વાહન સ્ક્રેપ/વેચવામાં આવે તો પણ જુનો નંબર વાહન ચાલકોને મળશે
ગુજરાતના વાહન-વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે નાગરિકોને પોતાની પસંદગીનો નંબર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના વાહનધારકો હવે પોતાના જુના વાહનનો નંબર ધરાવી શકશે(Old vehicle number can be kept), વાહન સ્ક્રેપ થાય કે વેચવામાં આવે તો પણ જુનો નંબર વાહન ચાલકોને ફળવાશે. મંત્રી મોદીના જણાવ્યા પ્રમાણે વાહનધારકો વ્યક્તિગત. સામાજીક, ધાર્મિક કે ન્યુમરોલોજી પર આધારીત વિવિધ માન્યતાઓને લઈને કોઈ નિશ્ચિત ચોક્કસ નોંધણી નંબરનો આગ્રહ રાખતા હોય છે. વાહનધારકોની આ પ્રકારની લાગણીને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વાહનધારક 2 વખત પોતાના જુના વાહનનો નંબર હાંસલ કરા શકશે
આ પ્રકારની વ્યવસ્થા દિલ્હી, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશમાં હાલ કાર્યરત છે. જેને ગુજરાતમાં પણ અમલમાં લાવવા આ નિર્ણય કરાયો છે. આ પ્રકારની વ્યવસ્થા અંતર્ગત વાહનધારક 2 વખત પોતાના જુના વાહનનો નંબર હાંસલ કરા શકશે(Old vehicle number can be kept). વાહનધારક વાહનની તબદીલી અંગે અરજી કરે ત્યારે વાહનનો નંબર રીટેન કરી વાહનધારક દ્વારા ખરીદવામાં આવેલા વાહનને જે તે રીટેન કરેલો નંબર ફળવાશે, જ્યારે માલિકી તબદીલ થયેલા વાહનને અન્ય નવો નંબર આપવામાં આવશે. વાહન ભંગારમાં જતુ હોય(સ્ક્રેપ થતુ હોય) તેવા કિસ્સામાં વાહનધારક દ્વારા નવા ખરીદાયેલા વાહન માટે જુના વાહનનો નંબર રીટેન થઈ શકશે અને જુના સ્ક્રેપ થનાર વાહનને અન્ય નંબર આપવામાં આવશે.
બંન્ને વાહનોના પ્રકાર એક સમાન હોવા જરુરી છે
વાહનધારકે પોતે ખરીદેલા નવા વાહન પર જ જુનો નંબર હાંસલ કરી શકાશે. જુના વાહનની ખરીદી પર નંબર હાંસલ કરી શકાશે નહીં. જે વાહનનો નંબર રીટેન કરવાનો છે તે અને જે વાહન પર નંબર રીટેન કરવાનો છે તે બંન્નેના માલિક એક જ વ્યક્તિ હોવી જરુરી છે અને જે વાહનનો નંબર રીટેન કરવાનો હોય તે વાહનની માલિકી ઓછામાં ઓછી 1 વર્ષ જુની હોવી જરુરી છે. આ સાથે બંન્ને વાહનોના પ્રકાર એક સમાન હોવા જરુરી છે. આ પહેલા સ્ક્રેપ થઈ ચૂકેલા વાહનોનો નંબર આ વ્યવસ્થા અંતર્ગત રીટેન કરી શકાશે નહીં. રીટેન કરાયેલ નંબર અને સામે નવા ખરીદેલા વહનને રીટેન કરેલ નંબર ફાળવવાનો સમયગાળો 15 દિવસનો રહેશે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
પસંદગીના નંબરો માટે ફી
વાહન નંબરના રીટેન્શન(Old vehicle number can be kept) માટેની ફી, ચોઈસ નંબર માટે નિશ્ચિત કરેલ ફી પ્રમાણે જ ટુ-વ્હીલરના ગોલ્ડન નંબર માટે 8 હજાર રૂ., સિલ્વર નંબર માટે 3.5 હજાર રૂ., જ્યારે અન્ય નંબરો માટે 2 હજાર રુ. રહેશે. જ્યારે અન્ય પ્રકારના વાહનો માટે ગોલ્ડ નંબરની 40 હજાર, સિલ્વર નંબરની 15 હજાર અને અન્ય નંબર માટે 8 હજાર રુ. ની ઓછામાં ઓછી ફી ભરવાની રહેશે.
આ પણ જુઓ
નાસીરુદ્દિન(Nasiruddin shah)નો ઈન્ટરવ્યુ : ઈસ્લામિસ્ટ તરકટ