ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના(Corona) સંક્રમિતોની સંખ્યામાં સામાન્ય ઘટાડો જોવા મળતા આજે 11,974 કેસ નવા નોંધાયા છે. જ્યારે મૃત્યુની સંખ્યામાં વાધારો થતા કાલના 30 ની જગ્યાએ આજે 33 લોકના મોત થયા છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 1.29% જેટલો ઘટાડો થતા કાલના 12,131 ની સરખામણીમાં આજે 11,974 કેસ નવા સામે આવ્યા છે.
અમદાવાદ કર્પોરેેશનમાં સૌથી વધુ 3,990 કોરોનાના કેસ
ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસ 3,990 અમદાવાદ કોર્પોરેશન ખાતે નોંધાયા છે. ત્યારબાદ વડોદરા કોર્પોરેશનમાં 1,816, રાજકોટ કોર્પોરેશનમાં 716, સુરત કોર્પોરેશનમાં 511, વડોદરામાં 441, સુરત જીલ્લામાં 368, કચ્છમાં 263, આણંદમાં 151, ભરુચમાં 207, મહેસાણામાં 313, ગાંધીનગર કોર્પોરેશનમાં 326, જામનગર કોર્પોરેશનમાં 214 જ્યારે ભાવનગર કોર્પોરેશનમાં 203 કેસ નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કુલ કેસ 98,121 : સાજા થવાનો દર 90.53%
આ સાથે રાજ્ય(Gujarat)માં હાલ કોરોનાCorona)ના એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 98,121 પર પહોંચી છે, જેમાં 285 દર્દીઓ વેન્ટિલેટર(Ventilator) પર, જ્યારે સ્ટેબલ અવસ્થામાં 97,736 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 10,36,156 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,408 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 90થી ઉપર આવી જતા હાલ 90.53% છે.
કોરોનાને નાથવા સાવચેતી રાખી આપનું અને આપના પરિવારનુ રક્ષણ કરો
કોરોના સંક્રમણથી પોતાને અને પોતાના પરિવારને બચાવવા માસ્ક અચૂક પહોરો, સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરો, વારંવાર સાબુતી હાથ ધોવાનું રાખો, છીંક કે ઉધરસ ખાતી વખતે આપના નાક-મોઢાને કવર કરી ઢાંકવાની ટેવ પાડો, વારંવાર તમારી આંખને સ્પર્ષ કરવાથી બચો અને જરુરી ન હોય તો ધરની બહાર નીકળવાનું ટાળો. આપ સુરક્ષિત રહેશો તો આપનું પરિવાર સુરક્ષિત રહેશે, પરિવાર સુરક્ષિત રહેશે તો મહોલ્લો, શેરી કે સોસાયટી સુરક્ષિત રહેશે, સોસાયટી સુરક્ષિત રહેશે તો ગામ, જીલ્લો અને રાજ્ય સહિત દેશ સુરક્ષિત રહેશે. કોરોના સામે લડવા દેશની સુરક્ષા માટે આગળ આવો, જાગૃત રહો અને જાગૃતિ ફેલાવો.
કોરોના અંગે જીલ્લાવાર આંકડા
તાજા સમાચાર
આજે કુલ 2,13,681 લોકોનું રસીકર(Vaccination)
રાજ્યમાં આજે કુલ 2,13,681 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,75,98,722 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.
આ પણ જુઓ
Surat પોલીસે અપહરણ થયેલ બે વર્ષના બાળકને 72 કલાકમાં આવી રીતે શોધ્યો