anti national : ક્રાઈમ બ્રાંચે દેશની સલામતી માટે જોખમી સી.જી. રોડ પર ચાલતા ઈન્ટરનેશનલ કોલને લોકલમાં કન્વર્ટ કરતા એક્સચેન્જને ઝડપી પાડ્યુ છે.
anti national : સરખેજનો અલ્લારખા કટારીયા ઝડપાયો
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંન્ચે નવરંગપુરા વિસ્તારમાં સી.જી. રોડ ખાતે ગેરકાયદેસર ટેલીફોન એક્સચેનજ ચલાવી છેલ્લા 11 દિવસમાં 12,46,654 જેટલા ઈન્ટરનેશનલ(VOIP) કોલને લોકલ(GSM)માં કનવર્ટ કરી દેશને લાખો રૂ.નો ચુનો લગાડનાર મુળ કોડીનાર જુનાગઢના અને હાલ સરખેજ ખાતે રહેતા તબરેઝ અલ્લારખાભાઈ કટારીયાને ઝડપી લીધો છે.
anti national : ક્રાઈમ બ્રાંચને મળી માહિતી
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે નવરંગપુરા વિસ્તારમાં સી.જી. રોડ,સમુદ્ર કોમ્પલેક્ષના પ્રથમ માળે ઓફીસ નં. બી-૧૦૪ માં ગેરકાયદેસરનુ ઈન્ટરનેશનલ(VOIP) કોલને લોકલ(GSM) કોલમાં કનવર્ટ કરવાના કોલ સેન્ટરની આડમાં ટેલીફોન એક્ષચેંજ ચાલે છે.
anti national : જીઓ ની 1000 કોલની SIP લાઈન મળી આવી
જેના આધારે પોલીસે મામલાની ગંભીરતા સમજી તુરંત હરકતમાં આવી અહીં દરોડો પાડતા ઘટનાસ્થળે હાલ સરખેજ ખાતે રહેતા મુળ કોડીનાર, તા.કોડીનાર જી.ગીરસોમનાથના તબરેઝ અલ્લારખાભાઈ કટારીયા હાજર મળી આવેલ. જેની પુછપરછ કરતા તેણે કોસ્મેટીકા ઈન્ડીયા નામની કંપનીનું એડવર્ટાઈઝીંગનુ કોલ સેન્ટર ચલાવતો હોવાનું અને તેના માટે જરૂરી જીઓ કંપનીની ૧૦૦૦ કોલની SIP લાઈન તથા ૫૦MBPSની લીઝ લાઈન લીધી હોવાનુ જણાવ્યુ હતુ.
anti national : વિદેશી કોલને રુટ કરી GMS માં તબદીલ કરવામાં આવતા હતા
પોલીસે ઝીણવટભરી વધુ તપાસ હાથ ધરતા કોલ સેન્ટરમાં સેટઅપ કરેલ લીઝ લાઈન સીપ લાઈન તથા લાગેલ સર્વર ચેક કરાવતાં તેમાં VMWARE નામના વર્ચ્યુઅલ મશીનથી અન્ય લીનક્ષ તથા વિન્ડોવસ ઓપરેટીંગ સિસ્ટમ એની ડેસ્ક સોફ્ટવેર મારફતે ઓપરેટ કરી માઈક્રોટેક ક્લાઉડ કોર નામના રાઉટરની મદદથી વિદેશથી આવતાં કોલને રૂટ કરી જી.એસ.એમ. નેટવર્કમાં તબદીલ કરતાં હોવાનું જાણવા મળ્યુ હતુ.
anti national : છેલ્લા 10 દિવસમાં 12,46,654 કોલ
ઉપરાંત છેલ્લા અગિયાર દિવસમાં આશરે ૧૨,૪૬,૬૫૪ જેટલા વિદેશી કોલને ઉપરોક્ત સોફ્ટવેરની મદદથી રૂટ કરી જી.એસ.એમ. નેટવર્કમાં તબદીલ કરી ભારત દેશને લાખો રુપિયાનુ આર્થિક નુકશાન પહોંચાડ્યુ હોવાની વિગતો પણ મળી આવી હતી.
anti national : જુદી જુદી કંપનીના રાઉટરો અને 24 પોર્ટ સ્વિચ કબજે કરાયા
વધુ પુછપરછમાં આરોપીએ આ સેટઅપ તેના મિત્ર DWAYNE MICHAEL PEREIRA ઉર્ફે ટોની, રહે. સી/૪૪,ન્યાતિ સેરેનીટી કન્ટ્રી ક્લબની સામે, મોહંમદ વાડી પુણે મહારાષ્ટ્રની મદદથી સેટ કર્યો હોવાનું અને તમામ સેટઅપ આ DWAYNE MICHAEL PEREIRA ઉર્ફે ટોની ઓપરેટ કરતો હોવાનું જણાવ્યુ હતુ. જેથી પોલીસે બંન્ને આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી ઘટનાસ્થળેથી જુદી જુદી કંપનીઓના રાઉટરો તથા ૨૪ પોર્ટ સ્વિચ તથા સર્વર સી.પી.યુ. તથા મળી કુલ ૪૬,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
anti national : પોલીસે વોન્ટેડ ટોનીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા
પોલીસ વેન્ટેડ આરોપી ટોનીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉપરાંત આ બનાવમાં નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, યુ.એ.ઈ. તથા અન્ય ગલ્ફ દેશોમાંથી પણ આ રીતે ઈન્ટરનેશન ફોનને ડાયવર્ટ કરી, લોકલ કોલમાં કન્વર્ટ કરી ભારતદેશને તથા ટેલીકોમ કંમ્પનીઓને આર્થિક નુકશાન કરવામાં આવ્યુ છે અને ભુતકાળમાં ભારતદેશમાં બનેલ આંતક્વાદી ધટનાઓમાં આવા એક્ષ્ચેંન્જનો ઉપયોગ થયો હોવાની શક્યતાને લઈને પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
આ પણ જુઓ
Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ