19 C
Ahmedabad
February 12, 2025
NEWSPANE24
News Gujarat

Offline teaching : રાજ્યભરમા આવતીકાલ 22મી નવે.થી ધો.1 થી 5 ના વર્ગોનુ ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ

SHARE STORY

Offline teaching : રાજ્યભરમા આવતીકાલ 22મી નવે.થી ધો. 1 થી 5 ના વર્ગોનુ ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે.

સુરત ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં શિક્ષણમંત્રીની જાહેરાત કોરોના સંક્રમણમાં થઈ સતત રહેલા ઘટાડાને ધ્યાને લેતાં શિક્ષણકાર્ય માટે વર્તમાન માહોલ અનુકુળ

Offline teaching

કોરોના અંગેના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવશે

જે કોઈ વાલીઓ દ્વારા મજુરી આપાશે એમના જ બાળકોને શાળામાં શિક્ષણ આપવામાં આવશે

શાળા સંચાલકોએ અને સરકારી શાળાઓમા આચાર્ય દ્વારા સેનેટાઈઝેશન સાથેની જરૂરી વ્યવસ્થા સાથે તકેદારી રાખવાની રહેશે

Offline teaching : છેલ્લા બે વર્ષથી બંધ રહેલી પ્રાથમિક શાળાઓમાં બાળકો પાછા ફરશે

સરકારે પ્રાથમિક શાળાઓના બાળકોના શિક્ષણ માટે મહત્વનો નિર્ણય કરતા ૨૨ નવે.થી સમગ્ર રાજ્યમાં સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓના ધો. 1 થી 5 ના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય-ઓફલાઈન વર્ગો(Offline teaching) શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Offline teaching
જીતુભાઇ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ

Offline teaching : રાજ્યભરમા આવતીકાલ 22મી નવે.થી ધો. 1 થી 5 ના વર્ગોનુ ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ સુરતના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ જાહેર કર્યુ છે કે, સરકારની અસરકારક કામગીરીને કારણે કોરોનાના સંક્રમણમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે. વિદ્યાર્થીઓનુ શિક્ષણ અવરોધાય નહી એ માટે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓના હિતમા તા.22મી નવે.થી શાળાઓમાં ધો.1 થી 5 ના વર્ગો ફરીથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આંગણવાડી અને બાલમંદિરના બાળકોના પ્ત્યક્ષ શિક્ષણ અંગે નજીકના ભવિષ્યમાં નિર્ણય લેવાશે.

Offline teaching
જીતુભાઈ વાધાણી


Offline teaching : રાજ્યભરમા આવતીકાલ 22મી નવે.થી ધો. 1 થી 5 ના વર્ગોનુ ઓફલાઈન શૈક્ષણિક(Offline teaching) કાર્ય શરૂજીતુભાઇ વાઘાણીએ માહિતી જણાવ્યુ હતુ કે, શિક્ષણવિદ્દો, વિદ્યાર્થીઓની માંગને અને તાજેતરમાં કોરોના સંક્રમણમાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને શિક્ષણકાર્ય માટે હાલ સમય અનુકુળ હોવાનું જણાઈ રહ્યુ છે. બાળકોના શિક્ષણમાં આવરોધ ન આવે અને ફરીથી શિક્ષણની ગાડી પાટા પર ચડે તે માટે મુખ્યમંત્રીની આગેવાની હેઠળ સરકાર સાથે સંપર્ક રાખી બાળકોના શિક્ષણને ફરીથી શરૂ નિર્ણય કરવાંમાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં કોરોના કેસોમાં સતત ઘટતા દિવાળી બાદ તા.૨૧મીથી શરૂ થઈ રહેલા નવા સત્રથી ધો. ૧ થી ૫ ના વર્ગો ફરીથી શરૂ કરાશે. બાળકોના શિક્ષણ અંગે લેવાઈ રહેલા આ પગલામાં શિક્ષણ વિભાગની સીધી નજર રાખવામાં આવશે.. નાનકડા બાળકોની કુમળી વયને નજર સમક્ષ રાખીને તમામ તકેદારીના પગલાંઓ સાથે શિક્ષણ કાર્યનો પ્રારંભ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત રહેશે નહીં.

તાજા સમાચાર

જે કોઈ વાલીઓની અનુમતી હશે તેમના બાળકોને જ શાળામાં હાજરી આપવાની રહેશે. આ દરમિયાન રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓએ નક્કી કરેલી SOPનું ફરજીયાત પાલન કરવાનું રહેશે. આ સાથે ખાનગી શાળાના સંચાલકો અને સરકારી શાળાઓમા આચાર્ય દ્વારા સેનેટાઈઝેશન સાથેની કોરોના અંગેની ગાઈડલાઈનનું પાલન કરવા જરૂરી વ્યવસ્થા ગોઠવવાની રહેશે. આ સાથે જીતુભાઈ વાધાણીએ કડક સુચના આપતા જણાવ્યુ હતુ કે FRC ના નિયમોનું પાલન કરવામાં ઢીલાશ કરતી શાળાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Offline teaching

આ પણ જુઓ

SOG Police : બંધુક સાથે શખ્સને ઝડપી લેતી Ahmedabad SOG


SHARE STORY

Related posts

International Women’s Day : મહિલાઓ નીતિ, નિષ્ઠા, નિર્ણાયકતા અને નેતૃત્વનું પ્રતિબિંબ : કય્છમાં પ્રધાનમંત્રીનું સેમિનારને સંબોધન

Newspane24.com

Alcohol party : બેઝમેન્ટમાં દારૂની મહેફીલ માણતા 6 નબીરાઓને ઝડપી લેતી લક્ષ્મીપુરા પોલીસ

SAHAJANAND

Gujarat Police : પોલીસ રાખશે શ્રમિકોના બાળકોની સારસંભાળ

Newspane24.com

Corona : ગુજરાતમાં આજે 11,974 નવા કેસ : મરણનો આંકડો વધ્યો : 33 ના મોત

SAHAJANAND

Leave a Comment