Table of Content : વડોદરા પોલીસની શી-ટીમ(She Team) દ્વારા દારુના ધંધા સાથે સંકળાયેલી મહિલાઓનું પુનઃ સ્થાપન : પ્રશંસનીય પ્રયોગ
વડોદરા શહેરના પોલીસ કમિશ્નર શમશેરસિંધની ઉપસ્થિતીમાં સેવાતિર્થ સંસ્થા ખાતે શહેરના અલગ-અલગ વિસ્તારોની દારુના ધંધા સાથે સંકળાયેલી મહિલાઓ આ પ્રવૃત્તિ છોડી યોગ્ય દિશા તરફ વળી સામાન્ય જીવન જીવવા સક્ષમ બને તે માટે સેવાતીર્થ સંસ્થામાં પુનઃસ્થાપનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
“આત્મનિર્ભર પ્રોજેક્ટ” અંતર્ગત તરસાલીની સેવાતીર્થ સંસ્થાના સહયોગથી સેવાલક્ષી કાર્યક્રમનું આયોજન
વડોદરા શહેર પોલીસની શી-ટીમ(She Team) દ્વારા “આત્મનિર્ભર પ્રોજેક્ટ” અંતર્ગત તરસાલીની સેવાતીર્થ સંસ્થાના સહયોગથી આ સેવાલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વડોદરા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રહેતી અને દારુના ધંધા સાથે સંકળાયેલી મહિલાઓને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તી છોડી એવા વ્યવસાયો કે જેમાં તેઓ પોતાનુ માન-સન્માન અને પ્રતિષ્ઠા જાળવી શકે અને સમાજની મુખ્યધારામાં પાછા વળી પુનરોત્થાન તરફ પગલા માંડી આત્મસન્માન સાથે પોતાનું જીવન વિતાવે તેવો ઉમદા ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
22 પૈેકી 11 મહિલાઓને નવા વ્યવસાય શરુ કરવા મટે જરુરી સાધન-સામગ્રીનું વિતરણ
વડોદરા શહેર પોલીસની શી-ટીમ(She Team) દ્વારા આયોજીત આ કાર્યક્રમ અંતર્ગત સયાજીગંજ, રાવપુરા, મકરપુર, છાણી,કારેલીબાગ અને સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી અને પ્રોહિબિશનના વ્યવસ્યા સાથે સંકળાયેલી કુલ 22 જેટલી મહિલાઓને સેવાભાવી સંસ્થા સેવાતીર્થમાં 15 દિવસની સિલાઈકામ, અગરબત્તી બનાવવા જેવા નાના પ્રકારના સ્વરોજગારો અંગે તાલિમ આપવામાં આવી હતી. આ સાથે તેમને કાઉન્સિલીંગ દ્વારા પણ જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાગ લેનાર 22 મહિલાઓને નવો વ્યવસાય પ્રમાણિકતાથી કરવા અને સાચી દિશામાં આગળ વધવા સંકલ્પ લેવડાવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત આ 22 પૈેકી 11 મહિલાઓને નવા વ્યવસાય શરુ કરવા મટે જરુરી સાધન-સામગ્રી જેવી કે કેબિન, હાથલારી, ધરઘંટી, અગરબત્તી બનાવાનો સામાન સહિતની સામગ્રી પુરી પાડવામાં આવી હતી. જ્યારે બાકીની 11 મહિલાઓ કોઈ પણ પ્રકારની મદદ વિના આત્મનિર્ભર રીતે પોતાનો વ્યવસાય શરુ કરી શકે તેમ હોઈ તેમને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
વડોદરા શહેર પોલીસ કમિશ્નર શમશેરસિંઘની પ્રેરક ઉપસ્થિતી
વડોદરા શહેર પોલીસની શી-ટીમ(She-Team) દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશ્નર શમશેરસિંઘ, નાયબ પોલીસ કમિશ્નર લખધીરસિંહ ઝાલા, સેવાતીર્થ સંસ્થાના પ્રમુખ પુરુષોત્તમ પંયાલ, નોડલ અધિકારીઓ, શી-ટીમ(She Team)ના કર્મચારીઓ સહિત મદદનીશ પોલીસ કમિશ્નર મહિલા સેલ અને અન્ય અધિકારીઓ તથા પોલીસ વિભાગના અલગ-અલગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને સેવાતીર્થ સંસ્થાના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ જુઓ
નશામાં પાણીની જગ્યાએ અસિડ ગટગટાવ્યુ : દેશી દારૂ(liquor)નો નશો પરિવારના આધારને ભરખી ગયો