Vadodara Murder : વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચે ટેકનીકલ સર્વેલન્સના આધારે ગણતરીના કલાકોમાં હત્યાના આરોપીને ઝડપી લીધો છે.

Vadodara Murder : પિતાએ ફરિયાદ નોંધાવી
વડોદરા શહેરાના હરણી પોલીસ સ્ટેશન ખાતે 8 માર્ચના રોજ ખોડિયારનગર ખાતે રહેતા કમલેશભાઈ રાધેશ્યામભાઈ રાજપુતે ફરિયાદ નોંધાવી હતી કે તેમનો દિકરો સુધીર ઉર્ફે ટુમટુમ પાણીપુરીની લારી ચલાવે છે. સુધીર 7 માર્ચના દિવસે રાત્રે 9.30 વાગે ધરેથી ચીકન ખાવા જવાનું કહીને નીકળ્યો હતો.
ચીકન ખાવાનું કહીને ઘરેથી નીકળેલ સુધીર પરત ન ફરતા પિતા કમલેશભાઈએ આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. દરમ્યાન તેમનો પુત્ર મૃત હાલતમાં બહ્માનગર રોડ પાસે મળી આવતા તેમણે પોલીસને જાણ કરી હતી.
Vadodara Murder : તિક્ષણ હથિયારથી હત્યા
પોલીસે તાત્કાલિક ઘટનાસ્થેળે પહોંચીને તપાસ હાથ ધરતા સુધીરને છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારના ધા મારેલા હતા અને તે લોહી-લુહામ હાલતમાં બ્રહ્માનગર પાસે પડ્યો હતો.
Vadodara Murder : ઘટનાની ગંભીરતાને પગલે ક્રાઈમબ્રાંચ હરકતમાં આવી

ઘટનાની જાણકારી મળતા ક્રાઈમબ્રાંચના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાંચના ડીસીપી જયદિપસિંહ જાડેજા અને એસીપી ડી.એસ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પો.ઈન્સ. આર.એ. જાડેજાએ અલગ-અલગ ટીમો બનાવી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
Vadodara Murder : ટેકનીકલ સર્વેલન્સની મદદથી પોલીસ આરોપી સુધી પહોંચી
પોલીસે હ્યુમન રીસોર્સિસ અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી ઝીણવટભરી તપાસ બાદ ભાગી જવાની ફિરાકમાં રહેલા ખોડિયારનગર વડોદરા ખાતે રહેતા આરોપી રોશન શંકરલાલ લોહાણા(20)ને ઝડપી લીધો હતો.
Vadodara Murder : લારીવાળા સાથે ઝઘડો
આરોપીની પુછપરછમાં જાણવા મળ્યુ હતુ કે 7 માર્ચની રાત્રે આરોપીને લારી પર વેપાર કરતા ખેમચંદ તેજમલ ખેમચંદાણી સાથે ઝધડો થયો હતો. જેથી ખેમચંદે પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આરોપી અને ખેમચંદને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં બંન્ને વચ્ચે સમાધાન થયુ હતુ.
Vadodara Murder : ઉશ્કેરાટમાં કરી હત્યા

બાદમાં આરોપી રોશન બહ્માનગર રોડ પર આવતા આરોપીની દાદાગીરીના કારણે ગોવિંદ ભારવાડ નામના યુવકે માર મારતા ઉશ્કેરાયેલો રોશન ઘરે જઈ છરી લઈને પાછો આવ્યો હતો અને ગુસ્સામાં ઘટનાસ્થળે હાજર સુધીરને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ પણ જુઓ
Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ
વધુ તપાસ કરતા પોલીસને જાણવા મળ્યુ હતુ કે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોઈ આગાઉ પણ હરણી પોલીસ સ્ટેશનમાં નાગરિકોના હાથમાંથી મોબાઈલ ફોનની ચીલઝડપના બે ગુનામાં પકડાઈ ચુક્યો છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
