Common Man : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માત્ર દેખાવના જ નહીં પરંતુ ખરા અર્થમાં જમીન સાથે જોડાયેલા નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા CM=Common Man છે.
Common Man : “ચા કરતા કીટલી ગરમ”
Common Man : “ચા કરતા કીટલી ગરમ” પ્રમાણે આપણી આસપાસ એવા અઢળક દાખલાઓ જોવા મળે છે કે જ્યાં નેતા કે અધિકારીઓની તુમાખી સાથે તેમના સ્પૂન(ચમચા)ઓનો પારો પણ સાતમા આસમાને હોય છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા વારંવાર સાચા CM=Common Man તરીકેનો પરિચય રાજ્યની જનતામાં સરકારમાં રહેલા નેતાગણ તરફના વિશ્વાસ અને સકારાત્મક વલણમાં નિશ્ચિત વધારો કરશે.

CM નું સામાન્ય જનતા સાથે જોડાણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિખાલસ વ્યક્તિત્વનો પરિચય આપતી આ વધુ એક ઘટના છે. જેમાં તેમનું સામાન્ય જનતા સાથે સ્વાભાવિક જોડણ સ્પષ્ટપણે ઉડીને આંખે વળગે છે. અંબાજી ધામ નજીક આવેલા કોટેશ્વરના નગરજનો સહિત બાળકોને મુખ્યમંત્રીના સરળ, સહજ અને નિઃસ્પૃહ વ્યક્તિત્વનો અનુભવ થયો છે.


CM ની કોટેશ્વર મહાદેવ ખાતે પૂજા-અર્ચના
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કોટેશ્વર મહાહેવમાં પૂજા-અર્ચના કર્યા બાદ ગબ્બર ખાતે જઈ રહ્યા હતા. જ્યાં તેઓ લાઈટ એન્ડ સાઉન્ડ સો સહિતના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવાના હતા. દરમ્યાન રસતામાં આવતી એક સામાન્ય દુકાન પર રાજ્યના સામન્ય નાગરિકની જેમ મુખ્યમંત્રી અચાનક ઉભા રહી ગયા હતા. મુખ્યમંત્રીનો કાફલો રોકાતા નગરજનો આ દુકાન પર કુતૂહલવશ એકઠા થઈ ગયા હતા.


આ પણ જુઓ
Gujarat Police : પોલીસ રાખશે શ્રમિકોના બાળકોની સારસંભાળ
Common Man : સામાન્ય માણસની જેમ સામન્ય દુકાન પર ચા-નાસ્તો કરતા લોકો સાથે વાતચીત
દુકાનની આસપાસ એકઠા થયેલા લોકો સાથે મુખ્યમંત્રીએ સામાન્ય નાગરિકની જેમ જ વાતચીત કરવા સાથે ચા-નાસ્તો કરી તેમના ખબર-અંતર પુછ્યા હતા. આ સાથે તેમણે અહીં ભેગા થયેલા બાળકો સાથે તેમના વડીલની જેમ હળી મળીને વાતચીત કરતા શિક્ષણ, શાળાઓની સુવિધા અંગે વાતચીત કરી માહિતી મેળવી હતી.


આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો
https://wa.me/message/COLLBENPMPDMJ1
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા