TARKASH : ગૃહમંત્રી હર્ષ સંધવીના હસ્તે નાગરિકોની શાંતિ, સલામતી અને સુરક્ષાને સુદ્રઢ કરવાના હેતુસર તૈયાર કરેલી અમદાવાદ પોલીસની નવી એપ્લિકેશન ‘TARKASH’નું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
TARKASH પોલીસ વિભાગની કામગીરીને ઝડપી અને સરળ બનાવશે : ગૃહમંત્રી હર્ષ સંધવી
પોલીસ મહેકમ પોતાનું કાર્ય સુગમતાથી કરી શકે તેવા હેતુથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ “તર્કશ એપ્લિકેશન”, સ્વાત કક્ષ, પોલીસ કેન્ટિન સાથે આર્થિક ગના નિવારણ શાખાનું ગૃહમંત્રી હર્ષ સંધવી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે હર્ષ સંધવીએ જણાવ્યુ હતુ કે, જ્યારે ગુજરાત રાજ્ય દેશભરમાં શાંતિ,સલામતી અને સુરક્ષા માટે પ્રથમ ક્રમાંકે છે અને્ અમદાવાદ શહેર પોલીસ દ્વારા બનાવવામાં આવેલી આ ‘તર્કશ એપ્લિકેશન’ પોલીસ વિભાગની કામગીરીને ઝડપી અને સરળ બનાવશે.
ગુજરાતના નાગરિકો પણ આવનારા સમયમાં પોતાની સાથે થયેલા અન્યાય અંગે આ એપ્લિકેશનના માધ્યમથી સીધી ફરિયાદ કરી શકશે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ગુજરાત રાજ્યમાં દેશની સાથે વિદેશનાં પણ અનેક રોકાણકારોએ રોકાણ કરી રોજગારીની નવી તકો વિકસાવી છે ત્યારે તકનિક આધારિત આ તર્કશ એપ્લિકેશન પોલીસ વિભાગના ભારણને ઓછુ કરવા સાથે પોલીસ મહેકમના કર્મચારીઓને તેમના પરિવાસ સાથે વધુ સમય પસાર કરવા અવસર આપશે. મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે રાજ્યની પોલીસ સમગ્ર દેશ માટે રોલ મોડેલ બનવાની દિશામાં સતત પ્રયાસ કરી રહી છે.
તર્કશ એપ્લિકેશનના લોકાર્પણ પ્રસંગે શહેર પોલીસ કમિશનર સંજય વાસ્તવે જણાવ્યું કે આ એપ્લિકેશનમા લો એન્ડ ઓર્ડસ, ટ્રાફિક, બંદોબસ્ત, કોર્ટની વિવિધ કાર્યવાહીની વિગતો, ગુનેગારની જાણકારી જેવી પોલીસ મહેકમના રોજીંદા કામકાજ સાથે સંકળાયેલી અનેક વિગતો આપવામાં આવેલી છે. જેથી પોલીસ મહેકમના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની કામગીરી વધુ ઝડપ અને સરળતા સાથે કરી શકશે.
TARKASH ગુનેગારોને ઝડપી પાડવામાં ઉપયોગી પુરવાર થશે : ગૃહમંત્રી હર્ષ સંધવી
વળી આ એપ્લિકેશન ગુનેગારોને ઝડપી પાડવામાં પણ ઉપયોગી પુરવાર થશે. રાજ્યોની કોર્ટ સાથે સંકલન થવાને કારણે વિવિધ પ્રકારની કામગીરીને પેપરલેસ કરવામાં પણ મદદ મળશે. ઉપરાંત રાજ્યનો નાગરિક ખોવાયેલા સામાન, મોબાઈલ કે ચોરી થવા સાથે જ આ એપ્લિકેશન પર ફરિયાદની દાખલ કરવા સક્ષમ રહેશે. ખરા અર્થમાં”પોલીસ પ્રજાનો મિત્ર” એ સૂત્રને અમદાવાદ શહેર પોલીસ સાર્થક કરે છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
આ પ્રસંગે કોરોના સમય દરમિયાન ઉધોગ અને વેપાર ધંધા સાથે સંકળાયેલી અનેક નામી અનામી સંસ્થાઓ અને હોદેદારોએ પોલીસ વિભાગના સંકલનમાં રહીને મેડિકલ સારવાર તથા ભોજન અને અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે કાર્ય કર્યું હતું તેવા મહાનુભાવોનું આ પ્રસંગે મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ જુઓ
Crime Branch Ahmedabad : AK-47 સહિત લોંગ રેંન્જ રાયફલના પાર્ટ બનાવતો યમનનો શખ્સ ઝડપાયો