40.3 C
Ahmedabad
April 27, 2025
NEWSPANE24
Sports Nation News World

U19 World Cup, Ind win : ભારત 5મી વાર ચેંપિયન

U19 World Cup, Ind win
SHARE STORY

U19 World Cup, Ind win : ભારતે 5મી વાર ચેંપિયન બની ઈતિહાસ રચતા ઈંગ્લેન્ડને 4 વીકેટે પરાસ્ત કરી પાંચમી વાર અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ હાંસલ કર્યો છે. 

આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરતા ભારતીય ટીમે ગ્રૃપ મેચથી લઈને ફાઈનલ સુધીની તમામ મેચમાં ભવ્ય વિજય (U19 World Cup, Ind win) હાંસલ કર્યા છે. ભારતે આ ટુર્નામેન્ટમાં આર્યલેન્ડને 174 રને, દક્ષિણ આફ્રિકાને 45 રને, યુગાન્ડાને 326 રને હરાવવા સાથે ગઈ વખતાના ચેમ્પિયન બાંગ્લાદેશને 5 વિકેટે પસાસ્ત કર્યુ છે.

U19 World Cup, Ind win
Courtesy ICC

ભારતીય ટીમે રેકોર્ડની હારમાળા રચી

આ વિજય સાથે ભારતીય ટીમ વિશ્વમાં સોથી વધી 8 વાર ફાઈનલમાં પહોંચવાનો રેકોર્ડ પોતાના નામે કરી ચૂકી છે. વળી ભારતીય ટીમ સતત ચાર વાર ફાઈનલમાં પ્રવેશવાવાળી પ્રથમ ટીમ બની છે. આ સાથે વિશ્વમાં સોથી વધુ 5 અંડર-19 વિશ્વકપ જીતવાનો (U19 World Cup, Ind win) રેકોર્ડ પણ ભારતીય ટીમે પોતાના નામે કરી લીધો છે. ભારત બાદ ઓસ્ટ્રેલિયા 3 વાર આ ખિતાબ જીતી ચૂક્યુ છે.

ઈંગ્લેન્ડે ટોસ જીતી ફટકાબાજી પસંદ કરી

ઈંગ્લેન્ડે ટોસ જીતીને ફટકાબાજી કરવાનું પસંદ કર્યુ હતુ. ઈંગ્લેન્ડ તરફથી ઓપનિંગમાં જ્યોર્જ થોમસ અને જેકબ બેધેલ મેદાનમાં ઉતર્યા હતા. જ્યારે ભારત તરફથી રાજવર્ધન હંગરગેકરે બોલીંગની શરુઆત કરી હતી. જેકે ભારતને પહેલી સફળતા અપાવતા રવિ કુમારે જેકબ બેધેલને 2 રને પેવેલીયન ભેગો કરી દીધો હતો. ત્યારબાદ પોતાનું ધારદાર બોલીંગ આક્રમણ ચાલુ રાખતા રવિ કુમારે ઈંગ્લેન્ડના કેપ્ટન ટોમ પ્રેસ્ટને શુન્ય પર બોલ્ડ કરી દીધો હતો.

લગાતાર બે વીકેટ પડતા ઈંગ્લેન્ડ દબાણમાં આવ્યુ

U19 World Cup, Ind win
Courtesy ICC

લગાતાર બે વીકેટ પડતા ઈંગ્લેન્ડ દબાણમાં આવી ગયુ હતુ. જોકે ભારતીય બોલરોએ આ દબાણનો ફાયદો ઉઠાવતા રાજા બાવાએ 11મી ઓવરમાં જ્યોર્જ થોમ્સને 27 રને કવર્સમાં કેપ્ટન ઢુલના હાથમાં ઝડપાવી દેતા ઈંગ્લીશ ફટકાબાજો ખુબ દબાણમાં આવી ગયા હતા. ત્યારબાદ સેલ્સ અને રિયુની ભાગેદારીએ ઈંગ્લેન્ડના સ્કોરને આગળ વધાર્યો.

ઈંગ્લેન્ડનો દાવ 189 રને સમેટાયો

ઈનિંગના અતની 44મી ઓવરમાં રવિ કુમારે પહેલા જ બોલ પર ભારત માટે ખતરો બની રહેલા જેમ્સ રિયુને 95 રને આઉટ કરી દીધો. ઈંગ્લેન્ડની ટીમ ભારતીય બોલરો સામે શરણાગતી સ્વિકારતા 189 રને પેવેલીયન ભેગી થઈ ગઈ હતી અને ભારતને જીતવા માટે 190 રનને લક્ષ્યાંક મળ્યો હતો. જે ભારતીય ટીમનું પ્રદર્શન જોતા કંઈ ખાસ મુશ્કેલ ન હતો.

U19 World Cup, Ind win : ભારતની શરુઆત ખરાબ રહી

190 રનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમની શરુઆત સારી ન રહેતા જોશુઆ બોયડેને પહેલી જ ઓવરમાં ભારતીય ઓપનર અંગકૃષને શુન્ય રને પેવેલીયન ભેગો કરી દીધો હતો. પહેલી ઓવરમાં વિકેટ ગુમાવ્યા બાદ ભાગીદારી કરવાનું દબાણ હરનુરસિહ અને શેખ રસીદ પર આવી ગયુ હતુ.

U19 World Cup, Ind win : હરનૂર-રશીદે બાજી સંભાળી

જકે આ બંન્નેએ સાતત્યપૂર્ણ બેટીંગ કરી ભારતના સ્કોરને આગળ ધપાવ્યો. દરમ્યાન રેહાને હરનૂરસિંહનો કેચ છોડતા તેને જીવતદાન મળ્યુ હતુ. જોકે 18મી ઓવરમાં 21 રન બનાવી હરનૂરસિહે પોતાની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ બેટિંગમાં ઉતરેલા કેપ્ટન યશ ઢુલે રશીદને સાથ આપી ભારતીય ઈનિંગને આગળ વધરી હતી. દરમ્યાન 27મી ઓવરમાં શેખ રસીદ પોતાનુ અર્ધશતક પુરૂ કરતા 50 રને સેલ્સનો શિકાર બન્યો. ત્યાર બાદ 9 બોલ પછી ભારતે કેપ્ટન ઢુલેપણ પોતાની વીકેટ ગુમાવી હતી. ભારતીય ટીમ હજી પણ આ મેચમાં ઈંગ્લેન્ડ કરતા સારી સ્થિતિમાં હતી. ભારતે પોતના 100 રન પુરા કરી લીધા હતા અને હજી 18 ઓવર બાકી હતી.

સિંધુ અને રાજ અંગદ પીચ પર ટકી રહ્યા

U19 World Cup, Ind win
Courtesy ICC

નિશાંત સિંધુ અને રાજ અંગદ પીચ પર ટકી રહ્યા હતા. રાજા બાવા અને સિંધુ ભારતની ઈનિંગને ધીરે ધીરે લક્ષ્ય તરફ લઈ જવા લાગ્યા. ભારતના દાવમાં 39મી ઓવર સુધી એક પણ સીક્સર નોંધાઈ ન હતી. જોકે 40મી ઓવરમાં નિશાંત અને સિંધુ બંન્ને એ સિક્સરો ફટકારતા ભારતીય ટીમ પરથી દબાણ સતત ઘટતુ જતુ હતુ. પછીની ઓવરમાં બાવાએ લોંગઓન પર સિક્સર ફટકારતા ભારતના 150 રન પુરા થયા. જેકે નાની પરંતુ અગત્યની ઈનિંગ રમ્યા બાદ રાજ બાવાએ પોતાની વિકેટ ગુ્માવી હતી.

નિશાંતસિંધુ વિજય સુધી દોરી ગયો

જોકે ભારતીય ટીમ વિજયથી માત્ર 14 રન દુર હતી ત્યારે કૌસલ તંબેની છઠ્ઠી વિકેટ પડતા ઈંગ્લેન્ડની ટીમ કોઈ ચમત્કાર માટે આશાવાદી બની હતી. જેકે નિશાંતસિંધુ 54 બોલમાં અર્ધશતક ફટકારી ભારતની જીત (U19 World Cup, Ind win) નિશ્ચિત કરી હતી.

રાજા અંગદ બાવા મેન ઓફ ધ મેચ : ડેવાલ્ડ બ્રેવિસ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ

U19 World Cup, Ind win
Courtesy ICC

ભારતના ઓલરાઉન્ડર રાજા અંગદ બાવાને 33 રનમાં 5 વિકેટ હાંસ કરવા સાથે 35 રનોની મહત્વની ઈનિંગ રમવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ટુર્નામેન્ટમાં સૌથી વધુ 506 રન બનાવનાર દક્ષિણ આફ્રિકાના ફટકાબાજ ડેવાલ્ડ બ્રેવિસને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

તાજા સમાચાર

ભારતીય ટીમના દરેક ખેલાડીને 40 લાખનું ઈનામ : બીસીસીઆઈ સચિવ જય શાહ

આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમને હેડ કોચ ઋષિકેશ કાનિટકર રહ્યા હતા. ભારતીય ક્રિક્ટ કંટ્રોલ બોર્ડ દ્વારા અંડર-19 વર્લ્ડ કર જીતનાર (U19 World Cup, Ind win) ભારતીય ટીમના દરેક ખેલાડીને 40 લાખ રુ.નું ઈનામ આપવામાં આવશે. આ સાથે દરેક સપોર્ટ સ્ટાફને રુ. 25 લાખનું ઈનામ આપવામાં આવશે. બીસીસીઆઈના સચિવ જય શાહે આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે મને ઈનામ આપતા અત્યંત પ્રશન્નતા થઈ રહી છે, ફાઈનલમાં ટીમનું પ્રદર્શન ઉતક્રૃષ્ઠ રહ્યુ. ભારતીય ટીમે આપણને ગર્વ કરવાનો મોકો આપ્યો છે.

આ પણ જુઓ

caretaker beating child : સુરતમાં કેરટેકરે માર મારતા 8 માસના બાળકને બ્રેઈન હેમરેજ


SHARE STORY

Related posts

Corona : ગુજરાતમાં નવા 2,909 કેસ : 21 ના મોત

SAHAJANAND

કેમીકલ ચોરી(chemical theft) કરવા નારોલ લવાયેલા 10.5 લાખના જથ્થા સાથે 3 શખ્સો ઝડપાયા

SAHAJANAND

Vadodara Police : તૃષા સોલંકી હત્યા કેસમાં માત્ર 7 દિવસમાં ચાર્જશીટ : વડોદરા ક્રાઈમ બ્રાન્ચની સિદ્ધી

Newspane24.com

Chain Snatcher : સંતરામ મંદિરમાંથી સોનાના દોરાની ચીલઝડપ કરનાર ઝડપાયો

SAHAJANAND

Leave a Comment