27 C
Ahmedabad
January 22, 2025
NEWSPANE24
Crime News

પોંજી સ્કિમ(Ponzi Scheme)માં 2.92 કરોડનું ફુલેકુ ફેરવનારા બંટી-બબલી ઝડપાયા

Ponzi Scheme
SHARE STORY

Table of Content : પોંજી  સ્કિમ(Ponzi Scheme)માં 2.92 કરોડનું ઉઠમણું : 2 ઝડપાયા

અમદાવાદમાં ચિરાગ મિત્ર મડળના નામે એકના ડબલ સહિત અલગ અલગ પ્રકારની પોંજી સ્કિમ(Ponzi Scheme)માં સભ્યો બનાવી, અલગ અલગ પ્રકારની લોભામણી લાલચો આપી સભ્યો પાસેથી હપ્તેથી પૈસા ઉધરાવી 2,92,51,000 રુ. ની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવતા, પોંજી સ્કિમ(Ponzi Scheme)માં 2.92 કરોડનું ફુલેકુ ફેરવનારા બંટી-બબલી ઝડપાયા છે. કેટલાક વર્ષો પહેલા સરખેજમાં અશોક જાડેજા દ્વારા આ જ પ્રમાણેની પોંજી સ્કિમ(Ponzi Scheme)માં સેંકડો લોકો પોતાની મહામુલી મૂડી ગુમાવી ચૂક્યા બાદ મોટી રકમની છેતરપિંડીનો આ નવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

નરોડા ખાતે રહેતા બંટી બબલીને આર્થિક ગુના નિવારણ શાખાએ ઝડપી લીધા

Ponzi Scheme
મહેશ ભદ્રા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ બહેરામપુરા ગૌતમનાગર ચાર રસ્તા પાસે આવેલા અનમોલ કોમ્પલેક્ષમાં આનંદ એન્ટરપ્રાઈસ નામની ઓફિસ, અને કુબેરનગર આઝાદ મેદાન શિવ મંદિરની બાજુમાં આવેલ ઓફિસ તથા ઉમા હોસ્પિટલની નીચે પરાગ સ્કુલની પાછળ નિકોલ નરોડા રોડ પર ઓફિસ ધરાવી ચિરાગ મિત્ર મંડળના નામે પોંજી સ્કિમ(Ponzi Scheme) ચલાવતા મૂળ મોરબીના હાલ નરોડા ખાતે રહેતા ચિરાગ મહેશભાઈ ભદ્રા(29) અને મમતાબેન મહેશભાઈ ભદ્રા(24) નામના બંટી-બબલીને ઝડપી લીધા છે.

ચિરાગ મિત્ર મંડળના નામે બે નવી સ્કિમ(Ponzi Scheme)

Ponzi Scheme
મમતા ભદ્રા

આરોપીઓએ અનમોલ કોમ્પલેક્ષમાં ચિરાગ મિત્ર મંડળના નામે બે નવી સ્કિમ(Ponzi Scheme) શરુ કરી હતી. જેમાં પહેલી સ્કિમમાં શામેલ થનાર સભ્યને માસિક 2000 રુ. ના  કુલ 32 હપ્તા ભરવાના હતા અને દર માસની 16 તારીખે લક્કી ડ્રો દ્વારા ઈનામ લાગનાર સભ્યને 1,50,000 રૂ.ની રકમ ઈનામ પેટે આપવાની લાલચ આપવામાં આવી હતી, આ સાથે ઈનામની રકમમાં દર માસે રૂ. 50,000 નો વધારો કરવામાં આવનાર હતો વળી ઈનામ મેળવનારની આગળ-પાછળના નંબરો ધરાવતા સભ્યોને 100-100 ગ્રામ ચાંદિના બિસ્કિટ પ્રોત્સાહન ઈનામ રુપે આપવાની લાલચ આપવામાં આવી હતી. આ સ્કિમના 32 હપ્તા પુરા થયા બાદ જે વ્યકિતને ઈનામ ના લાગે તેને રુ. 6,000.ની રકમ ઉમેરી કુલ રૂ. 70,000ની રકમ સ્કિમ પુરી થયે ચુકવવાની લાલચ આપવામાં આવી હતી અને આ તમામ વિગતોનો સ્કિમના કાર્ડમા સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

એકના ડબલ કરવાની બીજી લોભામણી સ્કિમ

જ્યારે એકના ડબલ કરવાની બીજી લોભામણી સ્કિમ(Ponzi Scheme)માં કુલ 60 સભ્યો રાખવામાં આવ્યા હતા. દરેક સભ્ય પાસેથી રુ. 1,00,000 ની રકમ ચેકથી આનંદ ફાયનાન્સમાં એડવાન્સમાં ભરાવવામાં આવી હતી. આ 60 સભ્યોને સ્કિમ ચાલુ કર્યાના એક માસ બાદ લક્કી ડ્રો કરી 1 થી 60 નંબર જે પ્રમાણે ખુલે તે પ્રમાણે રુ. 2,00,000 લાખ પરત આપવાના હતા. આનંદ ફાયનાન્સ તરફથી ડ્રોના દિવસે જ તમામ સભ્યોને રૂ. 2 લાખના ચેક તારીખ પ્રમાણે એડવાન્સમાં આપી દેવાના હતા. આ પ્રમાણે બે નવી સ્કિમો મુકવામાં આવી હતી. જેમાંની પ્રથમ સ્કિમમાં જે વ્યક્તિ નવો સભ્ય લાવે તે એજન્ટને જે તે સભ્યના ફીના પૈસા ઉધરાવી લાવવાના રહેશે તે પ્રમાણે નક્કી કરવામાં આવ્યુ હતુ. નવો સભ્ય બનાવવા બદલ એજન્ટને માસિક રૂ. 100 કમિશન પેટે ચુકવવાના હતા. ઉપરાંત જે વ્યક્તિ રુ. 100 વધારાના ભરે તેના પરિવારને રુ. 3,00,000 નો વિમો ચૂકવવાનું પણ જણાવવામાં આવ્યુ હતુ.

તાજા સમાચાર

આરોપ પોતના 2,575 સભ્યો હોવાનું જણાવી ડ્રો-માં 3000 સિક્કા રખાવતો

કુલ 3000 સભ્યો ધરાવતી પ્રથમ સ્કિમમાં ફરિયાદી ફેનીલભાઈ અનિલભાઈ રાઠોડ તથા અન્ટ એજન્ટો દ્વારા કુલ 475 લોકો પાસેથી રુ. 2,78,10,000 ની રકમ ઉધરાવવામાં આવી હતી, જ્યારે આરોપી મહેશ ભદ્રા બાકીના 2,575 સભ્યો પોતાના હોવાનું જણાવી દર માસે 3000 સિક્કા રાખી ડ્રો કર કરતો હતો. જેથી મોટા ભાગે તેના જ સભ્યોને ઈનામ લાગે અને જેમાં મહેશ ભદ્રાએ ફક્ત એક સભ્યને રૂ. 10 લાખ ઈનામ પેટે અને 10.59 લાખ સભ્યોને કમિશન પેટે ચુકવી બાકીના 2,57,51,000 રૂ. પોતાની પાસે રાખી લઈ છેટરપિંડી આચરી હતી. જ્યારે 60 સભ્યોવાળી એકના ડબલની બીજી સ્કિમમાં કુલ 60 સભ્યો પાસેથી રૂ. 60,00,000 ઉધરાવી તેમાંના 1થી 25 નંબરના સભ્યોને માસિક રૂ. 2,00,000 ઈનામ પેટે ચૂકવી બાકીના 35 સભ્યોને તેમની 35,00,000 રૂ.ની રકમ પરત નહીં કરી વિશ્વાસધાત અને છેતરપિડી આચરી હતી

કુલ 510 લોકો શિકાર બન્યા

આમ ચિરાગ ભદ્રા અને મમતા ભદ્રાએ પહેલી સ્કિમ(Ponzi Scheme)માં 475 લોકોના રૂ. 2,57,51,000 અને બીજી સ્કિમ(Ponzi Scheme)માં 35 લોકોના રૂ. 35,00,000 મળી કુલ રુ..2,92,51,000ની છેતરપિંડી આચરવા અંગેની ફરિયાદ ફેનિલભાઈ અનિલભાઈ રાઠોડે નોંધાવતા પોલીસે બંન્ને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે ભોગ બનનારાઓએ આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઈમ બ્રાંચ અમદાવાદ ખાતે સંપર્ક કરવાનો રહેશે.

આ પણ જુઓ

વડોદરા પોલીસની શી-ટીમ(She Team) દ્વારા દારુના ધંધા સાથે સંકળાયેલી મહિલાઓનું પુનઃ સ્થાપન : પ્રશંસનીય પ્રયોગ


SHARE STORY

Related posts

Dhandhuka Murder : ફેસબુક પર ધાર્મિક લાગણી દુભવતા વીડિયો મુકવા બાબતે યુવકની ગોળી મારી હત્યા

SAHAJANAND

Punjab Election Date Changed : પંજાબ વિધાનસભા ચૂંટણીની તારીખોમાં ફેરફાર

SAHAJANAND

Ahmedabad Police : હોળી-ધુળેટી સંદર્ભે પોલીસ કમિશ્નરનું જાહેરનામું

Newspane24.com

Credit Cards for Fishermen : ગુજરાતમાં માછીમારોને ક્રેડીટ કાર્ડ દ્વારા મળશે ધિરાણ

Newspane24.com

Leave a Comment