ઓળખીતા વ્યક્તિએ સોપારી આપી વેપારીને ઈજા પહોંચાડવાની ઘટના સામે આવી છે. જેમાં ક્રાઈમબ્રાંન્ચે જમાલપુર, સરખેજ અને દાણીલીમડા ખાતે રહેતા 3 શખ્સોને ઝડપી લીધા છે.
વિષય કોષ્ટક
કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ
પ્રાપ્ત થતી માહિતી અનુસાર 15 ફેબ્રૃઆરીના રોજ કાગડાપીઠ બીગ બજાર મોલની પાછળ, સીટી સેન્ટર-2ની ગલીમાં પાંચ શખ્સોએ બેઝબોલના ઘોકા તથા લાકડીઓથી એક વેપારી પર હુમલો કર્યો હતો. જેની ફરીયાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી.
ક્રાઈમબ્રાન્ચે આરોપીઓને ઝડપી લીધા
દરમ્યાન ક્રાઈમબ્રાન્ચના પો.ઈન્સ. બી.એસ. સુથાર, પો.સ.ઈ. એ.કે.પઠાણ અને તેમની ટીમે તપાસ હાથ ધરી જુહાપુરા ફતેવાડી કેનાલ મેટ્રો સ્ટેશનના પાછળના ગેટ પાસેથી 3 આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓમાં જમાલપુર ખાતે રહેતો સોયેબ ઉર્ફે ચિલ્લી યાસીનભાઈ પોમચાવાલા(20), સરખેજ ખાતે રહેતો મોહંમદઉવેશ હાજીઅબ્દુલ લુહાર(23) અને દાણી લીમડા ખાતે રહેતા સરફરાજ ઉર્ફે સરફુ મોહંમદસાબીર શાકભાજીવાલા(22)નો સમાવેશ થાય છે.
વેપારીને ઈજા પહોંચાડવા ઓળખીતાએ આપી સોપારી
આરોપીઓની પુછપરછમાં જાણવા મળ્યુ હતુ કે આરપીઓના ઓળખીતા આસ્ટોડિયા ખાતે રહેતા હસનભાઈ સંધીએ એક વેપારીને ઈજા પહોંચાડવા માટે આરોપીઓને સોપારી આપી હતી, અને કામ પુરુ થયા બાદ આરોપીઓને પૈસા આપવાનો વાયદો કર્યો હતો. વળી હસન સંધીએ આરોપીઓને બેઝબોલના ધોકા તથા લાકડીઓ પણ પુરી પાડી હતી. આ સાથે ભોગ બનનારની રેકી પણ કરાવી હતી.
રેકી કરી, પીછો કર્યા બાદ વેપારીને માર મારી લૂંટી લીધો
ત્યારબાદ તકનો લાભ લઈ 15 ફેબ્રૃઆરીના રોજ પકડાયેલા આરપીઓ સાથે શહેર કોટડા ખાતે રહેતો મુસ્તફા ઉર્ફે પચ્ચીસ સાબીરભાઈ બોક્ષવાલા, વાડજ ખાતે રહેતો રુષભ ઉર્ફે કબુતર પ્રવિણભાઈ ગોસ્વામી તથા જુહાપુરા ખાતે રહેતો શાહીલ ઉર્ફે બાપુ સઈદભાઈ શેખે ભેગા મળી એક્ટિવા તથા રીક્ષા લઈ ફરીયાદીનો પીછો કરી કાગડાપીઠ બીગ બજાર મોલની પાછળ, સીટી સેન્ટર-2ની ગલીમાં રોકી બેઝબોલના ધોકા તથા લાકડીઓથી માર મારી, ઈજાઓ કરી ફરીયાદીને લૂંટી લીધો હતો.
આરોપીઓ પાસેથી કબજે કરાયેલ મુદ્દામાલ
આરોપીઓ પાસેથી ક્રાઈમબ્રાન્ચે એક્ટિવા અને રીક્ષા મળી કુલ ₹. 1,00,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ ગુનામાં અન્ય કેટલા શખ્સો શામેલ છે અને આરોપીઓ આવા કેટલા ગુનામાં સંડોવાયેલા છે તે અંગે ક્રાઈમબ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી અન્ય આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ભાડજ સાયન્સ સીટી વિસ્તારમાં મોલ, સુપરમાર્કેટ, હોસ્પિટલ, શો-રુમ, હોટેલ માટે ઉત્તમ સ્થળ
આ પણ જુઓ
ટીમ ઈન્ડિયાનો ઓસ્ટ્રેલિયાને ત્રિજા દિવસે 6 વિકેટે પછાડ્યુ : ચાર ટેસ્ટની શ્રેણીમાં ભારત 2-0 થી આગળ
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા