25 C
Ahmedabad
March 24, 2024
NEWSPANE24
Gujarat Ahmedabad News

Corona SOP : કરફ્યુ(curfew) અંગે જાહરનામું

Corona SOP
SHARE STORY

સમગ્ર વિશ્વમાં કોરોના(Corona)ને વૈશ્વિક માહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારેે ગુજરાતમાં Corona SOP : કરફ્યુ(curfew) અંગે જાહરનામું બહાર પાડવામાં આવ્યુ છે. સમગ્ર દેસમાં વ્યાપી રહેલા કોરોનાની મહામારી સાથે ગુજરાતમાં કોરોના સંક્રમણમાં સતત થઈ રહેલા વધારાને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પરિસ્થિતીનું આકલન કર્યા બાદ સમયાંતરે આવશ્યક સુચનાએ અને માર્ગદર્શિકાઓ બહાર પાડે છે. ભારત સરકારના ગૃહમંત્રાલય તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારાર કોરોના (Corona) સંક્રમણને વધતુ અટકાવવા નવી સુચનાઓ જાહેર કરવામાં આવી છે. જેના અંતર્ગત નીચે પ્રમાણે નિયંત્રણો(Corona SOP) લાગુ કરવામાં આવ્યા છે.

Corona SOP : કોરોના અટકાવવા આટલી જાગૃતિ જરુર રાખો

Corona SOP

Corona SOP : કોરોના અંગેના નિયંત્રણો

ગૃહ વિભાગની સુચના અનુસાર અમદાવાદ શહેરમાં તા. 22 જાન્યુઆરી થી 29 જાન્યુઆરી સુધી નિયે પ્રમાણેના નિયંત્રણો અમલમાં રહેશે.

વિગતો નિયંત્રણો
રાત્રિ કરફ્યુ રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગાંધીનગર સહિત વધુ બે શહેરો આણંદ અને નડીયાદમાં રાત્રિના 10 થી સવારના 6 સુધી રાત્રિ કરફ્યુ અમલમાં
દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લા, માર્કેટીંગ યાર્ડ, સાપ્તાહિક ગુર્જરી-બજાર, હાટ, હેર કટીંગ સલૂન, સ્પા અને બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઉપરોક્ત શહેરોમાં દર્શાવેલ વ્યાપારિક ગતિવિધિ રાત્રિના 10.00 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
હોટેલ-રેસ્ટોરેન્ટ્સબેઠક ક્ષમતાના 75% સાથે રાત્રિના 10 સુધી ચાલુ રાખી શકાશે
હોટેલ-રેસ્ટોરેન્ટમાં Home Delivery સેવાઓ રાત્રિના 24 કલાક ચાલુ રાખી શકાશે
સમગ્ર રાજ્યમાં તમામ પ્રકારના ધાર્મિક, રાજકીય, સામાજીક, સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળોખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50% (મહત્તમ 150 વ્યક્તિની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે
લગ્ન પ્રસંગ ખુલ્લામાં મહત્તમ 150 વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાના 50% (મહત્તમ 150 વ્યક્તિની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે
લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે
અંતિમક્રિયા-દફનવિધીમહત્તમ 100 (એક સો) વ્યક્તિઓને મંજૂરી
પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટનોન એ.સી. બસ સેવાઓ 75% ક્ષમતા સાથે(Standing not Allowed)
જ્યારે એ.સી. બસમાં સેવાઓ મહત્તમ 75% મુસારફરોની ક્ષમતા સાથે ચાલુ રહેશે, બસ ટ્રાન્સપોર્ટ સેવાને રાત્રિ કરફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે
સિનેમાહોલબેઠક ક્ષમતાના 50% સાથે ચાલુ રાખી શકાશે
જીમ સમાવેશ ક્ષમતાના 50% સાથે ચાલુ રાખી શકાશે
વોટરપાર્ક અને સ્વિમીંગ પૂલક્ષમતાના મહત્તમ 50% સાથે ચાલુ રાખી શકાશે
વાંચનાલયો બેઠક ક્ષમતાના 50% સાથે ચાલુ રાખી શકાશે
ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો બેઠક ક્ષમતાના 50% સાથે ચાલુ રાખી શકાશે
જાહેર બાગ-બગીચાઓરાત્રિના 10 કલાક સુધી
ધોરણ-9થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ સુધાના કોચિંગ સેન્ટરો, ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરોસ્થળની ક્ષમતાના 50% વિદ્યાર્થીઓ સાથે
શૈક્ષણિક સંસ્થાઓશિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે
શાળા, કોલેજ અન્યસંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક ભરતી અંગેની પરિક્ષાઓકોરોના ગાઈઢલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે
સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્પોર્ટ્સ સ્ટેડીયમ, સંકુલમાં રમત-ગમતપ્રેક્ષકોની ઉપસ્થિતી વગર ચાલુ રાખી શકાશે
ઉપરોક્ત તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ માટેકોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા ફરજીયાત રહેશે
Covid-19

રાત્રિ કરફ્યુમાં નીચેની બાબતો લક્ષ્યમાં લેવાશે

  1. બીમાર વ્યક્તિ, સગર્ભા કે અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવર-જવરની છૂટ રહેશે.
  2. મુસાફરોને રેલ્વે, એરપોર્ટ, એસટી કે સીટીબસની ટિકીટ રજૂ કર્યેથી અવર-જવરની પરવાનગી આપવાની રહેશે.
  3. રાત્રિ કરફ્યુના સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો યોજી શકાશે નહીં.
  4. આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા નાગરિકો-અધિકારીઓ-કર્મચારીઓએ અવર-જવર દરમ્યાન માગણી કર્યેથી જરુરી ઓળખપત્રો રજુ કરવાના રહેશે.
  5. અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલા વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી-કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશ.
  6. અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલા વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડૉક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતા કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવર-જવરની પરવાનગી આપવાની રહેશે.
corona

રાત્રિ કરફ્યુ દરમિયાન નીચે જણાવેલ સેવાઓ-પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે.

  1. Covid19 ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક કે તાત્કાલિક સેવા સાથે સંકળાયેલી સેવાઓ.
  2. મેડીકલ, પેરા-મેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
  3. ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
  4. ઈન્ટરનેટ, ટેલિફોન, મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર, આઈ.ટી. અને આઈ.ટી. સંબંધિત સેવાઓ.
  5. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયા, ન્ચૂઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન.
  6. પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી., સીએનજી, પીએનજી ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડક્શન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટ્સ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ.
  7. પોસ્ટ અને કુરીયર સર્વિસ.
  8. ખાનગી સિક્યુરીટી સેવા.
  9. પશુઆહાર, ધારયારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.
  10. કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા.
  11. ઉપરોક્ત તમામ આવશ્યક ચીજ-વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.
  12. આતરરાજ્ય, આતરજિલ્લા અને આંતરશહેરોમાં વ્યાપાર સેવાના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.
  13. તમામ પ્રકારના ઉત્પાદન, ઔધ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પુરો પડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહન વ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન કોરોના સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચૂસ્ત અને અનિવાર્યપણે પાલન કરવાનું રહેશે.
  14. બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, જે દરમિયાન કોરોના સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

તાજા સમાચાર

હુકમના અનદર કે ઉલ્લંધન બદલ શિક્ષા

આ હુકમનો ભંગ કરવા બદલ ધી ગુજરાત એપીડેમિક ડિસીઝ કોવીડ-19 રેગ્યુલેશન-2020 અને ઈન્ડીયન પીનલ કોડ-1860ની કલમ-188 તથા ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005ની કલમ 51 થી 60 ની જોગવાઈઓ પ્રમાણે સજાને પાત્ર.

આ પણ જુઓ

અમીરગઢ ચેકપોસ્ટથી 1.46 કરોડનો ચરસ(drugs)નો જથ્થો ઝડપાયો


SHARE STORY

Related posts

Vadodara Murder : હત્યાના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લેતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાંચ

Newspane24.com

Dinesh Sharma joins BJP : AMCના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ ભગવો ધારણ કર્યો

Newspane24.com

Crime Branch : વસ્ત્રાપુરમાં 24 લાખની ચોરી કરનાર ઘરઘાટીને 10 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ

Newspane24.com

E Vehicle : મુખ્યમંત્રીનો ઇ-વ્હિકલ ક્ષેત્રોના ઇનોવેટર્સ અને સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ સાથે સંવાદ

SAHAJANAND

Leave a Comment