SOG Police : બંધુક સાથે શખ્સને ઝડપી લેતી Ahmedabad SOG
પોલીસને મળી માહિતી
પ્રાપ્ત થતી માહિતી અનુસાર અમદાવાદ ગ્રામ્યની(SOG Police) એસઓજી શાખાને માહિતી મળી હતી કે કોઈ શખ્સ બગોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે આવેલા કાચા રસ્તા પર જામગરી બંધુક સાથે હાજર છે.
આરોપીને હથિયાર સાથે ઝડપી લેવાયો
જેના આધારે પોલીસે અહીં તપાસ હાથ ધરી મૂળ સુરેન્દ્રનગરના અને હાલ રેથલ ગામની સીમમાં દંગામાં રહેતા નશીબ ઉર્ફે છેલો લતીફભાઈ લાકડને ઝડપી લીધો છે. અમદાવાદ ગ્રામ્યની એસઓજી શાખાએ આરોપી પાસેથી રુ. 5000ની કિંમતની જામગરી બંધુક કબજે કરી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આરોપીને બગોદરા પો.સ્ટેશનને સોંપી દીધો છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
SOG Police : કાર્યવાહી કરનાર અધિકારી-કર્મચારી
અમદાવાદ ગ્રામ્યની એસઓજી શાખા દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પો.ઈન્સ. ડી.બી. વાળા, પો.સબ.ઈન્સ. એમ.ડી. જયસ્વાલ, એએસઆઈ ભરતસિંહ ખુમાનસિંહ, હે.કો. મહેશભાઈ પરસોત્તમભાઈ, પો.કો. ઘનશ્યામસિંહ રામસિંહ અને સહદેવસિંહ રામસિંહ શામેલ રહ્યા હતા.
આ પણ જુઓ
stealing gang : સુરતમાં વાહનોમાં ચોરી કરતી આંતરરાજય(Interstate gang) ગેંગ ઝડપાઈ : 63 ગુના ઉકેલાયા