Women’s empowerment નું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરુ પાડતા પ્રાંતવેલ ગામના સખી મડળની બહેનોએ મત્સ્ય પાલન ક્ષેત્રે નવા સોપાન સર કર્યા છે. ગુજરાતના અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાનું નાનકડુ ગામ પ્રાંતવેલ, જેમ ગામ નાનું તેમ તેની આર્થિક પ્રવૃત્તિઓ પણ પ્રમાણમાં ઘણી સિમિત. સામાન્ય રીતે જોઈએ તો બાયડ તાલુકાના પ્રાંતવેલ સહિતના નાના ગામોની આર્થિક પ્રવૃત્તિ મુખ્યત્વે ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. સાથે સાથે અહીંના લોકો થોડા ઘણા પ્રમાણમાં ખેતી અને પશુપાલન જેવી પ્રવૃત્તિઓ દ્વારા આર્થીક સંકળામણને દુર કરી પોતાનું અને પોતાના પરિવારનું અસ્તિત્તવ ટકાવી રાખવા સતત મહેનત કરે છે. આવી પરિસ્થિતિ વચ્ચે પ્રાંતવેલ ગામની નારીશક્તિના જીવનમાં મત્સ્ય પાલન ઉધ્યોગ દ્વારા નવી આશાની પાંખો ફેલાવી છે.
પ્રાંતવેલ ગામના સખી મંડળની બહેનોએ મત્સ્ય પાલન અંગે જાણકારી મેળવી
Women’s Empowerment : પ્રાંતવેલ ગામના સખી મડળની મહિલાઓના ઘર ગામના તળાવની નજીકમાં જ હોવાને લઈને ઈજારાદારો દ્વારા થતો લાખો રુપીયાના વેપારને જોઈ રહેવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ ન હતો. મત્સ્ય ઉધ્યોગને લગતુ કોઈપણ પ્રકારનું જ્ઞાન કે આવડત ન હોવાને કારણે તેમની પાસે મત્સ્ય ઉધ્યોગ દ્વારા વેપાર કરવાની શક્યતાઓ જુજ હતી. વળી ખેતીની જે થોડી ઘણી જમીન છે તે પણ તળાવ ભરાઈ જતા ડુબમાં જતી રહેતી હોવાથી ડેમના ખાલી થવાની રાહ જોઈને બેસી રહેવુ પડતુ હતુ. જ્યારે તળાવ ખાલી થાય ત્યારે વાવેતર કરી શકે, વળી જો પહેલો વરસાદ ભારે થાય તો ઉભો પાક પાણીમાં ગરકાવ થઈ જાય અને આખા વર્ષની મહેનત પાણીમાં જતી રહે. એવામાં સખી મંડળની સ્થાપના બાદ આ વિસ્તારની મહિલાઓએ મત્સ્ય પાલન અંગે મહત્વની અને ભવિષ્ય માટે ઉપયોગી જાણકારી મેળવી.
મીઠા પાણીની માછલીના સીડ ઉછેરવાનું નક્કી થયુ
મત્સ્ય પાલન અંગે જાણકારી મેળ્વ્યા બાદ આ વિસ્તારની મહિલાઓને એ જાણકારી મળી કે જો તળાવ 105 હેક્ટરનું હોય અને બારેમાસ પાણી ભરાયેલુ રહેતુ હોય તો તેમાંથી એક ચોક્કસ આવકનો સ્ત્રોત ઉભો કરી શકાય છે. મીઠા પાણીની માછલીના સીડ ઉછેરવામાં આવે તો સારી આવક ઉભી કરી શકાય તેવો વિચાર રજુ થયો.
વ્યાવસાયિક ગણતરીઓનો ધ્યાન પૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો
સરકાર દ્વારા મત્સ્ય ઉછેર વિભાગમાંથી માત્ર 35 પૈસમાં એક સીડ આપવામાં આવે છે, જે 8 માસ પછી ઓછામાં ઓછુ 800 ગ્રામથી 1 કિં.ગ્રા.નું થઈ જાય છે. આ મત્સ્ય ઉત્પાદનનો બજાર ભાવ 1 કિં.ગ્રા.ના અંદાજે રુ. 140 સુધી રહેતો હોય છે. જ્યારે તેના ઉત્પાદન માટે વપરાતુ સીડ ફક્ત રૂ. 0.35માં જ ઉપલબ્ધ છે. હવે જો આવા 1 લાખ સીડનો ઉછેર કરવા માટેની ગણતરી કરીએ તો ઉત્પાદન ખર્ચ આશરે રૂ. 35,000ની આસપાસ આવે. વળી માછલીઓના કુલ ઉત્પાદનમાંથી 10% મૃત્યુદર અને અન્ય નુકસાન સાથે ગણતરી કરવામાં આવે તો પણ આશરે 80 થી 85 હજાર સીડ ઉછરી શકે. હવે જો એક માછલી 800 ગ્રામથી 1 કિં.ગ્રા.ની થાય અને હોલસેલ ભાવ 100 રુ. લેખે પણ ગણવામાં આવે તો પણ 6 થઈ 6.5 લાખ રુ. માત્ર રુ. 35,000ના કોકાણ સામે મળી શકે.
સહિયારા પ્રયાસથી પગભર થવાની દિશામાં પહેલુ પગલુ માંડ્યુ
Women’s Empowerment : પ્રાતવેલ ગામના શખી મંડળની બહેનોએ કંઈક કરી છુટવાના જોશ અને હિંમત સાથે મત્સ્ય ઉધ્યોગમાં ઝંપલાવવાનું નક્કી કર્યુ. સરકાર દ્વારા ટ્રાઈબલ સબપ્લાન માંથી રુ. 3 લાખની ગ્રાંટ આપવામાં આવી, તે સાથે કેસ ક્રેડિટ દ્વારા રૂ. 1 લાખની લોન પણ આપવામાં આવી. આ મૂડીમાંથી પ્રાંતવેલ ગામની બહેનોએ તળાવની ક્ષમતાને ધ્યાનમાં રાખી કટલા, રહુ અને મ્રિગલા પ્રજાતિના 6 લાખ સીડને ઉછેરવાની શરુઆત કરી. ત્રણ નાની હોડીઓ, જાળી અને સીડ્સ ઝડપથી મોટા થાય તે માટે ખોરાકની ખરીદી કરાઈ. સખીમંડળની બહેનોએ સહિયારા પ્રયાસથી પોતાને પગભર કરવાની દિશામાં ડગલુ માંડ્યુ.
3.50 લાખનું વેચાણ અને 18 થી 20 લાખના વેચાણનો અંદાજ : નારી શક્તિએ સફળતા હાંસલ કરી
પ્રાતવેલ ગામના શખી મંડળની બહેનોની મહેનત રંગ લાવી અને ફીશનું સારુ એવુ ઉત્પાદન થયુ. તેમનું તળાવ માછલીઓથી ઉભરાવા લાગ્યુ. આ વર્ષે તેમણે રુ. 3.50 લાખની ફીશનું વેચાણ કર્યુ. આવનારા સમયમાં પ્રાતવેલ ગામના શખી મંડળની બહેનો જો નેટીંગની પુરી વ્યવસ્થા કરી શકે કુલ રુ. 18 થી 20 લાખના વેચાણનો અંદાજ છે. પોતાની મહેનત, સહકાર અને સમઝણના આધારે સફળતા પ્રાપ્ત કરી પ્રાંતવેલ ગામની બહેનોએ Women’s Empowerment નારી શક્તિનું એક નવુ ઉદાહણ પુરુ પાડ્યુ છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
Women’s empowerment, નારીશક્તિએ મક્કમ નિર્ધાર-સહિયારા પ્રયાસોથી સમાજને ઉન્નતિની નવી દિશા ચિંધી
સાચી દિશા અને સહિયારા પ્રયાસ થકી પ્રાતવેલ ગામના શખી મંડળની બહેનોએ નારીશક્તિ Women’s empowerment નું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડતા એ દર્શાવ્યુ છે કે નારીશક્તિ પોતાના મક્કમ નિર્ધાર અને સહિયારા પ્રયાસોથી સમાજને ઉન્નતિની નવી દિશા ચિંધી શકે છે.
આ પણ જુઓ
Corona SOP : કરફ્યુ(curfew) અંગે જાહરનામું