ATM Hack : ATM હેક કરી સોર્સ કોડમાં ચેડા કરી રુપિયા ઉપાડી લઈ ચોરી કરતી ગેંગને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધી છે.
ATM Hack : મણીનગરની બેંકનું ATM હેક થયુ
બંધન બેંકની મણીનગર શાખાના બ્રાન્ચ મેનેજર અર્પિતા હેમેન્દ્રકુમાર ગજ્જરે ફરીયાદ નોંધાવી હતી કે તેમના મણીનગર ખાતે આવેલા ATM મશીનમાંના સર્વર સાથે ચેડા કરી એક્સેસ મેળવ્યા બાદ કોઈ પણ ખાતામાં એન્ટ્રી થયા વિના રુપિયા ઉપડી જાય તેવી ગોઠવણ સિસ્ટમમાં કરી બેંકના ATM માંથી રુ. 8,30,000 અને આ જ બેંકની રાજકોટની બ્રાન્ચમાંથી નાણાં ઉપાડી લઈ છેતરપિંડી આચરવામાં આવેલ છે.
ATM Hack : ટેકનીકલ એનાલીસીસ સાથે ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ
ગુનાની ગંભીરતાને ધ્યાને લેતા પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, ક્રાઈમ બ્રાંચના અધિક પોલીસ કમિશ્નર પ્રેમવીરસિંગની સુચના હેઠળ ક્રાઈમ બ્રાંચના પો.ઈ. એંમ.એન. દેસાઈ, પો.સ. ઈન્સ ટી.એન. મોરડીયા, પો. સબ. ઈન્સ. કે.એમ. પરમાર, પો. સબ. ઈન્સ. એસ.જે. પટેલ તથા તેમની ટીમે ઝીણવટભારી તપાસ હાથ ધરી હતી. જેમાં ટેકનીકલ એનાલીસીસની મદદથી ATM મશીનના લોગ ચેક કરતા સવારના 7.15 થી 09.20 દરમ્યાન આશરે 25 જેટલા ટ્રાન્જેક્શનો દ્વારા રુ. 8.30 લાખ ઉપાડી લેવાયા હોવાનું જાણવા મળ્યુ હતુ.
ATM Hack : મોબાઈલ નંબરના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી
જે ATM કાર્ડથી ટ્રાન્જેક્શનો થયા હતા તેમાં એક કાર્ડ એક્ષીસ બેંકનું જ્યારે બીજુ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું હોવાનું જાણવા મળ્યુ હતુ. આથી પોલીસે સીસીટીવી ફુટેજ ચેક કરતા 5 શખ્સો રુ. કાઢતા હોવાનું જણાઈ આવ્યુ હતુ. પોલીસ દ્વારા વધુ ચોકસાઈ પૂર્વક તપાસ કરતા એક શંકાસ્પદ મોબાઈલ નંબર હાથ લાગ્યો હતો,. જેનું લોકેશન ગાંધીનગર, બરોડા, અમદાવાદ અને રાજકોટનું મળી આવ્યુ હતુ. જેના પરથી પોલીસે 5 આરોપીઓને ઝડપી લીધા હતા.
ATM Hack : રોકડ રુ. 10,00,000 સહિત કુલ રુ. 13,50,000 નો મુદ્દામાલ કબજે
પોલીસે આરોપીઓ પાસેથી જુદી જુદી કંપનીના 15 મોબાઈલ, ટેકનીકલ ડિવાઈસ સહિત રોકડ રુ. 10,00,000 મળી કુલ રુ. 13,50,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ATM Hack : ગેંગના સદસ્યોએ અલગ અલગ કામો વહેંચી લીધા હતા
આરોપીઓએ પુછપરછમાં જણાવ્યુ હતુ કે આ ગુનાનો મુખ્ય આરોપી દિલ્હીનો રહેવાસી પ્રમોદકુમાર ઉર્ફે ક્રિષ્ણા તેમને ટેકનીકલ ગેજેટ ડિવાઈસ તેમજ ATM કાર્ડ પહોંચડતો હતો. આ ડિવાઈસોના ઉપયોગથી આરોપીઓ સંદિપસિંગ, કુલદિપસિંગ, અમૃતપાલસિંગ અને ગુરુદેવસસિંગૃ ATM મશીનમાં ગેજેટ ડિવાઈસ સેટ કર્યા બાદ ATM હેક કરી નાણાં ઉપાડી લેતા હતા. જ્યારે નીલદિપ સોલંકી ATM માંથી પૈસા ઉપાડવાનું અને રેકી કરવાનું કામ કરતો હતો. અન્ય આરોપી રવિ ATM માંથી નાણાં ઉપાડવા સાથે વાહનની ગોઠવણ કરતો હતો, જ્યારે સંદિપસિંગ કુલદિપસિંગ રોકડ રકમ આંગડિયા દ્વારા મોકલી દેતો હતો.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
આરોપીઓ
આરોપીઓમાં હોશિયારપુર પંજાબના સંદિપસિંગ કુલદિપસિંગ(39), રાજકોટના રવિ રતનભાઈ સોલંકી(25), કચ્છના નીલદિપ જ્યંતીભાઈ સોલંકી(26), આસામના ગુરુદેવસિંગ રસપાલસિંગ(25) અને અમૃતપાલસિંગ રણજીતસિંગ(25)નો સમાવેશ થાય છે.
આ પણ જુઓ
Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ