Attack on Police : નરોડામાં પોલીસ પર ખુની હુમલો કરનાર વધુ એક શખ્સને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચેઝડપી લીધો છે. આ પહેલા આ કેસમાં અન્ય ત્રણ હુમલાખોરોને ક્રાઈમ બ્રાંચે 29 જાન્યુઆરીના રોજ ઝડપી લીધા હતા.
નરોડા પોલીસ પર હુમલાની ઘટના
નરોડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપીઓ અનીલ ઉર્ફે કાળી બળદેવભાઈ સોલંકી તથા તેના ભાઈ સંજય બળદેવભાઈ સોલંકીને પકડવા 26 જાન્યુઆરી 2022ના રોજ નરોડા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોર્ડનો સ્ટાફ નરોડા મુઠીયા અરવિદભાઈની ચીલી ખાતે ગયો હતો. જ્યાં આરોપી અનિલ ઉર્ફે કાળીને પોલીસે પકડી લેતા તેણે બુમાબુમ કરીને પોલીસ સાથે ઝપાઝપી કરી તેના પિતા, ભઈઓ અને ચાલીના અન્ય 10 થી 12 શખ્સોને ભોગા કરી પોલીસ પર હુમલો(Attack on Police) કરી દીધો હતો. પોલીસને ગડદાપાટુનો માર મારી સંજય બળદેવભાઈ સોલંકીએ લોખંડના હથોડાથી ફરીયાદીને શરીર પર તથા માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ કરી જાનથી મારી નાંખવાના ઈરાદે જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. બાદમાં તમામ આરોપીઓ પોલીસને માર મારી ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
આ પહેલા ક્રાઈમ બ્રાંચે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા
આ ઘટનાને લઈને ન્યૂઝ ચેનલોમાં પોલીસને દોડાવી દોડાવીને માર મારતા(Attack on Police) આરોપીઓના વીડિયો વાયરલ થતા ચકચાર મચી ગઈ હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચના અધિક પોલીસ કમિશ્નર પ્રેમવીર સિંહ, નાયબ પોલીસ કમિશ્નર ચૈતન્ય આર. માડલીકે પોલીસ પર હુમલા(Attack on Police)ના આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપી હતી. જેના અનુંસંધાને ક્રાઈમ બ્રાંચે(Ahmedabad Crime Branch) 29 જાન્યુઆરીના રોજ ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
પોલીસ પર હુમલો(Attack on Police) કરનાર આરોપી હાટકેશ્વર બસ સ્ટેન્ડ પાસેથી ઝડપાયો
એન્ટી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સ્કોર્ડના પો.ઈ. એય.એમ. વ્યાસ, પોલીસ સબ. ઈન્સ. ડી.આર. ચૌધરી અને તેમની ટીમ અન્ય ફરાર આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે પોલીસ પર હુમલા(Attack on Police)ના આ ગુનામાં ફરાર આરોપી લવકુશ ઉર્ફે લવલી હાલ અમદાવાદમાં હટકેશ્વર એેએમટીએસ બસ સ્ટેન્ડ પાસે ઉભો છે. જેના આધારે પોલીસે અહીં તપાસ હાથ ધરી મુળ ઉત્તર પ્રદેશના બાન્દા જીલ્લાના અને હાલ મુઠીયા નરોડા ખાતે રહેતા આરોપી લવલી વિરસિંગ રાજપુત(25)ને ઝડપી લીધો હતો.
આ પણ જુઓ
flag hoisting and flag unfurling difference : ધ્વજારોહણ અને ધ્વજ ફરકાવવા વચ્ચેનો તફાવત