28 C
Ahmedabad
December 18, 2024
NEWSPANE24
News Nation

વૈશ્વિક પુરવઠા શ્રૃંખલામાં વિશ્વનું ભરોસાપાત્ર ભાગીદાર બનવા માટે ભારત કટિબદ્ધ : નરેન્દ્ર મોદીનું World Economic Forumમાં સંબોધન

SHARE STORY

Table of content : વૈશ્વિક પુરવઠા શ્રૃંખલામાં વિશ્વનું ભરોસાપાત્ર ભાગીદાર બનવા માટે ભારત કટિબદ્ધ : નરેન્દ્ર મોદીનું World Economic Forumમાં સંબોધન

World Economic Forum

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વવારા વર્લ્ડ ઇકોનોમિક ફોરમ(World Economic Forum)ના દાવોસ એજન્ડામાં ‘સ્ટેટ ઓફ ધ વર્લ્ડ’ વિશેષને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્ય હતુ કે ભારત જાગૃતિ અને વિશ્વસનિયતા સાથે કોરોના મહામારીની વધુ એક લહેર(wave)નો મજબુતીથી સામનો કરી રહ્યુ છે. ભારતે સશક્ત લોકશાહી હોવા સાથે સમગ્ર માનવજાતને આશાનું કિરણ આપ્યુ છે. આશાના આ કિરણમાં ભારતવાસીઓની લોકશાહીમાં રહેલી શ્રદ્ધા, 21મી સદીને મજબુત કરતી ટેકનોલોજી અને ભરતવાસીઓના કૌશલ્ય સાથે તેમના સ્વભાવનો સમાવેશ થાય છે.

ભારત સમગ્ર વિશ્વને મોટી સંખ્યામાં સોફ્ટવેર એન્જિનિયરો(Software Engineers) ઉપલબ્ધ કરાવી રહ્યુ છે : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ વધુમાં જણા્વ્યુ હતુ કે, આજે ભારત સમગ્ર વિશ્વને મોટી સંખ્યામાં સોફ્ટવેર એન્જિનિયરો(Software Engineers) ઉપલબ્ધ કરાવી રહ્યુ છે. દેશમાં હાલ 50 લાખથી વધુ સોફ્ટવેર ડેવલપર્સ(Software Developers) કાર્યરત છે. તેમણે વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે ભરત હાલમાં યુનિકોર્ન(Unicorn)ની સૌથી વધારે સંખ્યામાં વિશ્વમાં ત્રીજા નંબરે છે. આ સાથે પ્રધાનમંત્રીએ ભારતના વિશાળ, સફળ અને સલામત ડિજીટલ ચુકવણી પ્લેટફોર્મ(Digital payment platform)નો પણ ઉલ્લેખ કરતાં જણાવ્યુ હતુ કે છેલ્લા એક મહિનામાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ(Unified Payments Interface) ના ઉપયોગ થકી 4.4 બિલિયનથી વધારે વ્યવહારો થયા છે. ઉપરાંત વડાપ્રધાને સરકારનો હસ્તક્ષેપ ઘટાડવા માટે લેવાયેલા અલગ અળગ પગલા અને “ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ” અંગે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે કોર્પોરેટ કરવેરા દરોના સરળી કરણ સાથે તેમને વિશ્વમાં સૈથી વધુ સ્પર્ધાત્મક બનાવાયા છે. ભારતે અવકાશ, દ્રોણ, જીઓ સ્પેટિયલ મેપિગં સહિતના ક્ષેત્રોમાંથી નિયંત્રણો હટાવી લેવાયા છે. ઉપરાંત IT અને BPO સહિતના ક્ષેત્રોમાં જોડાયેલા પહેલાના ટેલિકોમ નિયમનમાં ઉલ્લેખનીય સુધારા કર્યા છે.

ભારતમાં વર્ષ 2014માં માત્ર 100 સ્ટાર્ટઅપ્સ હતા. જ્યારે તેની સરખામણીમાં હાલ 60 હજારથી વધુૂ સ્ટાર્ટઅપ્સ છે : નરેન્દ્ર મોદી

ભારત પ્રત્યે વધી રહેલા ભાગીદાર તરીકેના આકર્ષણોનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યુ હતુ કે, “ભારત વૈશ્વિક પુરવઠા શ્રૃંખલામાં વિશ્વનું ભરોષેમંદ ભાગીદરા બનવા કટીબદ્ધ છે અને વિશ્વના અનેક દેશ સાથે મુક્ત વેપારના કરાર કરવા અગંના માર્ગને પ્રશસ્ત કરી રહ્યુ છે.” આ સાથે વડાપ્રધાને જણાવ્યુ હતુ કે ભારતની શંસોધનાત્મક ક્ષમતાઓ, તકનિક સાથેનું અનુકુલન તથા મહેનતી ભાવના ભારત દેશને આદર્શ ભાગીદાર બનાવે છે, વળી ભારતનો યુવા મહેનતના નવા સોપાનો સર કરી રહ્યો છે ત્યારે ભારતમાં રોકાણ કરવા અંગે હાલ ઉત્તમ સમયગાળો ચાલી રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે ભારતમાં વર્ષ 2014માં માત્ર 100 સ્ટાર્ટઅપ્સ હતા. જ્યારે તેની સરખામણીમાં હાલ 60 હજારથી વધુૂ સ્ટાર્ટઅપ્સ છે, જેમાના 80 યુનિકોરર્ન હોવા સાથે 40 કરતા વધારે યુનિકોર્નનો ઉદય તો 2021માં જ થયો છે.

ભારત આવનારા 25 વર્ષના ધ્યેયને ધ્યાનમાં રાખીને પોતાની નીતિઓનું ઘડતર કરી રહ્યુ છે : પ્રધાનમંત્રી

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાકાળ દરમિયાન જથ્થાત્મક સરળતા(Quantitative simplicity) જેવા વિષયો પર ધ્યાન કેનદ્રિત કરી રહ્યુ હતુ ત્યારે ભારતમાં સુધારાઓનામ સશક્તિકરણ પર ધ્યાન અપાઈ રહ્યુ હતુ. પ્રધાનમંત્રીએ 6 લાખ જેટલા ગામડાઓમાં ફાઈબર ઓપ્ટિકલ કનેક્ટિવિટી જેવી ડિજિટલ અને ભોતિક માળખાકિય સગવડો, જોડાણ સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ સુવિધાઓમાં 1.3 ટ્રિલિયન ડોલરના રોકાણ, અસ્કયામતોના મુદ્રીકરણ(Monetization of assets)ના માધ્યમથી 80 બિલિયન ડોલર ઉભા કરવા સાથે માલ-સામાન, નાગરિકો તેમજ સેવાઓના સળંગ જોડાણમાં નવી ગતિશીલતા લાવવા તમામ હતેચ્છુઓને એક ફલક પર એકઠા કરવા અંગેના ગતિશક્તિ માસ્ટર પ્લાન તરીકે ઉલ્લેખ્યા હતા. તેમણે ફોરમને જાણકારી આપી હતી કે, ભારત આત્મનિર્ભરતા માટે માત્ર પ્રક્રિયાઓના સરળીકરણ પર જ નહીં પરંતુ રોકાણ અને ઉત્પાદનોને પણ પુરતુ પ્રોત્સાહન પ્રદાન કરી રહ્યુ છે. તેને પુરવાર કરતો દાખલો આપતા તેમણે જણાવયુ હતુ કે, “14 ક્ષેત્રોમાં 26 અબજ ડૉલરના મૂલ્યની ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહન યોજનાઓ તેની સૌથી સ્પષ્ટ અભિવ્યક્તિ છે.” આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે ભારત આવનારા 25 વર્ષના ધ્યેયને ધ્યાનમાં લઈને પોતાની નીતિઓનું ઘડતર કરી રહ્યુ છે. આ સમયકાળમાં ભારતે સુખાકારી અને કલ્યાણના ઉચ્ચ વિકાસ અને સંતૃપ્તિના ધ્યેય નિર્ધારિત કર્યા છે. વિકાસનો આ સમયખંડ સ્વચ્છ, ટકાઉ અને હરિયાળો રહેશે.

“ફેંકી દો’ની સંસ્કૃતિ અને ઉપભોક્તાવાદે આબોહવા પરિવર્તનના સંકટને વધુ ઘેરું બનાવ્યું છે” : નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રીએ આજની જીવનશૈલી અને નીતિઓને લઈને પર્યાવરણ પર થઈ રહેલી અશરો પર ધ્યાન દોરતા જણાવ્યુ હતુ કે ‘ફેંકી દો’ની માનસીકતા સાથેની સંસ્કુતિઓ અને ઉપભોક્તાવાદે જળવાયુ પરિવર્તનના સંકટને વધુ ગાઢ બનાવ્યુ છે. તેમણે ભારમુકતા જણાવ્યુ હતુ કે, “આજના સમયના ટેક-મેક-યુઝ-ડિસ્પોઝ (લેવું-બનાવવું-વાપરવું-ફેંકી દેવું) અર્થતંત્રમાંથી ચક્રિય અર્થતંત્ર પર ઝડપથી સ્થાનંતર કરવું હિતાવહ છે.” વડાપ્રધાને CoP26 પરિષદમાં આપેલા તેમના મિશન લાઈફ(LIFE)નો સંદર્ભ આપતા જણાવ્યુ હતુ કે LI.F.E.ને વિષાળ જનઆંદોલનમાં પરિવર્તિત કરવાથી P-3 એટલે કે ‘પ્રો, પ્લેનેટ, પીપલ’ના પાયાને વધુ સશક્ત કરી શકાય.

બદલાતી વૈશ્વિક વ્યવસ્થાને રોજ નવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે : નરેન્દ્ર મોદી

વડાપ્રધાનો ગ્લોબલ પરિપેક્ષ્યમાં બદલાઈ રહેલી વાસ્તવિકતાઓ પ્રમામે અનુકૂલન સાધવાની આવશ્યકતા પર વધારે ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે સમગ્ર વિશ્વ બદલાતી વૈશ્વિક વ્યવસ્થાને રોજ નવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રીએ વિશ્વના દરેક દેશ અને વૈશ્વિક એજન્સીઓને સહિયારા અને તાલમેલ સાથેના પગલા લેવા અનુરોધ કર્યો હતો.

વાસ્તવિકતાઓ પ્રમામે અનુકૂલન સાધવાની આવશ્યકતા : પ્રધાનમંત્રી

તાજા સમાચાર

વડાપ્રધાનો ગ્લોબલ પરિપેક્ષ્યમાં બદલાઈ રહેલી વાસ્તવિકતાઓ પ્રમામે અનુકૂલન સાધવાની આવશ્યકતા પર વધારે ભાર મુક્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે સમગ્ર વિશ્વ બદલાતી વૈશ્વિક વ્યવસ્થાને રોજ નવા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પ્રધાનમંત્રીએ વિશ્વના દરેક દેશ અને વૈશ્વિક એજન્સીઓને સહિયારા અને તાલમેલ સાથેના પગલા લેવા અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પુરવઠા વિક્ષેપ(Supply disruption), જળવાયુ પરિવર્તન, ફુગાવા સહિત ક્રિપ્ટો કરન્સી જેવા મુખ્ય ઉદાહરણોને પણ ટાંક્યા હતા. ક્રિપ્ટો કરન્સી સાથે સંકળાયેલા ટેકનોલોજીકલ પડકારોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યુ હતુ કે કોઈ એક દેશ દ્વારા લેવાયેલા નિર્ણયો આવા પડકારોનો સામનો કરવા પુર્ણતયા સક્ષમ નથી. તેમણે આવા પડકારોનો સામનો કરવા સૌને એકજુથ થવા કહ્યુ હતુ. આ અંગે તેમણે સવાલ કર્યો હતો કે ‘બદલાતી પરિસ્થિતીમાં શું બહુપક્ષીય સંગઠનો દુનિયાની વ્યવસ્થામાં ઉભા થયેલા પડકારોનો સામનો કરવાની સ્થિતિમાં છે કે નહીં.?’ અંતે તેમણે પોતાની વાતના સમાપનમાં જણાવ્યુ હુત કે, “આથી જ, દરેક લોકશાહી રાષ્ટ્રએ બહુપક્ષીય સંસ્થાઓના સુધારાને વેગ આપવો આવશ્યક છે જેથી તેઓ વર્તમાન અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે કામ કરી શકે.”

આ પણ જુઓ

અસલાલીમાં પોલીસ(Police) સ્ટાફ-પરિવાર, હોમગાર્ડ, જીઆરડી, ટ્રાફિક બ્રિગેડ માટે Health checkup


SHARE STORY

Related posts

Activa Chori : 4 એક્ટિવા ચોરનાર 3 કિશોર ઝડપાયા

Newspane24.com

Corona : ગુજરાતમાં નવા 7,606 કેસ : 34 ના મોત

SAHAJANAND

વડોદરા પોલીસની શી-ટીમ(She Team) દ્વારા દારુના ધંધા સાથે સંકળાયેલી મહિલાઓનું પુનઃ સ્થાપન : પ્રશંસનીય પ્રયોગ

SAHAJANAND

Offline teaching : રાજ્યભરમા આવતીકાલ 22મી નવે.થી ધો.1 થી 5 ના વર્ગોનુ ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ

SAHAJANAND

Leave a Comment