પ્રદેશમાં દોઢ લાખ કૃષકો આ ખેતીથી વધુ પાક ઉપજાવતા થયા છે. આ જ પદ્ધતીથી ગુજરાતમાં પણ બે લાખથી વધુ કૃષકોએ પ્રાકૃતિક ખેતીને અપનાવી છે. ઉપરાંત ગત એક મહિનામાં 10 હજાર જેટલા કૃષકોને તાલીમબદ્ધ પણ કરવામાં આવ્યા છે અને આ સંદર્ભે માર્ગદર્શન અને તાલીમ માટે રાજભવન સહિત તજજ્ઞોની ટીમ પણ આ દિશામાં કાર્ય કરવા પ્રયત્નશિલ છે.
“પર્યાવરણ, જળ, જમીન અને માનવ સ્વાસ્થ્યના રક્ષણ માટે ‘બેક ટુ નેચર’ પ્રાકૃતિક ખેતી(Natural farming) તરફ વળવું એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે” : મૂખ્યમંત્રી ભૂપેનદ્ર પટેલ
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાકૃતિક ખેતી (Natural Farming) પરના આ સંવાદને કૃષિ-ક્રાંતિ ગણાવતાં જણાવ્યુ હતુ કે, આઝાદીના અમૃત મહોત્સવે ખેતી ક્ષેત્રે આત્મનિર્ભર(Self-reliant) બનવાનું લક્ષ્ય પ્રાકૃતિક કૃષિ(Natural Farming) ને ઝડપી બનાવી સાકાર કરવું છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે પર્યાવરણ, જળ, જમીન, અને માનવ સ્વાસ્થ્યની રક્ષા માટે હવે ‘બેક ટુ નેચર’ પ્રાકૃતિક ખેતી(Natural Farming) તરફ વળવું એ જ ઉત્તમ વિકલ્પ છે. મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વિશ્વના મોટાભાગના દેશોમાં નેચરલ ફાર્મિંગ- શુન્ય બજેટ ખેતીના ઉત્પાદનોની ભારે માંગ છે. આપણે આ પદ્ધતિના વિસ્તૃત પ્રચાર-પ્રસાર માટે “સ્ટેટ પ્રોજેકટ ઇમ્પલીમેન્ટીંગ યુનિટ” રાજ્યમાં કાર્યરત કરવાનું વિકાસલક્ષી આયોજન કર્યું છે. મુખ્યમંત્રીએ ‘Health is wealth’ને સાકાર કરવા પ્રાકૃતિક ખેતી(Natural Farming)થી ઉત્પાદિત ખાદ્ય ઉત્પાદ અને અનાજના વ્યાપક ઉપયોગની તરફેણ કરી હતી.
આને પણ જુઓ
RTI હેઠળ આવતી સચિવાલય વિભાગોની અરજીઓની માહિતી ઓનલાઇન મેળવી શકાશે : અરજીઓ ઓન લાઇન પણ કરી શકાશે