Crime Branch : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે 2 તમંચા અને 3 કારતુસ સાથે મૂળ ઉત્તરપ્રદેશ અમેઠીના શખ્સને ઝડપી લીધો છે.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચના અધિક પોલીસ કમિશ્નર પ્રેમવીર સિંહ, નાયબ પોલીસ કમિશ્નર ચૈતન્ય આર. માંડલીક દ્વારા અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કે વેચાણ કરતા અપરાધિક તત્વોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સુચનો કરવામાં આવ્યા હતા.
Crime Branch : પોલીસને આરોપી અંગે માહિતી મળી
જેના અનુસંધાને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સેલના પો.ઈન્સ. એચ.એમ. વ્યાસ, પો.સબ.ઈન્સ. એસ.એચ. રાઠોડ તથા ટીમ આરોપીઓને શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતી ત્યારે માહિતી મળી હતી કે પપ્પુ વિસંબર ચૌહાણ(20) નામનો શખ્સ ગોરકાયદેસર હથીયારો લઈને અમદાવાદ શહેરના વટવા જીઆઈડીસી વિનોબાભાવેનગર તરફથી આવી સરદાર પટેલ રીંગ રોડ વિંઝોલ ચોકડી સરસ્વતી વિદ્યાલય થઈ વિંઝોલ ચાર રસ્તા તરફ જવાનો છે.

Crime Branch : હથિયારો સાથે ઉત્તરપ્રદેશના શખ્સને ઝડપી લીધો
મહિતીને આધારે પોલીસે અહીં જાળ બીછાવી વટવા જીઆઈડીસી વિનોબાભાવેનગરથી એસ.પી. રીંગ રોડ તરફ જતા રોડ પર આવેલા ચુડેલ માતાના મંદિર સામેથી મૂળ ઉત્તરપ્રદેશ અમેઠીના અને હાલ વટવા જીઆઈડીસી ખાતે રહેતા પપ્પુ વિસંબર ચોહાણ(20)ને ઝડપી લીધો હતો.

Crime Branch : 2 તમંચા અને 3 કારતુસ કબજે કરાયા
પોલીસે આરોપીની તપાસ કરતા તેની પાસેથી રુ. 10,000 ની કિંમતના 2 દેશી તમંચા અને રુ. 300ની કિંમતના 3 કારતુસ મળી આવ્યા હતા. વધુ તપાસ કરતા આરોપી અગાઉ પણ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે મારામારીના ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું બહાર આવ્યુ હતુ.

આરોપીએ વધુ પુછપરછમાં જણાવ્યુ હતુ કે તે આ હથિયાર વધુ કિંમતે વેચાણ કરવાના આશયથી ખરીદીને લાવ્યો હતો. તેમ છતાં પોલીસે આ અંગે આરોપી સામે આર્મ્સ એક્ટ સહિતી કલમે સાથે ગુનો નોધ્યો છે અને આરોપી આ હથિયાર ક્યાંથી લાવ્યો, કયા હેતુસર લાવ્યો અને તેની સાથે આ ગુનામાં અન્ય કેટલા શખ્સો સંકળાયેલા છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા

આ પણ જુઓ
Sensitive police : સરખેજ પોલીસે ગુમ થયેલા બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી પરિવારને સોંપ્યા