વિશ્વના કેટલાક દેશોમાં કોરોના(Corona)ના દર્દીઓની સંખ્યામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વધારો જવો મળી રહ્યો છે. 11 જાન્યુઆરી 2022ના રોજ ગુજરાત રાજ્યમાં નવા કોરોના (Corona) સંક્રમિતોની સંખ્યા 7,476 છે. રાજ્યમાં આજે કોરોના (Corona) ના ઓમિક્રોન(Omicron) વેરિયન્ટનો એક પણ કેસ નોંધાયો નથી. આજે 2,704 દર્દીઓ કોનોનાને મ્હાત આપી પોતાના ઘરે પાછા ફર્યા છે.


આજે કુલ 3,30,074 લોકોનું રસીકરણ
આજે રાજ્યમાં 2,704દર્દીઓ કોરોનાને હરાવી પોતાના ઘરે પરત ફર્યા છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 8,28,406 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. હાલમાં રાજ્યનો રીકવરી રેટ 94.59% રહેલ છે. આજે સાંજે પાંચ વાગ્યા સુધી કુલ 3,,30,074 લોકોનું રસીકરણ થઈ ચૂક્યુ છે.
રાજ્યમાં કુલ 10,132 લોકો કોરોનાનો ભોગ બન્યા
રાજ્યમાં હાલ કોરોનાના 37,238 એક્ટિવ કેસ છે. જેમાંના 34 વેન્ટીલેટર પર છે જ્યારે 37,204 સ્ટેબલ અવસ્થામાં છે. કોરોના(Corona) સક્રમણને કારણે આજે 3 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. આત્યાર સુધી રાજ્યમાં કુલ 10,132 લોકો કોરોના મહામારી(Pandamic)નો ભોગ બની ચૂક્યા છે.
રાજ્યમાં ઓમિક્રોનનાં કુલ 204 કેસ
આજે રાજ્યમાં ઓમિક્રોનનો એક પણ નવો કેસ નોંધાયો નથી. હાલ રાજ્યમાં ઓમિક્રોન(Omicron)નાં કુલ 264 કેસ છે, જ્યારે 225 ઓમિક્રોનના દર્દીઓ સાજા થઈ સ્વગૃહે પરત ફર્યા છે.