અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે જુહાપુરામાંથી 6 પિસ્ટલ અને 526 કાર્ટીઝ સાથે ગુનાહિત ઈતિહાસ ધરાવતા 3 શખ્સોને ઝડપી લીધા છે.

Crime Branch : ક્રાઈમ બ્રાંચે જુહાપુરાના મકાનમાંથી આરોપીને ઝડપી લીધો
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાંચના પો.ઈન્સ. પી.બી. દેસાઈ, પો.સ.ઈ. આઈ.એસ. રબારી અને તેમની ટીમે માહિતીને આધારે જુહાપુરાના સમા સોસ્યાટી પાસે આવેલા મોઈન પાર્ક ખાતે આવેલા મકાનમાંથી મૂળ ઉત્તરપ્રદેશ બદાયુ જીલ્લાના મોહમદ સાજીદ ઉર્ફે લાલો મોહમદ અસલમ શેખ(34)ને દેશી હાથ બનાવટની 4 પિસ્ટલ અને 21 બોક્સ(420 નંગ) તથા છુટક 96 કાર્ટીઝ સાથે ઝડપી લીધો છે.

Crime Branch : આરોપીની કબુલાત
આરોપીએ પુછપરછમાં જણાવ્યુ હતુ કે પોતે અગાઉ ખુન, દુષ્પ્રેરણ અને હથિયાર સંબંધી ગંભીર પ્રકારના ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે. આ હથિયારો તેણે મધ્યપ્રદેશના ભોપાલ ખાતે રહેતા પોતાના મિત્રો ફરીદ દિલાવરભાઈ અજમેરી અને હૈદર પઠાણ પાસેથી મંગાવ્યા છે. આ બંન્ને ચારેક માસ પહેલા અમદાવાદ ખાતે આવી હથિયારો વેચી ગયા છે. તેમણે સરખેજના ઈદરીશ ઉર્ફે ઈદુ અને વેજલપુરના મોહમદ મહેબુબ ઉર્ફે આરીફ શેખને હથિયારો આપ્યા છે.
આ સાથે આરોપીએ પોતે અગાઉ સાબરમતી સેન્ટ્રલ જેલમાં હતો ત્યારે રાજકોટ અને બોટાદ વિસ્તારના કેદીઓ સાથે થયેલી ઓળખાણને લઈને બાકીના હથિયારો તેમને વેચવાનો હોવાની કબુલાત પણ કરી છે.

Crime Branch : આરોપી પાસેથી મળેલી માહિતીને આધારે અન્ય 2 આરોપીઓ ઝડપાયા
આરોપી પાસેથી મળેલી માહિતીને પગલે પોલીસે તુરત જ એકશનમાં આવી એકતા મેદાન રોડ વેજલપુર ખાતે રહેતા મોહમદ મહેબુબ ઉર્ફે આરીફ ગુલામહૈદર શેખ(44)ને 1 પિસ્ટલ અને 4 કાર્ટીઝ સાથે જ્યારે અંબર ટાવર સામે ફતેવાડી ખાતે રહેતા મોહમદ ઈદરીશ ઉર્ફે ઈદુ અબ્દુલહમીદ શેખ(36)ને 1 પિસ્ટલ અને 6 કાર્ટીઝ સાથે ઝડપી લીધા હતા.

Crime Branch : 6 પિસ્ટલ અને 526 કાર્ટીઝ સહિત કુલ રુ. 2,23,800નો મુદ્દામલ કબજે
પોલીસે આરોપીઓ પાસેથી કુલ 6 દેશી પિસ્ટલ, 526 કાર્ટીઝ,2 મોબાઈલ અને 12,500 રુ. રોકડા મળી કુલ રુ. 2,23,800નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Crime Branch : આરોપી આરોપી મોહમદ સાજીદ ઉર્ફે લાલાનો ગુનાહિત ઈતિહાસ
આરોપી મોહમદ સાજીદ ઉર્ફે લાલો અગાઉ વર્ષ-2011માં વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે આરટીઆઈ એક્ટીવીસ્ટની હત્યાના ગુનામાં, ત્રણેક વર્ષ પહેલા વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે દુષ્પ્રેરણના ગુનામાં, વર્ષ-2019માં એસઓજી ક્રાઈમ બ્રાન્ચમાં 1 પિસ્ટલ અને 1 ચમંચા સાથે હથિયારના કેસમાં, વર્ષ-2021માં ક્રાઈમ બ્રાન્ચમાં 3 પિસ્ટલ અને 23 કાર્ટીઝ સાથે હથિયારના કેસમાં અને કચ્છ-ભૂજ ખાતે પાલરા જેલમાં પાસા હેઠળ પકડાઈ ચુક્યો છે.
આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો
https://wa.me/message/COLLBENPMPDMJ1
Crime Branch : આરોપી આરોપી મોહમદ મહેબુબ ઉર્ફે આરીફનો ગુનાહિત ઈતિહાસ
આરોપી મોહમદ મહેબુબ ઉર્ફે આરીફ વર્ષ 2020-21માં વેજલપુર પોલીસ સ્ટેશનમાં મરામારી અને ધાક-ધમકીના 5 કેસોમાં, વર્ષ-2022માં વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે 151 ના કેસમાં અને વર્ષ-2014 થી 2017 સુધીમાં વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે મારામારીના 3 ગુનામાં પકડાઈ ચુક્યો છે.
આ પણ જુઓ
Ahmedabad Police : અઠંગ વાહનચોર કોન્ડોને ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ : 17 લાખના 26 વાહનો કબજે
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
Crime Branch : આરોપી આરોપી મોહમદ ઈદરીશ ઉર્ફે ઈદુનો ગુનાહિત ઈતિહાસ
આરોપી મોહમદ ઈદરીશ ઉર્ફે ઈદુ 3 વર્ષ પહેલા પાલડી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશના ગુનામાં અને 6 વર્ષ પહેલા દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે મરામારીના ગુનામાં પકડાઈ ચુક્યો છે.
