Vadodara Jugar : નવાપુરા પોલીસે વડોદરામાં જુગાર રમતા 17 શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી રુ. 1.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડોદરા શહેર પો.કમિશ્નર શમશેરસિંઘની અને મદદનીશ પો. કમિશ્નર સી-ડીવીઝન મેધા તેવરની દારુ-જુગારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સુચના અંતર્ગત નવાપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એસ.આર. વેકરીયાઓ કામગીરી હાથ ધરી હતી.

Vadodara Jugar : નવાપુરા પોલીસને મહિતી મળી
નવાપુરા પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન માહિતી મળી હતી કે નાવપુર મહેબુબાપુરા ખાતે આવેલી નવી મસ્જિદ પાસેના એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે.
Vadodara Jugar : જુગારધામાં 17 શખ્સો ઝડપાયા
માહિતીને આધારે પોલીસે અહીં ચાલતા જુગારધામ પર દરોડો પાડી મકાના ઉપરના માળે જુગાર રમતા 17 શખ્સોની ઝડપી લીધા હતા.
Vadodara Jugar : આરોપીઓ પાસેથી રુ. 1,75,020નો મુદ્દામાલ કબજે
પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રુ. 1,11,020, રુ. 64,000ની કિંમતના 11 મોબાઈલ અને જુગાર રમવાનો સામાન મળી કુલ રુ. 1,75,020નો મુદ્દામાલ કબજે કર્યો છે.

તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
Vadodara Jugar : આરોપીઓ

આરોપીઓમાં વડોદરાના મહેબુબાપુરા ખાતે રહેતા ઈકબાલમિંયા અહમદમિંયા શેખ, યુસુફખાન ઈબ્રાહીમખાન પઠાણ, અસલમ અબ્દુલ રઉફખાન પઠાણ, નુરમોહંમદ ઉર્ફે અલ્લારખા બસીરમોહંમદ શેખ, યુનુસ સાબીર શેખ, અસગરમિંયા હૈદરમિંયા શેખ, મોહસીં.અબ્દુલકદીર શેખ, અબ્દુલવહીદ અબ્દુલસમદ શેખ આસીફહુસેન ફિરાજહુસેન સૈયદ, અમીરહુસૈન ઉર્ફે અમો બાબુભાઈ ખલિફા, જાહીરુદ્દીન અમીરઉદ્દીન શેખ, મોહંમ્મદ અલ્તાફ રફીક શેખ, સાહીદખાન અનવરખાન પઠાણ, અબ્દુલહમીદ અબ્દુલસમદ શેખ, અસરફખાન યુસુફખાન પઠાણ, ઈસ્માઈલ અબ્દુલરહીમ શેખ અને અબ્દુલહુસૈન અબ્દુલહમીદ શેખનો શમાવેશ થાય છે.

આ પણ જુઓ
Fire at Bhajiya House : ખોખરા રાયપુર ભજિયા હાઉસમાં આગ : જુઓ વીડિયો