Crime Branch : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે ઓઢવ રીંગ રોડ સર્કલ પાસેથી ટ્રકમાં સંતાડેલા 32 લાખના દારુ સાથે 2 શખ્સોને ઝડપી લીધા છે.
હોળી-ધુળેટીના તહેવારોને લઈને અમદાવાદ શહેરમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા પોલીસ કમિશ્નર તરફથી સુચનો કરાયા હતા. જેના અનુસંધાને અધિક પોલીસ કમિશ્નર પ્રેમવિરસિંહ તથા નાયબ પોલીસ કમિશ્નર ચૈતન્ય આર. માંડલીકના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચે પ્રોહીબીશનની બદીને નાબુદ કરવા ડ્રાઈવનું આયોજન કર્યુ હતુ.
Crime Branch : ક્રાઈમ બ્રાંચને મળી માહિતી
આ ડ્રાઈવ હેઠળ ક્રાઈમ બ્રાન્ચની એન્ટી પ્રોપર્ટી સ્ક્વોડ-1ના પોલીસ ઈન્સ. એન.આર. બ્રહ્મભટ્ટના માર્ગદર્શનમાં પો.સ.ઈન્સ. જે.ડી.બારોટ અને તેમની ટીમ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
દરમ્યાન એન્ટી પ્રોપર્ટી સ્ક્વોડની ટીમના અ.હે.કો. અલ્તાફખાનને માહિતી મળી હતી કે, ’એક ટાટા ટ્રક નંબર-PB-07-AL-1224નો ચાલક ટ્રકમાં વિદેશી દારુનો જથ્થો ભરી રામોલ ટોલટેક્ષ તરફથી આવી પાંજરાપોળ ચાર રસ્તા થઈ નરોડા તરફ જવાનો છે.’
Crime Branch : ઓઢવ રીંગરોડ સર્કલ પાસે આરોપીઓને દબોચી લેવાયા
માહિતીને આધારે પોલીસે ઓઢવ રીંગ રોડ સર્કલ નજીક આવેલ નરોડા તરફ જતા રીંગ રોડ પાસે અહીં જાળ બિછાવી હતી. માહિતી પ્રમાણેની ટ્રક આવતા પોલીસે તેને કોર્ડન કરી તપાસ કરતા બુટ(શુઝ)ના બોક્સની આડમાં છુપાવી રાખેલો દારુનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે પોલીસે ટ્રકમાંથી હરિયાણાના આરોપી ધરમપાલ ઉર્ફે પાલુ પ્રેમસિંગ(39) અને મનજીત અમીચંદ ચમાર(36)ને પણ ઝડપી લીધા હતા.
Crime Branch : કુલ રુ. 47,99,000નો મુદ્દામાલ કબજે
પોલીસે ટ્રકમાંથી અલગ અલગ કંપનીના બુટ(શુઝ)ના કંતાનના બોક્સની આડમાં છુપાવી રાખેલા રુ. 31,94,000ની કિંમતના વિદેશી દારુના જથ્થા સહિત મોબાઈલ અને ટ્રક મળી કુલ રુ. 47,99,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
પોલીસે આ અંગે ગુનો નોંધી દારુનો આ જથ્થો કોની પાસેથી લવાયો અને કોને પહોંચાડવાનો હતો તથા આ ગુનામાં અન્ય કેટલા શખ્સો શામેલ છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.