Subsidy for milk : રાજ્યની 36 લાખ મહિલા પશુપાલકોને લિટરે રુ. 2 ની સહાય માટે માંગ સુરતના સહકારી અગ્રણી અને સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ(સુમુલ)ના ડિરેક્ટરે
સુરતના સહકારી અગ્રણી અને સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ(સુમુલ)ના ડિરેક્ટરે પત્ર લખીને ગુજરાતના મુખ્યમંત્રી પાસે માંગણી કરી છે કે ગુજરાતમાં દૂધ ઉત્પાદન કરતી 36 લાખ મહિલા પશુપાલકોને પ્રતિ લિટર રુ. 2ની સહાય આપવામાં આવે.
Subsidy for milk : 36 લાખ મહિલાઓ 2 કરોડ લિટર દૂધ એકત્રીત કરે છે
રાજ્યમાં હાલ જિલ્લા કક્ષાનાં 18 દુધ સંધોમાં 36 લાખ મહિલા પશુપાલકો આશરે 18 હજાર જેટલા ગામોની દૂધમંડળીઓ સંકળાઈ રજનું આશરે 2 કરોડ લીટર જેટલું દૂધ એકત્રીત કરે છે.
Subsidy for milk : ડિઝલ, ઘાસચારો, પશુઆહારના ભાવોમાં વધારાને લઈને માંગ
મુખ્યમંત્રીને લખેલા પત્રમાં જયેશ પટેલે જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી કોરોના મહામારી ને લઈને રોજગારીના પ્રશ્નો ઉદભવ્યા છે. આવા સમયમાં સરકારની હું અને સહકારથી વ્યવસાયો આગળ ધપી રહ્યા છે. જોકે વર્તમાન પરિસ્થિતિમાં મોંઘા પશુ આહાર, પશુઆહાર ઘાસચારો, ડીઝલના ભાવ, સમયાંતરે વરસાદનું વિઘ્ન, મોઘા પશુઓ શહીદ મજૂરી દરમાં વધારા જેવી સમસ્યાઓ ને લઈને ગુજરાતનો પશુપાલક સહાયની માંગ કરી રહ્યો છે.
Subsidy for milk : દૂધ વ્યવસાયને વધુ આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવા સહાય જરુરી
આ સાથે તેમણે પત્ર વધુમાં જણાવ્યું છે કે ગુજરાતની પ્રતિષ્ઠાને વૈશ્વિક સ્તરે પહોંચાડનાર સહકારી માળખા “અમુલ” નું ઉલ્લેખનિય યોગદાન હોઈ આપણા ગુજરાતની 36 લાખ પશુપાલક બહેનોની “આત્મનિર્ભરતા”ને જાળવી રાખવા ગુજરાતના વિકાસમાં આપણી સરકાર સર્વોચ્ચ શીખરે હોઈ સહકારી માળખા અંતર્ગત દૂધ વ્યવસાયને વધુ આત્મનિર્ભર અને સ્વાવલંબી બનાવવા દૂધ ઉત્પાદકોને પ્રતિ લિટર રુ. 2 ની સહાય મળે તેવી વિનંતી છે.
જયેશ પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે સરકાર અન્ય વ્યવસાયકારો અને કૃષકો માટે ખુબ જ ચિંતન અને સહાય કરે છે, તે પ્રમાણે જો પશુપાલકોને સહાય મળી રહે તો ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતી 36 લાખ જરુરીયતમંદ પશુપલક બહેનોના પરિવાર માટે ગુજરાત સરકાર આર્થિક. વ્યવસાચીક અને શૈક્ષણિક હમદર્દ સાબિત થશે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
Subsidy for milk : રાજસ્થાન સરકાર દ્વારા પ્રતિલીટર રુ. 5 ની સહાય
આ સાથે જયેશ પટેલે ગુજરાત સરકારમાં પોતનો વિશ્વાસ પ્રગટ કરતા જણાવ્યુ હતુ કે ગુજરાત મોડેલ વિશ્વભરમાં ખ્યાતિ ધરાવે છે અને તેને વધુ પ્રોત્સાહિત કરવો એ સરકારની પ્રાથમિકતા રહેશે તેવો મને પુરો વિશ્વાસ છે. જો હાલની રાજસ્થાન સરકાર દ્વારા રાજ્યના પશુપાલકોને આગામી વર્ષથી પ્રતિલીટર રૂપિયા 2 ના બદલે 5 ચૂકવવાનો “ગ્રામ વિકાસ લક્ષી” નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે આપણી ગુજરાત સરકાર પણ જરૂરિયાતમંદ પશુપાલકો માટે આગામી વર્ષના બજેટમાં પ્રતિલીટર રૂપિયા 2 મુજબ કુલ રૂપિયા ૧૫૦૦ કરોડની સહાય કરે તેવી મારી વિનંતી છે.
આ પણ જુઓ
Lata Mangeshkar : અવિસ્મરણીય લતા મંગેશકર