Table of Content : UP Election : ભાજપે મુલાયમસિંહ યાદવની વહુ અપર્ણા યાદવને ભાજપમાં શામેલ કરી સમાજવાદી પાર્ટીના ગઢ ગણાતા યાદવ પરિવારમાં છીંડુ પાડ્યુ
ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો માહોલ(UP Election) માત્ર ગરમાઇ જ નથી રહ્યો તપી રહ્યો છે. તકવાદી નેતાઓના પક્ષાંતરણ ચરમ પર છે. પક્ષાંતર કરતા નેતાઓ નવા પક્ષની વહવાહી અને જુના પક્ષને ભાંડવા માટે કોઈ પણ સ્તરે જઈને વક્તવ્યો આપી રહ્યા છે. ઠરેલા નેતાઓ માપી-તોલીને પોતાનું વક્તવ્ય પ્રજા સમક્ષ મુકી રહ્યા છે. ત્યારે ભાજપના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સમાજવાદી પાર્ટી પર સચોટ વ્યંગ કર્યો છે.
up election : સમાજવાદી પાર્ટીના સર્વે સર્વા અખિલેશ યાદવ અને તાજેતરમાં ભાજપમાંથી સપા(સમાજવાદી પાર્ટી)માં જોડાયેલા સ્વામી પ્રસાદ મૌર્ય ભાજપ પર સતત કાયદો અને વ્યવસ્થા તથા મહિલા સુરક્ષાને લઈને આક્રામક વલણ અપનાવી રહ્યા છે. સ્વામી પ્રસાદ મૌર્યની પુત્રી સંધમિત્રા મૌર્ય બીજપીમાંથી સાંસદ છે અને અખિલેશ યાદવના ધરની પુત્રવધુ અપર્ણા યાદવ બીજેપીમાં શામેલ થતા ભાજપના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સમાજવાદી પાર્ટી પર કટાક્ષ કરતા પોતાના વક્તવ્યમાં જણાવ્યુ હતુ કે, ‘ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવની પુત્રવધુ અને સ્વામી પ્રસાદ મૌર્યની પુત્રી (બહુ-બેટી) બીજેપીમાં પોતાને સુરક્ષિત અનુભવે છે.’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી પ્રભાવિત : અપર્ણા યાદવ
ઉત્તરપ્રદેશની ચૂંટણી(up election) સંદર્ભે ભાજપે મુલાયમસિંહ યાદવની વહુ અપર્ણા યાદવને ભાજપમાં શામેલ કરી સમાજવાદી પાર્ટીના ગઢ ગણાતા યાદવ પરિવારમાં છીંડુ પાડી દીધુ છે. જ્યારે સ્વામી પ્રસાદ મૌર્યની ભાજપમાંથી સાંસદ પુત્રી સંધમિત્રા મૌર્ય પહેલા જ જણાવી ચૂક્યા છે કે, ‘મારા પિતા ભલે સમાજવાદી પાર્ટીમાં શામેલ થઈ ગયા હોય પણ હું ભાજપ નહીં છોડુ .“ ઉત્તર પ્રદેશના ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવસિંહ અને ઉપ-મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની ઉપસ્થિતીમાં ભાજપમાં પ્રવેશ કરતા અપર્ણા યાદવે જણાવ્યુ હતુ કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી પ્રભાવિત રહ્યા છે અને ભવિષ્યમાં પક્ષ દ્વારા જે પણ જવાબદારી આપવામાં આવે તેને તેઓ ખંતપૂર્વક નિભાવશે.
અહીં ઉદાહરણ સ્પષ્ટ છે કે પુત્રવધુ હોય કે દીકરી ભાજપના શાસનમાં સુરક્ષિત છે અને એટલે જ મુલાયમસિંહની પુત્રવધુ અને સ્વામી પ્રસાદ મૌર્યની દીકરી પોતાને ભાજપમાં સુરક્ષિત અનુભવી શકે છે : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર
ભજપના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ કે, “આજે મુલાયમસિંહ યાદવની પુત્રવધુ અપર્ણા ચાદવ ભાજપમાં શામેલ થઈ છે, અમે તેનુ સ્વાગત કરીએ છીએ, તેમનું ભાજપમાં આવવુ એ દર્શાવે છે કે ઉત્તર પ્રદેશમાં ગત પાંચ વર્ષોમાં યોગી આદિત્યનાથના નેતૃત્વની સરકારે બહુ-બેટીઓને સુરક્ષા આપવાનું કાર્ય કર્યુ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં કાયદાનું રાજ છે અને ઉત્તર પ્રદેશની પ્રત્યેક મહિલા આજે બહાર નીકળીને કામ કરી શકે છે કેમકે ત્યાંની ભાજપ સરકારે મહિલાઓને સુરક્ષા અને અધિકાર આપવાનું કાર્ય કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અહીં ઉદાહરણ સ્પષ્ટ છે કે પુત્રવધુ હોય કે દીકરી ભાજપના શાસનમાં સુરક્ષિત છે અને એટલે જ મુલાયમસિંહની પુત્રવધુ અને સ્વામી પ્રસાદ મૌર્યની દીકરી પોતાને ભાજપમાં સુરક્ષિત અનુભવી શકે છે.
UP Election : સમાજવાદી પાર્ટી આપરાધિક, માફિયાવાદી અને તમંચાવાદી : યોગી આદિત્યનાથ
અપર્ણા યાદવના ભાજપમાં સામેલ થવા અંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે અપર્ણા યાદવને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપની નીતિઓ સારી લાગતા તેઓ ભાજપમાં જોડાયા છે. આ સાથે તેમણે સમાજવાદી પાર્ટીને નિશાના પર લેતા જણાવ્યું હતું કે સમાજવાદી પાર્ટી હજી પણ આપરાધિક, માફિયાવાદી અને તમંચાવાદી માનસિકતામાંથી બહાર આવી શકી નથી, અરાજક તત્વો અને અપરાધીઓને ટિકિટ આપીને સમાજવાદી પાર્ટી પ્રદેશમાં ફરીથી 2017 પહેલાનો માહોલ બનાવવાની કોશિશમાં છે, જોકે જનતા ફરીથી તેને સ્વીકાર નહીં કરે.
UP Election : નેતાજીએ સમજાવવાની બહુ કોશિશ કરી પરંતુ તેઓ માન્ય નહીં : અખિલેશ યાદવ
અપર્ણા યાદવના બીજેપીમાં સામેલ થવા પર સમાજવાદી પાર્ટીના સર્વેસર્વા અખિલેશ યાદવે ચૂંટણીલક્ષી બચાવ કરતા જણાવ્યું હતું કે હું તેમને શુભકામનાઓ આપું છું અને આનાથી સમાજવાદી વિચારધારાનો વિસ્તાર થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે મને ખુશી છે કે હવે સમાજવાદી વિચારધારા ભાજપમાં પણ પહોંચી ગઈ છે અને ત્યાં પણ લોકતંત્ર અને સંવિધાનને બચાવવાનું કામ કરશે. અપર્ણા ને રોકવા અંગે પૂછવામાં આવતા અખિલેશે જણાવ્યું હતું કે નેતાજી(મુલાયમસિંહ યાદવ)એ સમજાવવાની બહુ કોશિશ કરી પરંતુ તેઓ માન્ય નહીં.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
અપર્ણા યાદવ ક્યાંથી લડશે ચૂ્ંટણી (UP Election)
ઉત્તર પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકરોમાં ચાલી રહેલી ચર્ચા અનુસાર અપર્ણા યાદવને લખનઉના કેન્ટ સીટ પરથી પાર્ટી ટિકિટ આપી શકે છે, અને આ અંગેનો નિર્ણય પાર્ટીની ચૂંટણી સમિતિની આવનારી બેઠકમાં લેવાઈ શકે છે. જ્યારે કાર્યકર્તાઓના એક ધડામાં એવી ચર્ચા પણ છે કે અપર્ણા યાદવને વિધાનસભાની ચૂંટણી(up election) લડાવવા કરતા તેમને ઉત્તર પ્રદેશ વિધાનમંડળમાં સ્થાન આપી ભવિષ્યમાં મોટી જવાબદારી સોંપી શકાય તેવી શક્યતા છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે અપર્ણા યાદવ વર્ષ 2017માં લખનઉની કેન્ટ વિધાનસભા સીટ પર ચૂંટણી લડયા હતા અને તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. લખનઉની કેન્ટ વિધાનસભા સીટ પર બ્રાહ્મણોનું વર્ચસ્વ છે અને એટલે જ ભાજપ આ સીટ પરથી મુખ્યમંત્રી દિનેશ શર્માને મેદાનમાં ઉતારી શકે છે. કેન્ટ સીટના જાતિગત સમીકરણો જોતાં અપર્ણા યાદવ ને અહીંથી ચૂંટણી લગાવવું પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.