Vadodara Police : વડોદરા શહેેર પીસીબી દ્વારા બિસ્નોઈ ગેંગની 1.80 કરોડની દારુની હેરાફેરીનો હિસાબ બહાર આવતા ચકચાર મચી ગઈ છે.
Vadodara Police : પીસીબી દ્વારા બિસ્નોઈ ગેંગના દારુની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ
વડોદરા શહેર પીસીબી દ્વારા 8 માર્ચ 2022ના દિવસે પાડવામાં આવેલા દરોડામાં જાલોર રાજસ્થાનના ચાર આરોપીઓ ધેવરચંદ ભગીરથરામ બિસ્નોઈ(23), નારાયણ ઉર્ફે નરેશ ભારમલજી બિસ્નોઈ, દિનેશકુમાર વાગારામ બિસ્નોઈ(32) અને દિનેશકુમાર જયકિશન બિસ્નોઈ(28)ને ઝડપી લઈ તેમની પાસેથી રુ. 16,33,200ની માતબર રકમનો દારુનો જથ્થા સહિત કુલ રુ. 34,80,600નો મુદ્દામાલ કબજે કરી બિસ્નોઈ ગેંગ દ્વારા ચલાવાતા દારુની હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

Vadodara Police : ફરાર આરોપી નરેશને પોલીસે ઝડપી લીધો
આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી નિઝામપુરા વડોદરા ખાતે રહેતા ફરાર આરોપી નરેશભાઈ રમેશભાઈ કરસાણી(32)ને ઝડપી લીધો છે. નરેશ પાસેથી પોલીસે મોબાઈલ ફોન કબજે કરી નિલેશ સિન્ધીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Vadodara Police : હિસાબના ચોપડામાં 1.80 કરોડના દારુની હેરાફેરી
આ કેસના મુખ્ય આરોપી ધેવરચંદ પાસેથી મળેલા હિસાબના ચોપડાઓમાંથી પોલીસને ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. જેમાં બિસ્નોઈ ગેંગ દ્વારા છેલ્લા બે માસ દરમ્યાન અલગ-અલગ તારીખો અને સમયે અલગ અલગ માત્રામાં રામલાલ નામના શખ્સ પાસેથી દારુનો જથ્થો મગાવ્યો હોવાની સાથે કુલ રુ. 1.80 કરોડનો દારુનો જથ્થો મંગાવાયો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

Vadodara Police : દારુનો જથ્થો હરિયાણાથી વાયા રાજસ્થાન ગુજરાત પહોંચ્યો
આરોપી ધેવરચંદ દારુનો જથ્થો રામલાલ પાસે મંગાવતો હતો, જ્યારે રમાલાલ દારુનો જથ્થો હરિયાણાના બુટલેગરો પાસેથી રાજસ્થાન ખાતે લાવી બાદમાં ગુજારાતના વડોદરા ખાતે પોતાના ગોડાઉનમાં પહોંચાડી દેતો હતો.

ઉપરાંત આ હિસાબના ચોપડાઓમાં માજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડામાં પકડાયેલ 501 પેટી દારુનો પણ ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ હિસાબી ચોપડો આ ગુનામાં સંડોવાયેલ પુનારામ નામનો શખ્સ લખતો હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે.
Vadodara Police : હિસાબોમાં ’’N’’,’’BHABHI’’, ’’MASI’’ જેવા કોડવર્ડ
વળી આ ચોપડામાં લખેલા હિસાબોમાં ’’N’’,’’BHABHI’’, ’’MASI’’ જેવા કોડવર્ડ વાપરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આરોપીઓની પુછપરછ કરી આ કોડવર્ડને ડિકોડ કરાતા ’’N’’ એટલે નિલેશ સિન્ધી, ’’BHABHI’’ એટલે પ્રેમિલા હોવાનું જાણવા મળ્યુ છે, જ્યારે ’’MASI’’ કોડવર્ડને હજી ડિકોડ કરી શકાયો નથી. ઉપરાંત નિલેશ સિન્ધી દ્વારા સ્થાનિક નાના બુટલેગરોને દારુ સપ્લાય કરાયો હોવાની માહિતી બહાર આવી છે.
Vadodara Police : દારુની હેરાફેરીની નાણાંકિય લેવડ-દેવડ આંગડીયા દ્વારા
બિસ્નોઈ ગેંગ દ્વારા દારુની હેરાફેરીના તમામ વ્યવહારોની નાણાંકિય લેવડ-દેવડ આંગડીયા દ્વારા કરાતી હોવાની વિગતો પોલીસને જાણવા મળી છે. જેના પગલે પોલીસે તે દિશામાં પણ તપાસ આગળ વધારી છે.
તાજા સમાચાર
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા
પોલીસે આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરી આ ગુનામાં અન્ય કેટલા શખ્સો શામેલ છે, કોને કોને દારુનો જથ્થો વેચવામાં આવ્યો છે, દારુનો આ જથ્થો વડાદરા સુધી કેવી રીતે અને કયા વાહનોમાં પહોંચ્યો, લોકલ નેટવર્કમાં અન્ય કેટલા અને કયા શખ્સો શામેલ છે, મુખ્ય આરોપી ઘેવરચંદનું બનાવટી આધારકાર્ડ ક્યાં અને કઈ રીતે બન્યુ તથા તેનો શું શું ઉપયોગ થયો અને ચોપડામાં લખેલા સાંકેતિક કોડવર્ડમાં લખેલા હિસાબની સ્પષ્ટતા માટે રીમાન્ડની માંગણી કરતા કોર્ટે આરોપીઓના 15 માર્ચ સુધીના રીમાન્ડ મંજુર કર્યા છે.
આ પણ જુઓ
Vadodara Gang Rape Case : વડોદરાના બહુચર્ચિત નવલખી ગેંગ રેપ કેસમાં બંન્ને આરોપીઓને આજીવન કેદ