Sensitive police : સરખેજ પોલીસે પ્રશંસનીય કામગીરી કરતા ગુમ થયેલા બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવારને સોંપ્યા છે.
Sensitive police : બાળકો ટ્યુશન જવા નિકળ્યા અને ગુમ થયા

પ્રાપ્ત થતી માહિતી અનુસાર 26 ફેબ્રુઆરી ને બપોરે 3:30 વાગે સરખેજ ખાતે આવેલા કાદરી પાર્ટી પ્લોટ પાસે આવેલ અંબર-2 ફ્લેટમાં રહેતા શગુફ્તાબાનુ રેહાન ભાઈ અકબાનીના બાળકો દીકરી આફરીન ઉંમર વર્ષ ૧૩ અને દીકરો મીરાન ઉમર વર્ષ 10 પોતાના ઘરેથી સરખેજ ઢાળ વિસ્તારમાં આવેલ રાણા સોસાયટી ખાતે ટ્યુશન ક્લાસમાં જવા નીકળ્યા હતા.
Sensitive police : સરખેજ પોલીસને બાળકોના ગુમ થવા અંગે જાણકારી મળી
જોકે ભણતરના સ્ટ્રેસને કારણે બાળકો ટ્યુશન ક્લાસીસ માં ન જતા ચાલતા ચાલતા ક્યાંક બીજે નીકળી ગયા હતા. જેથી આઘાતમાં આવી ગયેલ બાળકોની માતા શગુફ્તાબાનુએ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જી. દેસાઈ ને જાણ કરી હતી.

Sensitive police : પોલીસે ટીમો બનાવી શોધખોળ આરંભી
બાળકોના ગૂમ થવાને કારણે આઘાતમાં આવી ગભરાઈ ગયેલી અને કંઈ પણ બોલી ન શકતી માતાની વેદના ને સંવેદનશીલતા પૂર્વક સમજી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈએ માતાને સ્વાગત કક્ષમાં બેસાડી સર્વેલન્સ સ્કવોડના પીએસઆઈ ડી. પી. સોલંકી તથા સ્ટાફના માણસોને જુદી જુદી ટીમો બનાવી સીસીટીવી કેમેરા ચેક કરી બાળકોને શોધવા તજવીજ હાથ ધરી હતી.
Sensitive police : પોલીસની સતર્કતા અને ત્વરિત એક્શના પરિણામે બાળકો સુરક્ષિત મળી આવ્યા

ત્વરિત એક્શનને પરિણામે બાળકો બહુ દૂર સુધી ન જતા અને તેમની સાથે કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા એસ.જી. હાઇવે પરથી પોલીસે હેમખેમ શોધી કાઢ્યા હતા. બાદમાં બાળકોને સરખેજ પોલીસ સ્ટેશન ખાતે લાવી તેમની માતાને સુપ્રત કરાયા હતા.

Sensitive police : સરખેજ પોલીસની પ્રશંસનીય કામગીરી
આમ સરખેજ પોલીસે ગુમ થયેલા બાળકો ને તેમની સાથે કોઈ પણ અણબનાવ બને તે પહેલા ગણતરીના કલાકોમાં હેમખેમ શોધી કાઢી પરિવારને સોંપી પ્રશંસનીય કામગીરી કરી છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
આ પણ જુઓ
Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ