Happy Holi : વડોદરા પોલીસે ગરીબ બાળકો સાથે રંગોત્સવની ઉજવણી કરી માનવતાની એક અનોખી મહેક ફેલાવી છે.
અધર્મ પર ધર્મના વિજયનું પ્રતિક હોળી એ રંગો, સમન્વય, ભાઈચારો, એકતા, સહકાર, સંપ, આનંદ અને ઉલ્લાસનું પર્વ છે અને સમગ્ર ભારતમાં હર્ષપૂર્વક ઉજવવામાં આવે છે. આસ કરીને ઉત્તરભારતમાં હોળીને મહિમાં વિશેષ હોય છે અને ઉત્તરભારતના વિવિધ પ્રદેશોમાં લટ્ઠમાર હોળી સહિત વૈવિધ્યસભર હોળી મનાવવામાં આવે છે.
Happy Holi : અછત-ઉણપ અને અભાવમાં ઉછરતા બાળકો
સમાજના એવા બાળકો કે જેઓ પોતાના જીવનની શરુઆતમાં જ અછત, ઉણપ અને અભાવમાં ઉછર્યા હોય તેમના જીવનની મુશ્કેલીઓની આપણે કલ્પના જ કરી શકીએ. પરંતુ કેટલાક લોકો એવા બાળકોના જીવનમાં આનંદ અને સુધાર લાવવાનો નક્કર પ્રશંસનિય પ્રયત્ન કરતા હોય છે. જે આપણા સમાજનું મહત્વનું પાસુ છે.
Happy Holi : પોલીસનો માનવીય ચહેરો
સર્જનાત્મક વિચારધારા ધરાવતા માનવતાવાદી વ્યક્તિત્વો પોતાની આગવી સુઝ અને સમઝણથી હોળી જેવા તહેવારોની ખુશીમાં માનવતાની મહેક ઉમેરી તેને વિશેષ આનંદમય બનાવી દે છે. આવુ જ કંઈક વડોદરાના સિટી પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. ના માર્ગદર્શનમાં જોવા મળ્યુ હતુ.
Happy Holi : પ્રજ્ઞાચક્ષુ, ગરીબ અને વંચિત બાળકોના જીવનમાં નવા રંગ
Happy Holi : પો.ઈન્સ. કે. એન.લાઠીયાના નવતર વિચાર સાથે પોલીસની શી-ટીમે સિટી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ગરીબ બાળકો સાથે અને લાઇન્સ અંધ કન્યા શાળાની બાળકીઓ સાથે હોળીના રંગોત્સવની ઉજવણી કરી પ્રજ્ઞાચક્ષુ, ગરીબ અને વંચિત બાળકોના જીવનમાં નવા રંગો પુરવાની માનવતાવાદી પહેલ કરી છે.
Happy Holi : પ્રાસંગિક તસ્વીરો
આ પ્રસંગની તસ્વિરોમાં બાળકોના ચહેરા પરની અમુલ્ય ખુશી અને ઉલ્લાસ ઉડીને આંખે વળગે છે. શોષિત, વંચિત અને અછતમાં ઉછરેલા બાળકો માટે સમાજને હજી ઘણા કે.એન. લાઠીયાની જરુર છે.
Happy Holi : પ્રેરણારુપ પહેલ
વડોદરા પોલીસની આ પહેલ જરુરીયાતમંદ બળાકોના જીવનમાં હર્ષ, આનંદ કે ઉલ્લાસની સહિત જીવન જીવવાની નવી આશાનું કિરણ પેદા કરવા સાથે અન્ય લોકો માટે આવા ઉત્કૃષ્ઠ કાર્યો કરવા અંગેની પ્રેરણા પણ બનશે.
Happy Holi : પોલીસ અને પ્રજા વચ્ચે વિશ્વાસ
સમાજનને કંટ્રોલ કરતા તમામ વિભાગોમાં બદીઓ રહેલી છે ત્યારે પોલીસની છબીને ખોટી રીતે ચીતરવી એ એક ફેશન બની ગઈ છે. સમાજને નિયંત્રિત કરતા દરેક ઈદારાઓ વધતે ઓછે અંશે બદીઓ ધરાવે જ છે. પરંતુ પોલીસનો પ્રજા સાથે સીધો સંપર્ક વધારે હોવાને લઈને પોલીસ અને પ્રજા વચ્ચે ક્યારેક અવિશ્વસનિયતા પેદા થયેલી હોવાના દાખલા સામે આવે છે.
આ પણ જુઓ
Vadodara Murder : હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચ
જોકે પોલીસ પર પ્રજાનો વિશ્વાસ આજે પણ અતુટ છે અને એટલે જ કુદરતી આફતોથી લઈને તમામ મુશ્કેલીઓમાં પ્રજા સૌ-પ્રથમ પોલીસને જ યાદ કરે છે. ત્યારે પો.ઈન્સ. કે.એન. લાઠીયા દ્વારા કરાયોલી આ નવતર માનવીય પહેલ પોલસ અને પ્રજા વ્ચ્ચેના વિશ્વાસમાં નિશ્ચિતપણે વધારો કરશે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા