Table of Content : Corona નિયંત્રણના ઉપાયો સુચવવા રચાયેલા “Expert Group of Doctors”ની મુખ્યમંત્રી સાથે બેઠક
સમગ્ર વિશ્વમાં વકરી રહેલી કોરોના(Corona) સંક્રમણની પરિસ્થિતીથી ભારત પણ અછુતુ રહ્યુ નથી. ગુજરાતમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોના (Corona) સંક્રમણને નિયંત્રિત કરવાના ઉપાયો, તેની સારવાર અંગેના સૂચનો અને Corona સામે લડવા ભવિષ્યની નીતિ નિર્ધારિત કરવા અંગે સરકારને મદદરુપ થવા રચવામાં આવેલ એક્સપર્ટ ગૃપ ઓફ ડોક્ટર્સ(Expert Group of Doctors)ની અગત્યની બેઠક મુખ્મંત્રી ભૂપેન્દર પટેલની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે યોજાઈ હતી.
જનજાગૃતિ અંગેની ઝુંબેશ હાથ ધરવા સુચનો
બેઠકમાં ઉપસ્તિત તમામ ટાર્સ ફોર્સના તબીબો દ્વારા રાજ્યમાં આવનારા દિવસોમાં કોરોના(Corona)ના સંક્રમણ વધારો ન થાય તેને લઈને જનજાગૃતિ, સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અંગે સતર્કતા, સેનિટાઈઝરના વારંવાર ઉપયોગ, ભીડ-ભાડ વાળી જગ્યાઓથી દુર રહેવુ, વારંવાર હાથને સાબુથી સાફ કરવા જેવી જનજાગૃતિ અંગેની ઝુંબેશ હાથ ધરવા સુચનો કર્યા હતા.
લોકો જાતે માસ્ક, સેનિટાઈઝર અપનાવી સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરે
એક્સપર્ટ તબીબો દ્વારા એવો સ્પષ્ટ મત દર્શાવવામા આવ્યો હતો કે હાલની પરિસ્થિતિમાં સંક્રમણની જે સ્થિતી છે તેની ગંભીરતાને લોકો સુંધી પહોંચાડી લોકો જાતે માસ્ક, સેનિટાઈઝર અપનાવી સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરે તેના માટે વ્યાપક સ્તરે પ્રચાર-પ્રસાર સહિતની વ્યવસ્થા ઉભી કરવી તે સમયની જરુરીયાત છે.
આવશ્યક પગલા લેવા સાથે સ્વાસ્થ્ય સેવાઓના માળખાને વધુ સશક્ત બનાવાશે : મુખ્યમંત્રી
આ પ્રકારની જાગૃતિ ફેલાવવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે સરકાર આ અંગે આવશ્યક પગલા લેવા સાથે કોરોના (Corona) સંક્રમણના નિયંત્રણ સહિત સારવાર અંગેના અગાઉની બે લહેરના અનુભવોને આધાર બનાવી આવનારા દિવસોમાં સ્વાસ્થ્ય સેવાઓના માળખાને વધુ સશક્ત બનાવવા સાથે રહી ગયેલા લોકોનું ઝડપી રસીકરણ કરવા અંગેની આયોજનબદ્ધ પદ્ધતી સરકાર અપનાવશે. આ સાથે તેમણે રાજ્યમાં દરેક નાગરિક સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝરનો જરુરી ઉપયોગ કરે તે અંગેની જાગૃતિ ફેલાવવા સરકારના પ્રચાર માધ્યમો સાથે તબીબો પણ સહભાગી બને તેવી અપેક્ષા જહેર કરી હતી.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
તબીબો સાથે સમયાંતરે બેઠક યોજી સરકાર માર્ગદર્શન મેળવશે
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યમંત્રી નિમિષાબેન સહિત એક્સપર્ટ ગૃપ ઓફ ડોક્ટર્સના તજજ્ઞોએ હાજર રહી તેમના અનુભવો અને ભવિષ્યના આગામી દિવસોની સંભવિત પરિસ્થિતી અંગે પોતાના તારણો રજુ કર્યા હતા. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે એક્સપર્ટ તબીબો સાથે સમયાંતરે બેઠક યોજી સરકાર તેમનુ માર્ગદર્શન મેળવશે અને તે માર્ગદર્શનના આધારે ટ્રિટમેન્ટ, સારવાર, પ્રોટોકોલ, ટ્રેકિંગ અને ટેસ્ટીંગ, હોસ્પિટલાઈઝેશન અંગે જરૂરી સુધારા વધારા કરવામાં આવશે.
આ પણ જુઓ
જુના વાહનનો નંબર રાખી શકાશે : Old vehicle number can be kept