29.7 C
Ahmedabad
August 6, 2025
NEWSPANE24
Gujarat News

Corona : ગુજરાતમાં નવા 8,934 કેસ : 34 ના મોત

corona SOP
SHARE STORY

corona awareness

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં વધારો નોંધાતા 8,934 કેસ નવા નોંધાયા છે. જ્યારે મૃત્યુની સંખ્યામાં ઘટાડો જોવા મળતા 34 લોકોના મોત થયા છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 7% જેટલો વધારો થતા કાલના 8,338 ની સરખામણીમાં આજે 8,934 કેસ નવા સામે આવ્યા છે.

corona SOP

અમદાવાદ કર્પોરેેશનમાં સૌથી વધુ 3,309 કોરોનાના કેસ

ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ 3,309 અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 1,512, રાજકોટ કોર્પોરેશનમાં 320, સુરત કોર્પોરેશનમાં 265, વડોદરામાં 409, સુરત જીલ્લામાં 248, કચ્છમાં 224, આણંદમાં 142, ભરુચમાં 222, મહેસાણામાં 227, ગાંધીનગર કોર્પોરેશનમાં 279, જામનગર કોર્પોરેશનમાં 81 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 97 કેસ નોંધાયા છે.

Corona

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 69,187 : સાજા થવાનો દર 93.23%

આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 69,187 પર પહોંચી છે, જેમાં 246 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 68,941 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 10,98,199 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,545 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી ઉપર આવી જતા હાલ 93.23% છે.

Corona

કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો

કોરોના સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.

corona awareness

કોરોના અંગે જીલ્લાવાર આંકડા

Corona numbers 2 February

તાજા સમાચાર

આજે કુલ 2,73,065 લોકોનું રસીકર(Vaccination)

corona vaccination 2 February

રાજ્યમાં આજે કુલ 2,73,065 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,86,55,466 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.

આ પણ જુઓ

Khijariya Wildlife Sanctuary : જામનગરના ખીજડીયા વન્યજીવ અભયારણ્યને રામસર સાઈટનો દરજ્જો મળ્યો


SHARE STORY

Related posts

Corona કેસોમાં વધારો : ગુજરાતમાં આજે 16,608 નવા કેસ : 28 ના મોત

SAHAJANAND

E Vehicle : મુખ્યમંત્રીનો ઇ-વ્હિકલ ક્ષેત્રોના ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ સાથે સંવાદ

SAHAJANAND

ગુજરાતમાં કોરોના(Corona)ની છલાંગ : છેલ્લા 24 ક્લાકમાં 20,000થી વધુ નવા કેસ નોંધાયા : 12 ના મોત

SAHAJANAND

Elon Musk : વર્ષ 2022માં Technology ની દુનિયામાં મોટી ડિલ : Twitter ના નવા માલીક બન્યા

Newspane24.com

Leave a Comment