મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો વટવાનો શખ્સ સરખેજના શખ્સ પાસેથી લાવ્યો હોવાની કબુલાત
મેફેડ્રોન જથ્થા સાથે મૂળ ઉત્તરપ્રદેશના શખ્સને ઝડપી લેતી ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર એ.ડી.પરમારની ટીમે માહિતીને આધારે વટવાના બીબીતળાવ ચારરસ્તા પાસેથી મૂળ ઉત્તર પ્રદેશ પ્રતાપગઢ જીલ્લાના, હાલ વટવા ખાતે રહેતા મહફુઝ ઉર્ફે મુન્ના એ.સી.વાલા અબ્દુલમજીદ શેખ(33)ને 222.94 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો છે.
કુલ ₹. 22,51,960 નો મુદ્દામાલ કબજે
પોલીસે આરોપી મુન્ના પાસેથી ₹. 22,29,400 ની કિંમતના ડ્રગ્સના જથ્થા સહિત આધારકાર્ડ, પાનકાર્ડ, ડેબીટકાર્ડ, વીઝા પ્લેટીનમ કાર્ડ, 2 મોબાઈલ અને રોકડ મળી કુલ ₹. 22,51,960 નો મુદ્દામાલ કબજે કર્યો છે.
મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો વટવાનો મુન્ને સરખેજના ફિરોઝ પાસેથી લાવ્યો હોવાની કબુલાત
આરોપીએ પુછ પરછમાં જણાવ્યુ છે કે તેને મેફેડ્રોનનો આ જથ્થો સરખેજ ખાતે રહેતો ફિરોઝખાન અયુબખાન પઠાણ આશરે ત્રણેક માસ પહેલા આપી ગયો હતો.
આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
આરોપી મુન્ના વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશન ખાતે વર્ષ-2014માં મારામારીનો ગુનો નોંધાયેલ છે. જ્યારે ફિરોઝખાન વિરુદ્ધ એસ.ઓ.જી. ખાતે વર્ષ-2022માં મેફેડ્રોન ડ્રગ્સનો કેસ દાખલ થયેલ છે અને તેના પર વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે પણ કલમ-110(જી) અનુસાર કાર્યવાહી થઈ ચુકી છે.
ભાડજ સાયન્સ સીટી વિસ્તારમાં મોલ, સુપરમાર્કેટ, હોસ્પિટલ, શો-રુમ, હોટેલ માટે ઉત્તમ સ્થળ
બાદમાં આરોપી ફ્લાઈટ પકડી દિલ્હી જતો રહ્યો હતો. ત્યાં મોજશોખ કર્યા બાદ પાછો અમદાવાદ પરત આવી મુંબઈ થઈને ગોવા જતો રહ્યો હતો અને ચોરી કરેલા પૈસાથી મોજ-શોખ કર્યા હતા.
આ પણ જુઓ
Crime Branch : મકરબા રોડ પર 7 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે ફતેવાડીનો શખ્સ ઝડપાયો
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા