National Voters’ Day, આપણી ચૂંટણી પ્રક્રિયાને સુગમ-સમાવિષ્ટ બનવવામાં સહભાગી બનવુ એ આપણું રાષ્ટ્રીય કર્તવ્ય છે. વિશ્વના કોઈ પણ લોકતાંત્રિક દેશની પારાશીશી એવી ચૂંટણી પ્રક્રિયાનું શસક્તિકરણ તેની સુગમતા, પારદર્શિતા, અને સર્વ સમાવિષ્ટતા પર આધારિત હોય છે. લોકતાંત્રિક પ્રક્રિયામાં મતદાતા અને મતદાન કેટલેક અંશે સમાન મહત્વ ધરાવે છે. લોકતાંત્રિક વ્યવસ્થામાં ચૂંટણી પ્રક્રિયાનો મુખ્ય હેતુ બંધારણની જોગવાઈઓ પ્રમાણે નાગરિકોની સહભાગિતા નિશ્ચિત કરવી. બંધારણના મૂળભુત ઉદ્દેશ્યને સાર્થક કરતા ભારતના દરેક નાગરિકની એ ફરજ છે કે ભારતમાં યોજાતી દરેક ચૂંટણીમાં મતદાન અવશ્ય કરી બંધારણીય મુલ્યોમાં પોતાની સહભાગીતા સુનિશ્ચિત કરે.
National Voters’ Day, મતદાતા દિવસની ઉજવણી વર્ચ્યુઅલી થશે
કોરોનાની મહામારી અને સંક્રમણને ધ્યાનમાં રાખી ભરતના ચૂંટણી પંચે National Voters’ Day રાષ્ટ્રીય મતદાતા દિવસને ‘ ચાલો ચૂંટણી પ્રક્રિયાને સમાવિષ્ટ, સુગમ અને સહભાગી બનાવીએ’ થીમ અંતર્ગત મતદાતા દિવસની ઉજવણી વર્ચ્યુઅલી ઉજવવાનું નક્કી કર્યુ છે. જેને https://ceo.gujarat.gov.in પોર્ટલ પર યોજવામાં આવશે. આ સાથે આ કાર્યક્રમને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીના સોશિયલ મીડિયામાં ફેસબૂક પેજ CEOGujarat ઉપર, અથવા તો યૂ-ટ્યુબ ચેનલ https://youtu.be/mdB0fc7Goow ઉપરથી પણ જોઈ શકાશે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
યુવા મતદારોની ગુજરાતમાં નોંધણી
ગુજરાત રાજ્યમાં ચાલી રહેલ ‘મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-2022’ અંતર્ગત 18 થી 19 વર્ષની વય ધરાવતા 6,51,075 નાવા યુવા મતદારોની નોંધણી કરવામાં આવી છે. આ સાથે મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કુલ 30,38,793 મતદાતાઓની નોંધણી થઈ ચૂકી છે. જે નાગરકિોની મતદાર તરીકેની નોંધણી મતદારયાદીમાં હજી સુધી બાકી હોય તેઓ હજી પણ “વોટર મોબાઈલ હેલ્પલાઈન” મારફતે નોંધણી કરાવી લોકતંત્રના સોથી મોટા ઉત્સવ ચૂંટણીમાં સહભાગી બની શકે છે.
આ પણ જુઓ
ગોધરાના કિશોરને વડોદરા સયાજી હોસ્પિટલ(sayajirao hospital vadodara)ના ડોક્ટરોએ આપ્યુ નવુ જીવન