ગુજરાત(Gujarat)માં આજે નવા Corona સંક્રમિતોની સંખ્યા 10,019 રહી છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં 11% જેટલો ઘટાડો થતા કાલના 11,176ની સરખામણીમાં આજે 10,019 કેસ નવા સામે આવ્યા છે.
એક્ટિવ કેસ
આ સાથે રાજ્યામાં હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 55,798 છે, જેમાં વેન્ટિલેટર(Ventilator) પર 54 જ્યારે સ્ટેબલ અવસ્થામાં 55,744 દર્દીઓ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 8,40,971 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે, જ્યારે 10,144 લોકોને કોરોના ભરખી ગયો છે. કોરોનાથી સાજા થવાનો દર હાલ 92.73% છે.
Corona અંગે જીલ્લાવાર આંકડા
આજે કુલ 38,477 લોકોનું Vaccination
રાજ્યમાં આજે કુલ 38,477 લોકોનું સરસીકરણ(Vaccination) કરવામાં આવ્યુ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9,44,83,364 લોકોનું રસીકરણ કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો
Corona સંક્રમિતોની સંખ્યાએ 11 હજારનો આંક વટાવ્યો : 5 લોકોના મોત