ક્રાઈમ બ્રાંન્ચને મળી માહિતી
પ્રાપ્ત થતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચના પો.ઈન્સ.એસ.જે જાડેજાની ટીમે માહિતીને આધારે વસ્ત્રાલ ચારરસ્તા પાસેથી વસ્ત્રાલ ખાતે રહેતા આનંદ મનુભાઇ ચાવડા, ઉ.વ.૩૮, અને વિનોદકુમાર ઉર્ફે વિક્કી છગનલાલ પ્રજાપતિ, ઉ.વ.૨૩ ને ઝડપી લઈ તેમની પાસેથી કુલ ₹. 3.50 લાખની કિંમતની 4 ઓટોરીક્ષા અને 2 મોટરસાયકલ કબજે કર્યા હતા.
Vadodara Police : વડોદરા પોલીસની શી-ટીમ દ્વારા “ટેસ્ટ ઓફ વડોદરા” અવેરનેસ પ્રોગ્રામ
જ્યારે ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્રટર વી.બી.આલની ટીમે માહિતીને આધારે બહેરામપુરા મેલડી માતાના મંદિર પાસેથી વટવા ખાતે રહેતા અલ્તાફમીયાં નજીરમીંયાં સૌયદ, ઉ.વ. 38 ને ઝડપી લઈ કુલ ₹. 5,80 લાખની કિંમતની ચોરીની 3 ઓટોરીક્ષા કબજે કરી છે.

ઉકેલાયેલા ગુના
ક્રાઈમ બ્રાન્ચના રીક્ષા અને મોટરસાયકલની ચોરી કરતા આરોપીઓને ઝડપી લઈ પોલીસે સોલા હાઈકોર્ટ.ના 2, ગાયકવાડ હવેલી, નારણપુરા, શાહપુર, વિવેકાનંદનગર, મણીનગર, રામોલ અને શાહીબાગ પોલીસ સ્ટેશનના એક એક એમ કુલ 9 ગુના ઉકેલ્યા છે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી
આરોપીઓ આનંદ અને વિનોદ અમદાવાદ શહેરમાં દિવસ તેમજ રાત્રી દરમ્યાન એકાંત વાળી જગ્યાઓ પર પાર્ક કરેલ વાહનોની વોચ કરી તેમની પાસેના વાહનથી બંધ રીક્ષાને પગેથી ધક્કો મારી વાહનોની ચોરી કરી તેને ઉપયોગમાં લઇ બીનવરસી મૂકી દેવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

જ્યારે આરપી અલ્તાફ ચોરી કરવા અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. તે એકલો અથવા તેની પત્ની સાથે ભાડાની ઓટોરિક્ષામાં બેસી રસ્તામાં રિક્ષા ચાલક સાથે વાતચીત કરી તેના પગમાં વાગેલુ છે તેમ કહી રોડની સામેની કોઇ પણ દુકાન કે હોટલમાંથી કોઇને કોઇ ચીજવસ્તુ લેવા મોકલી રિક્ષાચાલક વસ્તુ લેવા જાય નયારે તેની ઓટોરિક્ષા ચાલુ કરી ચોરી કરી ભાગી જાય છે.
ભાડજ સાયન્સ સીટી વિસ્તારમાં મોલ, સુપરમાર્કેટ, હોસ્પિટલ, શો-રુમ, હોટેલ માટે ઉત્તમ સ્થળ
આપના વિસ્તારમાં થતા આયોજનો, ઘટનાઓ, સમસ્યાઓ અને જરુરીયાતોની માહિતી અમારા સુધી WhatsAap દ્વારા પહોચાડવા નીચેની લિંક ક્લિક કરો
https://wa.me/message/COLLBENPMPDMJ1

આ પણ જુઓ
- અસલાલીમાં 1.53 લાખના દારુ સાથે 3 શખ્સો ઝડપાયા
- પ્રેમલગ્નનો કરુણ અંજામ : પતિએ કરી પત્નીની હત્યા
- અમદાવાદમાં રીક્ષા કેબ/ટેક્ષીના ડ્રાઈવરોએ સીટ પાછળ લખવા પડશે નામ, વાહન નંબર અને મોબાઈલ નંબર
- અમદાવાદ ગ્રામ્ય પોલીસનું માનવતા સભર પગલુ
- LCB એ ચાલુ ટ્રકમાંથી ચોરી કરતી ગેંગના 6 સાગરીતો ઝડપી લીધા