Fire in Shop : શહેરના પોશ વિસ્તાર ગણાતા આનંદનગર પાસે આવેલ સાંઈ પાન પાર્લરમાં આગ, કોઈ જાનહાની નહી
અમદાવાદ શહેરનાં આનંદનગર (Anandnagar) ચાર રસ્તા પાસે આવેલ સાંઈ પાન પાર્લરની દુકાનમાં આગ (fire) લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રીગેડની ટીમ દ્વારા આગને કાબુમાં લેવાઈ હતી. સદનસીબે કોઈ જાનહાની જાણકારી મલી નથી.

Fire in Shop : કોર્નરની દુાકને લઈને સ્થાનિકોની હાજરી
શહેરમાં દિવસ દરમિયાન શ્યામલ થી પ્રહલાદનગર 100 ફુટ રોડ વધુ ચહલ પહલ વાળો રસ્તો છે. 100 ફુટ રોડની પાસે આનંદનગર (Anandnagar) ચાર રસ્તા પાસે આવેલ સાંઈ પાન પાર્લર (Sai Pan Parlor) અભિલાષા એપાર્ટમેન્ટમાં (Abhilasha Apartment) કોર્નરની દુકાન છે.

Fire in Shop : આગના કારણે ભયનો માહિલ સર્જાયો
કોર્નરની દુકાન હોવાથી આસપાસના સ્થાનીકો અહીં મુખ્યત્વે વધુ સંખ્યામાં જોવા મળે છે. ગુજરાત સરકારે નવી ગાઈડલાઈનમાં આપેલી છુટછાટ બાદ મોડી રાત સુધી હવે લોકો રસ્તાઓ પર ફરતા રહે છે. સાંઈ પાન પાર્લરમાં અંચાનક આગ લાગતા સ્થાનીકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગ વિકરાળ સ્વરુપ લે તેવી શંકાને પગલે એપાર્ટમેન્ટના લોકો પણ ભયના ઓથારમાં હતા.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા






Fire in Shop : સ્થાનિકોની સમયસુચકતા
સ્થાનીકોની સમય સુચકતાને પગલે તુરંત જ આનંદનગર ફાયર બ્રિગેડની (Anandnagar Fire Brigade) ટીમને જાા તુરંત જાણ કરવામાં આવતા બે ગાડીઓ દ્વારા આગને કાબુમાં લેવાઈ હતી. આગમાં કોઈ જાનહાની સમાચાર મળ્યા નથી પણ દુકાનમાં રાખેલ માલસામન, ફર્નીચરને નુકસાન થયાનું પ્રાથમિક વિગતમાં જાણવા મળ્યું છે.

આ પણ જુઓ
Students return from Ukraine : યુક્રેનથી પાછા ફરેલા 27 વિદ્યાર્થીઓનું ગાંધીનગરમાં સ્વાગત