NEWSPANE24
Gujarat Crime Nation News

ગુજરાતમાં Rajdhani Express ઉથલાવવાનું કાવતરૂ નિષ્ફળ, યાત્રીઓ સુરક્ષીત

Rajdhani express
SHARE STORY

વલસાડ, મુંબઈ – દિલ્લી રાજધાની એક્સપ્રેસ (Rajdhani express) ટ્રેન વલસાડના (Valsad) અતુલ રેલ્વે સ્ટેશન પાસે અજાણ્યા શખ્સો દ્વારા પાટા પર સિમેન્ટનાં પીલ્લર મુકીને ઉથલાવવાનું કાવતરૂ(conspiracy) નિષ્ફળ રહ્યું હતુ. સાંજે 7.10 કલાકની આસપાસ એક્સપ્રેસ ટ્રેન(Train) નીકળી ત્યારે રેલ્વેની બાઉન્ડ્રી માટે વપરાતા સિમેન્ટના પોલ (Cement piller) પરથી ટ્રેન નિકળી ગઈ અને પોલ તુટી ગયો સદ્ નસીબે ટ્રેનમાં રહેલ યાત્રીઓ સુરક્ષીત રહ્યા હતા.

conspiracy
ફોટો : તુટેલો સિમેન્ટ પિલ્લર

મુંબઈ – હઝરત નિઝામુદ્દીન ઓગષ્ટ ક્રાંતી રાજધાની એક્સપ્રેસ (Rajdhani Express) ટ્રેન(Train) દરરોજના સમયે નિકળી હતી. ગઈકાલે શુક્રવારે સાંજે સાત વાગ્યા બાદ અતુલ રેલ્વે સ્ટેશન (Atul Raulway Station) પાસે ડીરેલ (Derale) થવાની ઘટના અંગે જાણ થતા તુરંત જ રેલ્વે પોલીસ સાથે, એલસીબી, ગ્રામ્ય પોલીસ તુરંત પહોચી હતી. પોલીસ તપાસમાં જાણવામાં આવ્યું કે ઘટના 7.10 કલાકે ટ્રેન ઉથલાવવાનો કારસો થયો હતો. રેલ્વેની જગ્યાની સીમા બનાવવા માટે જે સિમેન્ટ પોલ મુકવામાં આવે છે તેને રેલ્વેના પાટા પર મુકી દેવામાં આવ્યા હતા. આ અંગે ટ્રેનના પાઈલોટ મહંમદ સિદ્દીકીએ રલ્વે સ્ટેશન પર જાણ કરી હતી. સ્થાનીય પોલીસ સાથે ડીરેલની ઘટનાની તપાસ કરવા પોલીસ કાફલો પહોંચ્યો હતો. દેશની મુખ્ય ટ્રોનોમાં સમાવેશ થતી ટ્રેનની સાથે આ પ્રકારની ઘટના થતા પોલીસે તુરંત નોંધ કરી કાર્યવાહી શરુ કરી છે. પોલીસે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો, ટેક્નીકલ સર્વેલંસ, હ્યુમન ઈન્ટેલીજંસની મદદ લઈને કામગીરી હાથધરી છે.

Rajdhani express
ફોટો : રેલ્વે ટ્રેક

અન્ય ટ્રેનો પર થઈ અસર

દીલ્લી બોન્ડની ટ્રેન હેવી રેલ્વે ટ્રાફીક પર પસાર થાય છે ત્યારે આ લાઈન પર અન્ય ઘણી બધી ટ્રેનો નિકળે છે. રાજધાની એક્સપ્રેસની ટ્રેન(Train) સાથે આ ઘટના બનતા તુરંત જ તે બાદની તમામ ટ્રેનોને 5 મીનીટ મોડી કરવામાં આવી હતી. આ પાંચ મિનિટ અન્ય ટ્રેનને મોડી કરીને ગટના સ્થળ પર રેલ્વે ટ્રેકનું ક્લીયરંસ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :

સુરતના આઈજી રાજકુમાર પાંડીયેન આપ્યું નિવેદન

સુરતનાં રેન્જ આઈજી રાજકુમાર પાંડીયેને ઘટના અંગે જણાવ્યું હતું કે, કેટલાક અસામાજીક તત્વોએ સિમેન્ટનો પીલ્લર રેલ્વે ટ્રેક પર મુક્યો હતો. ટ્રેનનાં મેનેજરે તુરંત જ રેલ્વે માસ્તરને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

Railway Police
રેલ્વે પોલીસ અને વલસાડ પોલીસ ઘટના સ્થળ પર તપાસ અર્થે

વલસાડ પોલીસે આ ઘટના અંગે જણાવ્યું છે કે ગંભીર પ્રકારના આ સમગ્ર મામલાને લઈને ફરીયાદ નોંધાઈ છે. પ્રથમ દ્રષ્ટીએ અજાણ્યા શખ્સો દ્વારા પાટા પરથી ટ્રેન(Train)ને ઉથલાવી પડનાો કારસો(conspiracy) લાગી રહ્યો છે. તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. આ ઘટના અંગે પોલીસ ટેક્નીકલ સાધનો અને માનવ ઈન્ટેલીજેંસની પણ મદદ લઈ રહી છે.

ઉલ્લેખનિય છે કે ગત ગુરૂવારે પણ પશ્ચીમ બંગાળના જલપૈંગુરી જીલ્લામાં આવેલ માયાનગુરી પાસે બીકાનેર – ગુવાહાટી ટ્રેન પાટા પરથી ઉરતરવાની ઘટના બની હતી, જેમાં બચાવ કામગીરી પણ કરવામાં આવી હતી. આ ઘટનાં 45 લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને ટ્રેનમાં 1053 લોકો સવાર હતા.


SHARE STORY

Related posts

TARKASH : ગૃહમંત્રી હર્ષ સંધનીના હસ્તે અમદાવાદ પોલીસની નવી એપ્લિકેશન ‘TARKASH’નું લોકાર્પણ

SAHAJANAND

Signal School : “સિગ્નલ સ્કુલ” પ્રોજેક્ટ અંતર્ગત દરિદ્ર બાળકોને શિક્ષણ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ફ્લેગ ઓફ

Newspane24.com

NDPS ACT : કેસમાં દિલ્હીથી એક નાઈઝીરીયન સહિત અન્ય બે આરોપીઓને ઝડપી લેતી ATS : વધુ 3.25 કરોડનો હેરોઈનનો જથ્થો પકડાયો

SAHAJANAND

anti national : દેશની સલામતી માટે જોખમી સી.જી. રોડ પર ચાલતા ઈન્ટરનેશનલ કોલને લોકલમાં કન્વર્ટ કરતા એક્સચેન્જને ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ

SAHAJANAND

Leave a Comment