Narendra Modi : 56મી DGsP/IGsP કોન્ફરન્સ-2021માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા.
2021ના રોજ લખનૌ ખાતે 56મી DGsP/IGsP કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીએ 20-21 નવેમ્બરના રોજ હાજરી આપી હતી. આ કોન્ફરન્સમાં રાજ્યો/UTsના 62 DGsP/IGsP અને CAPFs/CPOsના DGs હાજર રહ્યા હતા. જેમાં સંમગ્ર દેશની IBની કચેરીઓમાંના કોન્ફરન્સમાં વિવિધ રેન્કના 400થી વધુ અધિકારીઓ વર્ચ્યુઅલ રીતે હાજર રહ્યા હતા.
Narendra Modi : કોન્ફરન્સમાં પ્રાધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક મૂલ્યવાન સૂચનો આપ્યા
આ પરિષદની વિવિધ ચર્ચાઓમાં ભાગ લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક મૂલ્યવાન સૂચનો આપ્યા. કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા અંગેના મુખ્ય પાસાઓ જેવાકે આતંકવાદ, સાયબર-ક્રાઇમ્સ, જેલ સુધારણા, એનજીઓનું વિદેશી ભંડોળ, ડાબેરી ઉગ્રવાદ, ડ્રોન સંબંધિત બાબતો, સરહદી ગામોનો વિકાસ સહિત નાર્કોટિક્સની હેરફેર જેવા મુખ્ય વિષયવસ્તુ પર ઝીણવટભરી ચર્ચા કરવા અંગે – DGP sના વિવિધ પ્રાકરની કોર કમિટીઓની રચના કરાઈ હતી.
ટેકનોલોજીથી દેશમાં પોલીસ વિભાગને નિશ્ચિતપણે લાભ મળશે : Narendra Modi
કોન્ફરન્સને સંબોધતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોલીસ સાથે સંકળાયેલી બાબતોનું વિશ્લેષણ કરી તેને સંસ્થાકીય શિક્ષણ પદ્ધતિ તરીકે વિકસાવવા પર ભાર મુક્યો હતો. પ્રધાનમંત્રીએ કોન્ફરન્સના હાઇબ્રિડ ફોર્મેટની પ્રશંસા કરતા જણાવ્યુ હતુ કે તે વિવિધ રેન્ક વચ્ચે મુક્ત પ્રવાહની માહિતીને મંજુરી આપે છે. પ્રધાનમંત્રીએ આંતર-સંચાલિત ટેકનોલોજીથી દેશમાં પોલીસ વિભાગને નિશ્ચિતપણે લાભ મળશે. તેમણે આ અંગે ગ્રાસ રૂટ પોલીસિંગ આવશ્યકતાઓ માટે ભવિષ્યની ટેકનોલોજીને આવકારવા કેન્દ્રીય ગૃહ પ્રધાનના વડપણ તળે ઉચ્ચ-શક્તિ પોલીસ તકનીકી મિશનની રચના કરવા સુચનો કર્યા હતા. પ્રધાનમંત્રીએ કોવિડ પછી સામાન્ય લોકો અને પોલીસની વર્તણૂંકમાં થયેલા હકારાત્મક ફેરફારને આવકાર્યો હતો. પ્રધાનમંત્રીએ ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ લોકહિતમાં કરવા અંગે સૂચન કર્યું હતું. દેશના પોલીસ વિભાગ દ્વારા સતત અનુભવાતા નિયમિત પડકારોને પહોંચી વળવા ઉચ્ચ લાયકાત ધરાવતા યુવાધનને સામેલ કરવા અંગે ભાર મુક્યો હતો.
Narendra Modi : નરેન્દ્ મોદીએ IBના કર્મચારીઓને ઉતક્રૃષ્ઠ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કર્યા હતા. ભારતમાં પ્રથમ વખત, પ્રધાનમંત્રીની સુચના અંતર્ગત દેશના વિવિધ રાજ્યોના IPS અધિકારીઓ દ્વારા સમકાલીન સુરક્ષાનામુદ્દાઓ પર વિસ્તૃત લેખો રજુ કરામાં આવ્યા હતા.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
પૂર્વે 19 નવેમ્બર, 2021ના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા કરાયેલા કોન્ફરન્સના ઉદ્ધાટનમાં તેમણે દેશના ત્રણ-શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનોને ટ્રોફી પ્રદાન કરવા સાથે તમામ ચર્ચામાં ભાગ લીધો હતો અને જરૂરી સુચને સહિત માર્ગદર્શન આપ્યુ હતુ.
આ પણ જુઓ
Corona SOP : રાત્રે 12.00 થી સવારના 5.00 કરફ્યુ