Vadodara Police : વડોદરા શહેર પીસીબીએ રુ. 16,33,200ની માતબર રકમનો દારુનો જથ્થો ઝડપી લઈ બિસ્નોઈ ગેંગ દ્વારા ચલાવાતા દારુની હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
શહેર પોલીસ કમિશ્નરને જાણકારી મળતા સુચના
Vadodara Police : વડોદરા શહેરમાં બિસ્નોઈ ગેંગ દ્વારા અલગ અલગ જગ્યાએ મકાનો અને ગોડાઉનો ભાડે રાખી વિદેશી દારુની મોટાપાયે હેરાફેરી થતી હોવાની માહિતી મળતા શહેર પોલીસ કમિશ્નર શમશેરસિંહ દ્વારા આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓને ડામા દેવા સુચના આપવામાં આવી હતી.
વડાદરા સહેર પીસીબીએ ટીમ સતર્ક કરી
Vadodara Police : પોલીસ કમિશ્નર દ્વારા અપાયેલી સુચના અંતર્ગત વડોદરા શહેર પીસીબી પો.ઈન્સ. જે.જે. પટેલે માજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં ભાગતા ફરતા મૂળ રાજસ્થાનના આરોપી ઘેવર મારવાડી અને તેની ગેંગના શખ્સોની માહિતી મેળવવા ટીમને સતર્ક કરી હતી.
પોલીસને માહિતી મળી

Vadodara Police : દરમ્યાન જે.જે. પટેલને પોલીસ સુત્રો દ્વારા મહિતી મળી હતી કે ધેવર મારવાડીએ ફરીથી માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીલ કેનાલ રોડ પર આવેલા પુષ્ટી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ દુકાન નં.-11 ભાડે રાખી વિદેશી દારુનો જથ્થો મંગાવી નાના વાહનો દ્વારા પોતના ગ્રાહકોને સપ્લાય કરી રહ્યો છે. હાલમાં આ જગ્યા પર દારુનો જથ્થો ભરેલો છે અને ગોડાઉનની બહાર એક સફેદ કલરની ટાટા ઈન્ટ્રા અને ટાટા એસમાં ભરીને દારુનો જથ્થો સપ્લાય થવાનો છે.
Vadodara Police : ઉપારાંત એ માહિતી પણ મળી હતી કે ધેવર મારવાડીએ પોતના રહેવા માટે આજવા રોડ પર પંચમ બ્લોસમ ફ્લેટમાં ક્યાંક ભાડેથી મકાન રાખ્યુ છે, જ્યારે તેના માણસોને રહેવા માટે ગોત્રી સેવાસી રોડ પર આવેલ ઓસીયા મોલના પાછળના ભાગે કોઈ મકાન ભાડેથી રાખ્યુ છે.
પોલીસે એક્સન પ્લાન બનાવી 4 આરોપીઓને રુ. 34,80,600ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
Vadodara Police : માહિતીને આધારે પોલીસે પોતાનો એક્શન પ્લાન તૈયાર કરતા માહિતી મુજબની જગ્યા અને મકારનો પર દરોડો પાડવા અલગ-અલગ ત્રણ ટીમો બનાવી હતી. પોલીસે બીલ કેનાલ ખાતે આવેલા પુષ્ટી એપાર્ટમેન્ટ પર દરોડો પાડી દુકાન-ગોડાઉન અને દારુનો જથ્થો ભરી સપ્લાય માટે રાખેલા બે વાહનોમાંથી વિદેશી દારુના મોટા જથ્થા સાથે, બીલ, ગોત્રી અને આજવા રોડ ખાતેથી બિસ્નોઈ ગેંગના ચાર શખ્સોને ઝડપી લીધા હતા.

આરોપીઓ પાસેથી પોલીસે કબજે કરેલ મુદ્દામાલ
- 750 મીલી વિદેશા દારુની રુ. 15,87,600ની કિંમતની 2,676 બોટલો
- 180 મીલી વિદેશી દારુની રુ. 9,600ની કિંમતની 96 બોટલો
- 500 મીલી બીયરના રુ. 36,000ની કિંમતના 360 ટીન
- રુ. 1,75,000ની કિંમતનો ટાટા સુપર એસ ટેમ્પો
- રુ. 3,00,000ની કિંમતનો ટાટા ઈન્ટ્રા ટેમ્પો
- રુ. 10,00,000ની કિમતની હ્યુન્ડાઈ આઈ-20 કાર
- રુ. 50,000ની કિંમતનું એક્ટિવા
- રુ. 50,000ની કિંમતનું હોન્ડા સાઈન મોટર સાયકલ
- રુ. 2,26,500ની કિંમતના 11 મોબાઈલ ફોન
- રુ. 2,000 ની કિંમતના બે વાઈ-ફાઈ ડોંગલ
- અલગ-અલગ કંપનીના 10 સિમકાર્ડ
- નકલી આધારકાર્ડ
- ભાડા કરારની નકલ
- કુલ રુ. 34,80,600નો મુદ્દામાલ

મૂળ જોલોર રાજસ્થાનના પકડાયેલા આરોપીઓ
- ધેવરચંદ ભગીરથરામ બિસ્નોઈ(23)
- નારાયણ ઉર્ફે નરેશ ભારમલજી બિસ્નોઈ
- દિનેશકુમાર વાગારામ બિસ્નોઈ(32)
- દિનેશકુમાર જયકિશન બિસ્નોઈ(28)
વોન્ટેડ આરોપીઓ
- પુનમારામ લાખારામ દેવાશી (જાલોર રાજસ્થાન)
- રામુ મોહનલાલ બિસ્નોઈ (જોલોર રાજસ્થાન)
- રાજુરામ બિસ્નોઈ (જાલોર રાજસ્થાન)
- નિલેશ ઉર્ફે નિલુ સિંધી (વડોદરા)
- નરેશ (વડોદરા)
આરોપીઓની મોડ્સ ઓપરેન્ડિ
Vadodara Police : વિદેશી દારુ સપ્લાય કરતી આ બિસ્નોઈ ગેંગનો મુખીયા ધેવરચંદ બિસ્નોઈ આ પહેલા પણ દારુના કેસોમાં પકડાયેલો છે અને માંજલપુર સહિત અન્ય પોલીસ સ્ટેશનોમાં વોન્ટેડ હોઈ રાજસ્થાનથી દિનેશકુમાર કિશનલાલના નામે બોગસ આધારકાર્ડ બનાવડાવી પોતાની ઓળખ છુપાવતો હોવાનું પણ બહાર આવ્યુ છે.
Vadodara Police : આરોપી ધેવરચંદ અલગ અલગ વ્યક્તિઓ ના નામે આધાર કાર્ડ તથા અન્ય પુરાવાઓ બનાવડાવી તેના આધારે રહેવા માટે મકાન અને ધંધા માટે ગોડાઉન કે દુકાન ભાડે થી મેળવી લેતો હતો અને સુથારીકામ કે પાવડર વેચવા જેવા સામાન્ય ધંધાઓ ની આડ માં વિદેશી દારૂ સપ્લાય કરવાનું નેટવર્ક ચલાવતો હતો.

શાતિર દિમાગ આરોપી
Vadodara Police : આરોપી એટલો શાતિર દિમાગ હતો કે તે પોતાના માટે અલગ મકાન રાખતો અને તેના સાગરિતો માટે આલગ જગ્યાએ મકાન રાખતો, જેથી સાગરિતા પકડાઈ જાય તો પણ તેની ઓળખ છુપાયેલી રહે અને તેને છટકવાનો મોકો મળી જાય.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
વડોદરા પોલીસે આ અંગે ગુનો નોંધી આ ગુનામાં આરોપીઓ સાથે અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે અને આરોપીઓ આ પહેલા આવા કેટલા ગુના કરી ચૂક્યા છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ જુઓ
Killing of Woman : સુરત બાદ અમદાવાદમાં પણ પ્રેમી દ્વારા પ્રેમિકાની કરપીણ હત્યા