Table of Content : ગાંધીનગર(Gandhinagar)માં રમકડાનાં વેપારી પર ભારતીય માનક બ્યુરો(Bureau of Indian Standards)ના દરોડા
ગાંધીનગર ખાતે જરુરી લાયસન્સ લીધા વિના રમકડા વેચતા વેપારી પર ભારતીય માનક બ્યુરો(Bureau of Indian Standards)એ દરોડો પાડ્યો છે. ભારતીય માનક બ્યુરો દ્વારા માન્ય લાયસન્સ લીધા વિના વેપારી પોતાની દુકાનમાં ઉત્પાદકો દ્રારા નિર્મિત રમકડાનું વેચાણ કરી રહ્યા હતા. ગાંધીનગરના સેક્ટર 21માં આવેલી મેસર્સ એશિયા હાઈપર રીટેલ લી. નામની દુકાનમાંથી લાયસન્ય વિનાના રમકડાનું વેચાણ કરાઈ રહ્યુ હતુ.
ISI માર્ક વગર રમકડાંનું વેચાણ ગુનો બને : 2 વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાનો દંડ અથવા બંન્ને
સરકારનાં વાણીજ્ય અને ઉધ્યોગ મંત્રાલયનાં વર્ષ 2020ની 25 ફેબ્રૃઆરીના ઓર્ડર અનુસાર14 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે રમવાના રમકડાં સહિતના આ પ્રકારના ઉત્પાદનો પર આઈએસઆઈ (ISI) માર્ક-01 લગાવવો ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. કોઈપણ ઉત્પાદક કે વેપારી ભારતીય માનક બ્યુરો(Bureau of Indian Standards)ના ISI માર્ક વગર રમકડાંનું વેચાણ ઉત્પાદન કે સંગ્રહ કરી શકશે નહીં. જો કોઇપણ વેપારી આનું ઉલ્લંઘન કરશે તો ભારતીય માનક બ્યુરો(Bureau of Indian Standards) અધિનિયમ 2016નાં અનૂચ્છેદ 17 અંતર્ગત કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ કાયદા અંતર્ગત કરાયેલા અપરાધમાં 2 વર્ષની જેલ કે ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાનો દંડ અથવા બંન્ને સજા કરવાની જોગવાઈ છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
Bureau of Indian Standards ના ચિન્હોના દુરુપયોગની મહિતી હોય તો તે ભારતીય માનક બ્યુરોને જાણકારી આપી શકે
સમગ્ર દેશમાં કેટલા બેઈમાન ઉત્પાદકો નાગરિકો સાથે છેતરપિંડી કરવા ભારતીય માનક બ્યુરો(Bureau of Indian Standards)ના લાયસન્સ વિના ઉત્પાદન કરતા હોય છે. નાગરિકોને છેતરપિંડી અને નુકશાનથી બચાવવા ભારતીય માનક બ્યુરો(Bureau of Indian Standards) દ્વારા આ પ્રકારનું ગેરકાયદેસર કાર્ય કરતા વેપારીઓ અને ઉત્પાદકો પર લોકો દ્વારા મળેલી ફરિયાદ અનુસાર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ભારતનો કોઈ પણ નાગરિક કે જેની પાસે ભારતીય માનક બ્યુરો(Bureau of Indian Standards)ના ચિન્હોના દુરુપયોગની મહિતી હોય તો તે ભારતીય માનક બ્યુરોને જાણકારી આપી શકે છે. ભારતીય માનક બ્યુરોનું સરનામું આ પ્રમાણે છે. “ પ્રમુખ, ભારતીય માનક બ્યુરો, ત્રીજો માળ, નવજીવન અમૃત જયંતી ભવન, ગુજરાત વિદ્યાપીઠની પાછળ, આશ્રમ રોંડ, અમદાવાદ -380014”, તે સિવાય 079-27540314 પર લખીને મોકલી શકે છે. આ પ્રકારની ફરિયાદ ‘ ahbo-2@bis.gov.in અથવા cmed@bis.gov.in ” પર ઈ-મેઈલ દ્વારા પણ કરી શકાય છે અને આ પ્રકારની સુચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે.
આ પણ જુઓ
અસલાલીમાં પોલીસ(Police) સ્ટાફ-પરિવાર, હોમગાર્ડ, જીઆરડી, ટ્રાફિક બ્રિગેડ માટે Health checkup