salman khan : સેલીબ્રીટી અને ગાંધીચરખો વાત થોડી વિરોધાભાષી લાગે છે.
salman khan : ગાંધીજી અહિંસક, શાકાહારી, નશામુક્ત, સત્યનિષ્ઠ અને પ્રાણીમાત્ર પ્રત્યે સંવેદનશિલ સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમણે તેમના અંતરાત્મા સાથે જોડાયેલી સાદગીને જીવી જે અન્યો માટે દાખલારૂપ બની. અમદાવાદમાં આવેલ સાબરમતી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતુ, જેને ગાંધીઆશ્રમ, હરીજનઆશ્રમ કે સત્યાગ્ર આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે અને જ્યાંથી તેમણે આઝાદીના આંદોલનનો પ્રારંભ કર્યો હતો.
salman khan : ગાંધીજી પોતાના જીવન થકી સંદેશ આપતા હતા
ગાંધીજી પોતાના જીવન થકી સંદેશ આપતા હતા. ચરખો ચલાવી ખાદીનું કાપડ બનાવવા પાછળ તેમની મૂળ ભાવના એ હતી કે જે તે વખતે આપણા દેશમાં કાપડનું ઉત્પાદન ઘણું ઓછુ હતુ અને દેશના ધણા લોકો સંપૂર્ણ વસ્ત્રો ધારણ કરવા અક્ષમ હતા, એટલે તેઓ ચરખો ચલાવીને પોતાના શરીર પુરતા કપડા બનાવી એ સંદેશ આપવા માંગતા હતા કે ભારતનો નાગરિક જો પોતે ચરખો ચલાવી પોતાની ઉપયોગીતા અનુસાર કાપડનું નિર્માણ કરશે તો દેશના ગરીબ નાગરિકોનું તન ઉધાડુ નહીં રહે.
salman khan : સેલીબ્રીટી જ્યારે ચરખો ચલાવવા આવે ત્યારે મીડિયાને અનિવાર્યપણે સાથે રાખી
salman khan : તાજેતરમાં સલમાન ખાન અમદાવાદના સાબરમતી ખાતે આવેલા ગાંધી આશ્રમમાં ગાંધીજીનો ચરખો ચલાવતા જોવા મળ્યો. હો હા ને દેકારા સાથે લોકોનું ટોળુ આસપાસ વિંટળાયેલુ રહ્યુ. ચંચળ માનસપટ પર એક સવાલ ઝબકારો મારે છે કે શું સલમાનને ચરખો ચલાવવાની ઈચ્છા થઈ હશે ખરી…? શું કોઈ નેતા કે સેલીબ્રીટીને હાલની પરિસ્થિતિમાં ચરખો ચલાવવાની દાનત હશે ખરી.. ?
સલમાન કે બીજુ કોઈ પણ ઘરે ચરખો ચલાવે એમાં કશું નવુ નથી કે કોઈને વાંધો પણ ન હોય. પરંતુ જ્યારે કોઈ પણ સેલીબ્રીટી કે નેતા ગાંધી આશ્રમમાં જઈને ચરખો ચલાવે ત્યારે એક પ્રશ્ન ઉદ્ભવે છે કે ચરખો ચલાવીને તેઓ સાબિત શું કરવા માંગે છે.. ? અથવા તો એવી કઈ પ્રેરણા છે કે જેને લઈને તેઓ ગાંધી આશ્રમમાં આવીને ચરખો ચલાવે છે.. ? વળી લગભગ દરેક નેતા અને સેલીબ્રીટી જ્યારે ચરખો ચલાવવા આવે ત્યારે એક વાત બધામાં સામાન્ય હોય છે અને તે એ કે તેઓ ચરખો ચલાવવા જાય ત્યારે મીડિયાને અનિવાર્યપણે સાથે રાખી એ સુનિશ્ચિત કરે છે કે તેમણે ચરખો ચલાવી ચરખાવૃત્તી કરી એ વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચે.
salman khan : આ પ્રકારની ચરખાવૃત્તિ ફિલ્મ સાથે સંકળાયેલી સેલીબ્રીટીઓમાં ત્યારે જ જોવા મળે છે કે જ્યારે તેમની કોઈ ફિલ્મ રીલીઝ થવાની હોય, અથવા તો કોઈ પ્રોગ્રામ સપાટી પર આવવાનો હોય. કલા સાથે સંકળાયેલા બેનમુન કલાકારોની ચરખાવૃત્તી ત્યારે બહાર આવે છે જ્યારે તેમની કલાના કોઈપણ પ્રકારના પ્રદર્શનનું આયોજન હોય. સાહિત્ય સાથે સંકળાયેલા એવોર્ડ વીનર લેખકોની ચરખાવૃત્તી ત્યારે આળસ મરડીને જાગે છે જ્યારે તેમનું કોઈ પુસ્તક પ્રકાશિત થવાનું હોય. નેતાઓની ચરખાવૃત્તી બહુધા ચૂંટણી ટાણે દરમાંથી બહાર આવતી હોય છે. દરેક સેલીબ્રીટી આવુ કરતી હોય એ જરૂરી નથી પરંતુ મોટા ભાગે આ અવલોકન સાચુ ઠરે છે. સેલીબ્રીટીઓનું આવું કરવા પાછળનું કારણ શું હોઈ શકે… ?
salman khan : કારણ બહુ સામાન્ય અને તરત જ સમજી સકાય એવુ છે. જ્યાં સુધી આપણે તેમના આવા આડંબરોને પોષતા રહીશું ત્યાં સુધી તેઓ મોકળા મને આવુ કરતા જ રહેશે. જ્યાં સુધી આપણે તેમને ચરખાવૃત્તી કરતા જોઈને તાળીઓ પાડી વધાવતા રહીશું ત્યાં સુધી તેમને આવુ કરવાની પ્રેરણા મળતી રહેશે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
salman khan : જે દિવસથી આપણે ભ્રામક ચરખાવૃત્તિને પોષવાનું બંધ કરી દઈશું તે દિવસથી ગાંધીજીનો ચરખો સુનો પડી જશે
salman khan : જે દિવસથી આપણે તેમની ભ્રામક ચરખાવૃત્તિને બિરદાવવાનું પોષવાનું બંધ કરી દઈશું તે દિવસથી ગાંધીજીનો ચરખો સુનો પડી જશે. ગાંધીજીમાં રહેલી એક પણ ભાવના વિના હિંસા, માસાહાર, નશો, વ્યભિચાર, લોભ, સંગ્રહવૃત્તિમાં ડુબેલા અને સતત વૈભવનો દેખાડો કરતા આ પ્રકારના સેલીબ્રીટી અને નેતાઓ ગાંધી ચરખાનો ઉપયોગ આપણા પર ચરખો ચલાવવા કરે છે એ વાતને સમજવી પડશે.
salman khan : હા જે લોકો આજે પણ પોતાના ઘરમાં ચરખો રાખી ગાંધીજીની મૂળ ભાવના સાથે કોઈપણ પ્રકારનો દેખાડો કર્યા વિના ચરખો ચલાવે છે તેમને નમન છે. જો કે અહીં મહત્વનો સવાલ છે કે 140 કરોડ લોકોમાં આવા કેટલા લોકો હોઈ શકે..?
આ પણ જુઓ
Lata Mangeshkar : અવિસ્મરણીય લતા મંગેશકર