Signal School : “સિગ્નલ સ્કુલ” પ્રોજેક્ટ ગુજરાત સરકાર, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી અને અ.મ્યુ.કો.ના સ્કૂલ બોર્ડના સંયુક્ત પ્રયાસથી દરિદ્ર બાળકોને શિક્ષણની સુવિધા આપવા સકારાત્મક પગલુ.
Signal School : ‘ભિક્ષા નહીં – શિક્ષા’ મંત્ર સાથે “સિગ્નલ સ્કૂલ” પ્રોજેક્ટને ફ્લેગ ઓફ
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે ગુજરાત સરકાર, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરીટી અને અમદાવાદ માહનગરપાલિકાના મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સહિયારા પ્રયાસોથી શીક્ષા-દિક્ષાથી વંચિત રહેતા સમાજના દરિદ્ર ભિક્ષાવૃત્તિ કરતા બાળકો માટે ‘ભિક્ષા નહીં – શિક્ષા’ મંત્ર સાથે “સિગ્નલ સ્કૂલ” પ્રોજેક્ટને ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરાવ્યો હતો.
Signal School : ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષાવૃત્તિ કરતા દરિદ્ર બાળકોને શિક્ષણ
આ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભુપેનદ્ર પટેલે જણાવ્યુ હતુ કે આ પ્રોજેક્ટ શિક્ષણથી વંચિત રહેલા, રેલ્વે-બસ મથકો કે અન્ય સ્થળો પર ખુલ્લામાં સમય વેડફતા બાળકો, ટ્રાફિક સિગ્નલ પર ભિક્ષાવૃત્તિ કરતા દરિદ્ર બાળકોને દત્તક લઈ તેના શિક્ષણની જવાબદારી ઉપાડવા સાથે એક લાગણીશીલ અને પ્રેરક અભિગમ પ્રસ્તુત કરશે.
Signal School : બસોમાં એલસીડી, સીસીટીવી, વાઈ-ફાઈ અને શુદ્ધ પીવાના પાણી સહિત મીની પંખાની સુવિધા
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બાળકો માટે તૈયાર કરેલી બસોનું નિરીક્ષણ કરી તેમાં રહેલી સુવીધાઓ અંગે આશ્વસ્થ થયા હતા. સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર કરવામાં આવેલી સ્પેશ્યલ પ્રકારની બસો શહેરના વિવિધ વિસ્તારોમાં સવારે અને સાંજે સિગ્નલ સ્કૂલ દ્વારા બાળકોને શિક્ષણ આપશે. સિગ્નલ સ્કૂલની બસોમાં તમામ જરુરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં બ્લેકબોર્ડ, એલસીડી ટીવી, શિક્ષક માટે ખુરશી-ટેબલ, સીસીટીવી, વાઈ-ફાઈ અને શુદ્ધ પીવાના પાણી સહિત મીની પંખાની પણ સુવિધા છે.
Signal School : દરિદ્ર બાળકોનને મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ
મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે દરિદ્ર બાળકોનને મુખ્યધારામાં લાવવાના પ્રયાસરુપ આ પ્રોજેક્ટ માત્ર અમદવાદ મહાનગર સુધી સીમિત નહીં રહે, સમાજની સામુહિક જવાબદારી સમા આ પ્રોજેક્ટને વ્યાપક સ્તરે સમગ્ર રાજ્યમાં લઈ જઈ શિક્ષા-દિક્ષાથી વંચિત બાળકોને શિક્ષણ પુરુ પાડવાનો પ્રયાસ કરવામાં આવશે.
Signal School : મધ્યાહ્ન ભોજન સહિત બાળકોની તબીબી તપાસ
આ પ્રોજેક્ટ અંતર્ગત અભ્યાસ કરતા બાળકોની શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત તબીબી તપાસ કરવામાં આવશે ઉપરાંત મ્યુનિસિપલ સ્કૂલોમાં અપાતી મધ્યાહ્ન ભોજન સહિતની અન્ય સુવિધાઓ પણ આપવામાં આવશે. આ સાથે બાળકોને એક વર્ષના સમયગાળા બાદ નજીકમાં આવેલી શાળામાં મુખ્ય પ્રવાહમાં આવરી લેવામાં આવશે.
Signal School : વડી અદાલતના મુખ્ય ન્યાયાધિશ જસ્ટિસ અરવિંદકુમારની પ્રેરણા
આ પ્રસંગે શિક્ષણમંત્રી જીતુભાઈ વાધાણીએ જણાવ્યુ હતુ કે રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધિશ જસ્ટિસ અરવિંદકુમારના માર્ગદર્શન અને પ્રેરણાથી શરુ કરવામાં આવેલ આ પ્રેજક્ટ માત્ર ગુજરાત જ નહીં દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણા સ્વરુપ બનશે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે રાજ્યના આંતરિયાળ છેવાડાના વિસ્તારો સુધી શિક્ષણની સુવિધા પહોંચાડવા અને આવા જરુરીયતમંદ બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દિશા-નિર્દેશમાં સફળ પગલા લેવાઈ રહ્યા છે જેથી શિક્ષણ સંસ્કાર આપવા માટે બાળક દત્તક લેવાના મુખ્યમંત્રીના આ પ્રયાસોને શક્તિ મળશે.
Signal School : વડી અદાલતના મુખ્ય ન્યાયાધિશ જસ્ટિસ અરવિંદકુમારની પ્રેરણા
અમદાવાદ શહેરના દરિદ્ર બાળકોના શિક્ષણ થકી ઉત્થાન અને મુખ્યધારામાં શામેલ કરવાના પ્રયાસરુપે શરુ કરાયેલા આ પ્રોજેકટના ફ્લેગ ઓફ પ્રસંગે સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાના જસ્ટિસ એમ.આર. શાહે ગુજરાત સરકારના કેરિંગ અને શેરિંગના નવતર અભિગમને બીરદાવતા જણાવ્યુ હતુ કે આ નવતર અભિગમ દ્વારા સમાજ પ્રત્યેનું ઋણ ચુકવાઈ રહ્યુ છે. સિગ્નલ પર ભીખ માંગતા દરિદ્ર બાળકોને જો આ પ્રકારે શિક્ષણ પૂરું પાડવામાં આવશે તો તેવા બાળકોને ભવિષ્યમાં આગળ આવવાની સારી એવી તકો મળશે જેનાથી દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનશે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
આ પ્રેજેક્ટના પ્રારંભ વેળાએ સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર.શાહ તથા બેલાબહેન ત્રિવેદી, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદકુમાર, વરિષ્ઠ ન્યાયાધિશ આર.એન.છાયા, એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી, મનિષાબેન તથા કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને અમદાવાદના મેયર કિરીટભાઈ સહિત અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના વંચિત અને દરિદ્ર વર્ગના બાળકોને સમાજની મુખ્યધારા સુધી પહોંચાડી શકવાની ક્ષમતા ધરાતા આવા નવતર પ્રયોગો સરકારની સંવેદનશીલતા અને પાયાના સમાજિક સુધાર તરફની ઈચ્છા શક્તિ દર્શાવે છે. આ પ્રયોગ શક્ય તેટલી ઝડપથી રાજ્યના અન્ય શહેરો અને ગામડે-ગામડે વહેલામાં વહેલી તકે પહોંચે તે સુનિશ્ચિત કરવુ જોઈએ. આ પ્રયોગ દ્વારા શિક્ષીત થતા નબળાવર્ગના દરિદ્ર બાળકો નિશ્ચિતપણે રાષ્ટ્રનિર્માણમાં પોતાના યોગદાન થકી ઉત્થાનના નવા આયામોની રચના કરશે.
આ પણ જુઓ
Lata Mangeshkar : અવિસ્મરણીય લતા મંગેશકર