મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને માહિતી અધિકાર હેઠલ વધુ સક્ષમ બનાવવા RTI અંગેની અરજીઓ અને સમગ્ર સેવાઓ ઓનલાઇન પૂરી પાડતા પોર્ટલનું ગાંધીનગર ખાતે ઉદ્ધાટન કર્યુ હતું.
રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ onlinerti.gujarat.gov.in પોર્ટલ સરકારના વહીવટી વિભાગના વહીવટી સુધારણા તાલીમ પ્રભાગ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગના જી.આઇ.એલ ના પરામર્શ-સહયોગથી કાર્યરત કરવામાં આવ્યુ છે..
આ પોર્ટલમાં સચિવાલયના વિવિધ વિભાગોના જાહેર માહિતી અધિકારીઓ સહિત અપિલ અધિકારીઓને યુઝર આઇ.ડી તથા પાસવર્ડ તૈયાર કરી આ પોર્ટલના ઉપયોગ અંગેની માહિતી અને સંપૂર્ણ તાલીમ પૂરી પાડવામાં આવી છે.
રાજ્સયના ગાંધિનગર ખાતે આવેલા ચિવાલયમાં વિવિધ વિભાગો અનુસાર કાર્યરત કરવામાં આવેલા RTI અંગેના આ પોર્ટલ દ્વારા હવે વિવિધ વિભાગો અંગેની માહિતી ઓનલાઇન પ્રાપ્ત થશે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
આ પ્રકારની ઓનલાઈન સેવા દ્વારા સરકાર અને પ્રશાશનમાં પારદર્શિતા આવવા સાથે માહિતી અધિકાર-રાઇટ ટુ ઇન્ફરમેશન(RTI) વધુ સક્ષમ બનશે. ઓનલાઇન આર.ટી.આઇ ની વ્યવસ્થા હાલ માત્ર સચિવાલય અંતર્ગત આવતા વિભાગો માટે કાર્યરત કરાઈ છે. ભવિષ્યમાં તબક્કાવાર જેતે ખાતાના વડાની કચેરીઓ અને જિલ્લા કચેરીઓમાં પણ આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પણ જુઓ
Crime Branch Ahmedabad : AK-47 સહિત લોંગ રેંન્જ રાયફલના પાર્ટ બનાવતો યમનનો શખ્સ ઝડપાયો